Last Update : 14-August-2012, Tuesday

 

જિલ્લાના તમામ ૧૩ તાલુકામાં સાર્વત્રિક ધીમી ધારના વરસાદથી
ત્રણ લાખ હેક્ટર પાકને જીવતદાન

મેઘરજ તાલુકામાં પાંચ ઈંચ જ્યારે ધનસુરા તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ ઃ વરસાદી હેલી જામી

બાયડ,મોડાસા,તલોદ,મેઘરજ,હિંમતનગર,તા.૧૩
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી શરૃ થયેલી મેઘમહેરના કારણે કૃષિ પાકનું ચિત્ર બદલાઈ ગયું છે તો સાથે-સાથે વરસાદની હેલીના કારણે જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ ૫ ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. શનિવારની મધરાતથી શરૃ થયેલી મેઘરાજાની સવારી રવિવાર અને સોમવારના રોજ પણ ચાલુ રહેવા પામી હતી. ધીમી ધારના વરસાદના કારણે ખેતીને સારો એવો ફાયદો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદના અભાવે સર્જાયેલી અછતની સ્થિતિમાંથી છૂટકારો મળ્યો છે. મેઘરજ તાલુકામાં પાંચ ઈંચ જ્યારે ધનસુરા તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ પડયો છે.
જિલ્લામાં ત્રણ લાખ હેક્ટરથી વધુ જમીનમાં કરવામાં આવેલા ખરીફ પાક સામે વરસાદના અભાવે જોખમ ઉભું થયું હતું અને હજારો ખેડૂતોને દવા-ખાતર અને બિયારણનો ખર્ચો માથે પડે તેવી સ્થિતિ ઉભી થઈ હતી ત્યારે ખરા સમયે મેઘરાજાએ લોકોની પ્રાર્થના અને દૂઆ સાંભળી હોય તેમ મેઘમહેર કરતાં લોકોના જીવમાં જીવ આવ્યા હતા. છેલ્લા બે દિવસથી જિલ્લામાં ચોમાસાનો માહોલ સર્જાયો છે અને ધીમી ધારના વરસાદથી હેલી શરૃ થઈ છે જે ખેતી પાક માટે ઉત્તમ છે.
જિલ્લામાં બે દિવસમાં સરેરાશ પાંચ ઈંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. જો કે, હજુ ભારે વરસાદ પડયો નથી જેના કારણે નદીઓમાં પૂર આવ્યું નથી અને તળાવો પણ ખાલીખમ છે.
મેઘરાજાએ દોઢ મહિના પછી મહેર કરતાં હવે વધુ સારા વરસાદની આશા પણ બંધાઈ છે અને ભાદરવા મહિનામાં પણ સારો વરસાદ પડશે તેવું જણાઈ રહ્યું છે. એકંદરે, જિલ્લામાં મેઘરાજાએ ખૂબ રાહ જોવડાવ્યા બાદ પધરામણી કરતાં લોકોને હાશકારો થયો છે.

જિલ્લાના ૧૩ તાલુકામાં ૨૪ કલાકમાં વરસાદની સ્થિતિ
હિંમતનગર,તા.૧૩
જિલ્લામાં રવિવાર સવારથી સોમવાર સુધીના ૨૪ કલાકમાં ઝરમર-ઝરમર વરસાદ ચાલુ રહ્યો છે.
જેમાં ધનસુરા તાલુકામાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ પડયો છે. જિલ્લામાં સર્વત્ર બે ઈંચથી વધુ વરસાદ પડયો છે. જેમાં ઈડરમાં ૬૦ મીમી, હિંમતનગરમાં ૫૨ મીમી, તલોદમાં ૬૦ મીમી, વડાલીમાં ૩૮ મીમી, ખેડબ્રહ્મામાં ૫૬ મીમી, વિજયનગર ૪૬ મીમી, ભિલોડામાં ૪૫ મીમી, પ્રાંતિજ ૬૮ મીમી, મોડાસામાં ૪૦ મીમી, માલપુરમાં ૩૪ મીમી, ધનસુરામાં ૭૬ મીમી, મેઘરજમાં ૪૮ મીમી અને બાયડમાં ૫૪ મીમી વરસાદ પડયો છે.

વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ
મેઘરજ,તા.૧૩
મેઘરજ તાલુકામાં ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના કારણે ૩૭ જેટલા તળાવોમાં નવા પાણીની આવક આવી છે. બીજી તરફ ત્રણ સિંચાઈ યોજનાઓ ઑવરફ્લો થઈ છે. તાલુકાના ૧૬૭ તળાવોમાંથી પહેલા વરસાદે ૧૬૭માંથી ૬૨ તળાવ ભરાયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ હતી. મેઘરજ તાલુકામાં પાંચ ઈંચ વરસાદ પડયો છે.

 

ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ
મહેસાણા,તા.૧૩
ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસની અસલી ચોમાસાની શરૃઆત થઈ હોય તેવું પ્રજાને લાગી રહ્યું છે. ઘણા સમયથી વરસાદ માટે રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થતાં ગતરોજ રાત્રીના મધરાત બાદ સમગ્ર ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં બેઠો પણ સતત એકધારો વરસાદ સવારના ૧૦ વાગ્યા સુધી ચાલુ રહેતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
બનાસકાંઠાના અમીરગઢમાં ૬ ઇંચ જ્યારે પાલનપુરમાં ચાર ઇંચ વરસાદ ઃ ખેડૂતો ખુશખુશાલ
મહેસાણામાં ગતરાત્રી દરમિયાન ધીમીધારે વરસાદની શરૃઆત થઈ હતી સતત રાત્રી દરમિયાન વરસતો વરસાદ સવારના ૧૦ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. મહેસાણા શહેરના ગોપીનાળા અને ભમ્મરીયાનાળા ભરાઇ જતાં વાહન ચાલકો અટવાયા હતા. ભમ્મરીયા નાળામાં સવારે એક સ્કૂલ બસ અટવાઈ જવા પામી હતી. મહેસાણામાં ઠેર ઠેર ચાલતા ગટર કામોને લીધે ખોદાણ કરીને પૂરેલી ગટર લાઈનોમાં માટી બેસી જતા તેમજ રોડ પરના માટીના ઢગલાઓનું ધોવાણ થઈ જવા પામ્યું હતું. જેમાં વિસનગર ગાયત્રી મંદિરના રહીશોને સવારથી બપોર સુધી બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડી હતી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.
ગતરાત્રી દરમિયાન થયેલ વરસાદમાં મહેસાણા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઊંઝા અને વિજાપુરમાં પડયો હતો જ્યારે સૌથી ઓછો સતલાસણા તાલુકામાં નોંધાયો હતો. જ્યારે પાટણ જિલ્લામાં સૌથી વધુ વરસાદ સિધ્ધપુરમાં અને સૌથી ઓછો સાંતલપુર તાલુકામાં નોંધાયો હતો. પાટણ જિલ્લામાં સાતતાલુકાઓમાં પણ સાર્વત્રિક વરસાદ થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
પાલનપુરમાં ગતરાત્રીથી શરૃ થયેલો વરસાદ જે બીજા દિવસે ૫ વાગ્યા સુધી મનમૂકીને વરસતા ૪ ઈંચ વરસાદ નોંધાયો હતો એમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ચાલુ વરસે અડધુ ચોમાસુ વીતી જવા છતાંય વરસાદ વરસ્યો નથી જ્યારે ૧૨-૮ની રાત્રે શરૃ થયેલો વરસાદ નગરજનોએ મન ભરી માણ્યો હતો જ્યારે આ વરસાદ બીજા દિવસે પણ યથાવત ચાલુ રહેતાં શહેરના સિવિલ હોસ્પિટલના પી.એમ.રૃમની બાજુમાં પાણી ભરાતાં અવર જવર કરતા હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગા વહાલાઓને તકલીફનો સામનો કરવો પડયો હતો.
આજ રીતે કાર્તિસ્તંભ પાસે પાણી ભરાતાં અહીં મંદિરે આવતા દર્શનાર્થીઓને પાણીમાં થઈને પસાર થવું પડયું હતું ત્યારે અમીરરોડ ઉપર સીટીલાઈન શોપીંગ સેન્ટર પાસે પાણી ભરાતા વહેપારીઓ તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આ ઉપરાંત જુનાગંજ નજીક ભવદીપ સોસાયટી હાઈવેવાળા નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાયા હતા.
મેઘરાજાએ છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને રાહ જોવરાવ્યા બાદ આજે ભારે વરસાદ થતા સમગ્ર અમીરગઢ પંથકમાં ખુશીની લાગણી છવાઈ જવા પામી હતી. આ વરસાદના કારણે અમીરગઢને જોડતા અને તેની આજુબાજુના ગ્રામ વિસ્તારને જોડતા માર્ગો ઉપર પાણી ભરાઈ જવાના કારણે તે રસ્તા બંધ થઈ ગયા હતા અને કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને જાનની જોખમે વાહન ચાલકોને મજબુર થઈને પાણીમાંથી પસાર થવું પડયું હતું.
ભારે વરસાદના કારણે અમીરગઢના માર્ગો તેમજ બજારો સુમસામ જોવા મળી રહ્યા હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved