Last Update : 14-August-2012, Tuesday

 

દૂકાળ ને મંદી છતાં લોકમેળાથી તંત્રને પોણાં બે કરોડની આવક

પાંચ દિવસમાં ૭.૨૩ લાખ લોકોએ માણી મોટી રાઈડ્સની સૈર

રાજકોટ, સોમવાર
મંદી અને દૂષ્કાળના વર્ષ છતાં જન્માષ્ટમી તહેવારો રાજકોટના સરકારી તંત્રને બે'ક કરોડ રૃપિયાની આવક કરાવી ગયા છે. અનેક નાની મોટી અગવડો છતાં લાખો લોકોને મનોરંજન પૂરૃં પાડી ચૂકેલા લોકમેળાનું આજે ઉત્થાપન થતાં સસ્તાં ભાવમાં રમકડાં વગેરે ખરીદવા સવારે ઠીકઠીક ભીડ ઉમટી હતી, અને પોલીસ બંદોબસ્ત વચ્ચે મેદાન ખાલી કરાવવું પડયું હતું.
મેળાના ઉત્થાપન વખતે સસ્તાંમાં માલ ખરીદવા ભીડ ; પોલીસ બંદોબસ્ત વચ્ચે ખાલી કરાવાતું રેસકોર્સ મેદાન
ગત મોડી રાતે પાંચ દિવસીય લોકમેળાનું સમાપન થયા બાદ આજે રેસકોર્સ મેદાનમાંના ખાણીપીણીના સ્ટોલ્સ, સરકારી વિભાગો અને સંસ્થાઓના સ્ટોલ્સ, રમકડાં વેચાણના સ્ટોલ્સ તથા ફજરફાળકાના પ્લોટ્સ ખાલી થવા લાગ્યા હતા. હસ્તકલા કારીગરીની, ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓ તથા રમકડાં ''ખાલી કરવાના ભાવે'' મળે તેમ હોવાથી વહેલી સવારે લોકો રેસકોર્સ ઉમટયા હતા, જયાં મેદાનમાં તથા આસપાસ કેટલાંક વેપારીઓ અને ફેરિયાઓએ પડતર ભાવે કે ઓછા નફાએ રમકડાં વગેરે વેંચવા માંડયા હતાં. એક-બે કલાકમાં જ આ 'બજાર' સમેટાઈ ગઈ હતી! પોલીસે ફનરાઈડ્સ વગેરે ખાલી કરવામાં અડચણ ન થાય તે માટે ચારે'ય પ્રવેશદ્વાર બંધ કરીને પહેરો મુકી દીધો હતો.
લોકમેળાના સ્ટોલ - પ ્લોટના ભાડાં, વિજ્ઞાાપન કોન્ટ્રાકટ વગેરેની સરકારી મેળા સમિતિને રૃા ૧.૪૯ કરોડની આવક થઈ છે, જેમાંથી મંડપ, ઈલેકટ્રીસિટી, એલઈડી સ્ક્રીન ભાડું, વગેરે ખર્ચ બાદ થતાં સવા કરોડ જેવા ચોખ્ખા નફાનો અંદાજ છે. ઉપરાંત, રાઈડ્સના ટિકીટદર રૃા ૨૦ રખાતા પાંચ દિવસમાં ૭.૨૩ લાખ લોકો મોટી રાઈડ્સમાં બેઠા હોવાના તંત્રના તારણ પરથી જોતાં મનોરંજન કરની રૃા ૨૯ લાખની આવક થશે, જેમાંનાં રૃા ૧૩.૩ લાખ એડવાન્સ વસુલી લેવાયા છે. મહેસુલી તંત્ર દ્વારા જ સંચાલિત ઈશ્વરિયા પિકનિક પાર્ક ખાતે તહેવાર દરમિયાન ૫૦-૬૦ હજાર મુલાકાતીઓ ઉમટી પડતાં આઠે'ક લાખ રૃપિયાની આવક ત્યાં નોંધાઈ છે.
લાખો લોકોને તહેવાર દરમિયાન ઈશ્વરિયા પિકનિક પાર્કમાં ન પૂરતા ફૂડકોર્ટસનો વિકલ્પ મળ્યો, ન બાળકો માટે ફનરાઈડ્સ હતી. બોટિંગ કરવા ભારે ઘસારો હતો અને તેમાં પણ માણસો હેરાન થયા. ખાસ્સું બધું ચાલવાનું, મચ્છરોનો ઉપદ્રવ વગેરે અલગ મેળામાં વધુ ભાવ, ગંદકી વગેરે તકલીફો નડી હતી.

પાંચદિ'માં ઠલવાયો ૪ ટનથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ
નબળી સિવિક સેન્સ ઃ મેળામાં અધધધ... ૨૧૮ ટન ઘનકચરો
રાજકોટ, સોમવાર
સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળા દરમિયાન ચાર હજાર કિલોથી પણ વધુ પ્લાસ્ટિક કચરા સહિત પાંચ દિવસમાં ૨૧૮ ટન ઘન કચરો ઠલવાતા રેસકોર્સ મેદાન ગંદુંગોબરૃં થઈ ગયું છે.
રેસકોર્સ મેદાન સાફ થતાં ચારે'ક દિવસ લાગશે ઃ આજી, ન્યારી ડેમ, હનુમાનધારામાં પણ પૂષ્કળ ગંદકી
છેલ્લા દિવસે ૪૦ ટન કચરો ઉપાડી પાંચ દિવસાં મહાપાલિકાએ ૨૧૮ ટન સોલિડ વેસ્ટ ઉપાડીને નાકરાવાડી, સોખડા ઠલવાવ્યો હતો. પર્યાવરણ અધિકારીએ જણાવ્યું કે રેસકોર્સ મેદાનને પુનઃ સાફસૂથરૃં કરતાં હજુ ચારે'ક દિવસ લાગી જશે. આજે બહૂમાળી ભવનથી પોલીસ હેડકવાર્ટર સુધીના રીંગરોડના હિસ્સા પર પૂષ્કળ કચરો હોવાથી વધુ સફાઈકામદારો ઉતારવા પડયા હતાં. રેસકોર્સ ઉપરાંત આજી ડેમ, ન્યારી ડેમ અને હનુમાનધારા ખાતે પણ પૂષ્કળ ઘનકચરો ઠલવાયો હતો.
દરમિયાન, આરોગ્ય તંત્રએ મેળાના છેલ્લા દિવસે મંદવાડના સામાન જેવા અખાદ્ય ૧૬ કિલો ગોલા માટેના બરફ, સડેલા ૪૦ કિલો બટેટા, ૬ પેકેટ બ્રેડ, ૧૩ લિટર ચટણી, ૧૫ કિલો મંચુરિયન, ૭ પેક કલરટીન, ૨૦ કિલો સડેલા ફળનો નાશ કર્યો હતો.

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved