Last Update : 14-August-2012, Tuesday

 
ચૂંટણી નજીક આવતા મુખ્યમંત્રી દ્વારા વચનોની લ્હાણી
ગિર-સોમનાથ નવો જિલ્લો માછીમારો માટે ૨૦૦ કરોડ

પાક. જેલમાં બંધ માછીમાર કેદીના કુટુંબોને હવે ૫૦ના બદલે દૈનિક ૧૫૦ રૃપીયા ભથ્થુ અપાશે, સુત્રાપાડા નવું ફિશરીઝ પોર્ટ બનશે

વેરાવળ, જૂનાગઢ, તા.૧૩
સોમનાથમાં આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાગરખેડૂ સંમેલન યોજાયું હતું. જેમાં ચૂંટણી નજીક આવતા તેઓએ વચનોની લ્હાણી કરી હતી અને ગિર-સોમનાથને નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત પાક જેલમાં બંધ માછીમાર કેદીના કુટુંબોને ૫૦ના બદલે દૈનિક ૧૫૦ રૃપીયા ભથ્થુ આપવા તથા સુત્રાપાડામાં નવું ફિશરીઝ પોર્ટ બનાવવાનું વચન આપ્યું હતું.
સોમનાથ ખાતે નરેન્દ્ર મોદીએ ગીર-સોમનાથને નવો જિલ્લો બનાવવા, યાંત્રિક બોટમાં વપરાતા ડિઝલ પર વેટની સબસીડી વર્ષ ૨૦૦ કરોડ ચુકવવા જાહેરાત કરી હતી. આ ઉપરાંત પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોના કુટુંબને હાલ મળતા દૈનિક ૫૦ના બદલે નિર્વાહ ભથ્થાની રકમ ૧૫૦ રૃપીયા આપવાની તેમજ મત્સ્યોદ્યોગ વિકાસ માટે સુત્રાપાડામાં નવું ફિશરીઝ હાર્બર પોર્ટનું નિર્માણ કરવા જાહેરાત કરી હતી અને ગુજરાત સરકારના મરીન પોલીસ ફોર્સની ભરતી માટે સાગર ખેડૂ નવ યુવાનોને તાલીમ સુવિધા આપી ભરતીમાં અગ્રીમતા અપાશે તેમ પણ જણાવ્યું હતું.
તેમજ સાગર ખેડૂ મહિલાઓ માટે દરીયાઈ શેવાળની નફાકારક ખેતીમાં જોડાશે અને તે માટે મહિલાઓના પાંચ હજાર સખી મંડળો બનાવાશે. મુખ્યમંત્રીએ ગિર-સોમનાથને જિલ્લો બનાવવા જાહેરાત કરી આગામી ૨૬મી જાન્યુઆરી સુધીમાં કાર્યરત કરી દેવાશે તેમ જણાવ્યું હતું. આ જિલ્લાની રચના માટે એક ઉચ્ચ સમિતીની રચના થશે.
આ ઉપરાંત સોમનાથમાં બે નવી સિટી બસ તથા પોલીસ આવાસનું લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રીએ સંમેલનમાં ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે દસ વર્ષ પહેલા કોંગ્રેસના રાજમાં ગુજરાતનો દરીયાકાંઠો દાણચોરો માટે સ્વર્ગસમાન હતો. કેન્દ્ર સરકારે માછીમારોનું અપાતા કેરોસીનના જથ્થામાં ૩૦ ટકાનો ઘટાડો કર્યો છે. તે તથા પાક. જેલમાં બંદી માછીમારોને છોડાવવામાં પણ કેન્દ્ર સરકારે કોઈ પ્રયત્નો કર્યા ન હોવાનું જણાવી ટીકા કરી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved