Last Update : 14-August-2012, Tuesday

 

ટ્રાન્સફર્મરોમાંથી તાંબાના વાયરો ચોરતી ગેંગના પાંચ ઝડપાયા

કિંખલોડ ચોકડીથી બે ઝડપાયા ઃ પૂછપરછ દરમિયાન બાતમી મળતાં અન્ય ત્રણ પકડાયા

આણંદ,તા.૧૩
આણંદ જિલ્લાના વિવિધ નાના-મોટા નગરો તથા સીમ વિસ્તારોમાં ઈલેક્ટ્રીક ટ્રાન્સફર્મરથી તાંબાના વાયરોની ચોરીના બનાવો વધવા પામ્યા હતા. દર મહિને આવી ચોરીના ગુનાઓ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાતા જ રહેતા હતા. પાંચેક વર્ષથી આ વિસ્તારોમાં ચોરીઓ કરતી ગેંગ પકડાયેલ ન હોઈ તેઓને પકડવા માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો. આણંદ એલસીબી દ્વારા ખાનગી રાહે વિવિધ પોલીસ સ્ટેશન હસ્તક વોચ ગોઠવવામાં આવી હતી. વોચને આધારે માહિતી સાંપડી હતી. માહિતીના આધારે પોલીસે પાંચ વ્યક્તિઓને ઝડપી પાડયા હતા અને પુછપરછ કરતા વિવિધ વિસ્તારોમાં ચોરી કર્યાની કબુલાત પણ કરી હતી.
મળતી માહિતી મુજબ ઈલેક્ટ્રીક ડીપીમાંથી તાંબાના વાયરોની ચોરીના ગુના વધવા પામ્યા હોવાથી પોલીસે સઘન અભ્યાસ કરીને કોપર વાયરોનો ભંગાર લેતા ઈસમો તથા આવો માલ આપનાર શંકાસ્પદ ઈસમો ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. આ સમય દરમ્યાન પોલીસને એક માહિતી મળી હતી કે નવાખલ સીમમાં રહેતા જગદીશ ઉર્ફે ગુગો મોહનભાઈ ઠાકોર તથા અશોક ઉદેસિંગ ઠાકોર સાગરીતો સાથે પિયાગો રીક્ષા લઈને ચોરીઓ કરવા જાય છે. તેઓ કિંખલોડ ચોકડીએ ભેગા થાય છે અને ત્યાંથી જ ચોરી કરવા જાય છે. આ માહિતીના આધારે પોલીસે કિંખલોડ ચોકડીએ વોચ ગોઠવી હતી અને વર્ણનોવાળા બંને વ્યક્તિઓને ઝડપી પાડયા હતા. પંચોની રૃબરૃ ઝડપી તપાસ કરતા જગદીશ પાસેથી ત્રણ મોબાઈલ ફોન થતા અશોક પાસેથી બે મોબાઈલ ફોન મળી આવેલ. સાથે સાથે મોટરસાયકલ નં.-જીજે-૭એએફ-૨૪૪૩ના ઉપર પ્લાસ્ટીકના થેલામાંથી વિવિધ ૪૪ જેટલા ઓજારો મળી આવ્યા હતા. સઘન પુછપરછ કરતાં તેઓએ તાંબાના વાયરની ચોરીનું જણાવ્યું હતું. બીજા લોકો થોડા સમયમાં જ અહીં આવશે. પોલીસે પણ ત્યાં જ રહીને અમરસિંહ ઉર્ફે લાલો ચંદ્રસિંહ પરમાર (રહે.કહાનવા, જોષીપુરા, તા.જમ્બુસર), રમેશભાઈ ચંદ્રસિંહ પરમાર (રહે.કહાનવા, જોષીપુરા, તા.જમ્બુસર), રણજીત ઉર્ફે બખલો રમેશભાઈ ઠાકોર (રહે.ચિત્રાલ સીમ, બોડીવગો, તા.પાદરા)ને ઝડપી પાડયા હતા. પોલીસે અલગ-અલગ રીતે સઘન પુછપરછ હાથ ધરી હતી. તેઓ આંકલાવ, ભાદરણ, ધર્મજ, ખંભાત, વિરસદ, તારાપુર, પેટલાદ બાજુના ગામડાઓના સીમ વિસ્તારમાં આવેલા કૂવા ઉપર જઈ ચોરીઓ કરતા હતા. પોલીસે સીઆરપીસી ૪૧(૧) મુજબ અટક કરી રૃા.૨૧,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ ભાદરણ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી છે. સદર આરોપીઓ ડીપી ચોરી કરતા અગાઉ જે વિસ્તારમાં રાત્રિના સીંગલ ફેઝ હોય તે જ સીમ વિસ્તારમાં ખાત્રી કર્યા બાદ જ ચોરીઓ કરતા હોવાનું જણાવેલ હતું. પોલીસે પાંચેયની વધુ પુછપરછ હાથ ધરી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved