Last Update : 14-August-2012, Tuesday

 

ચરોતરમાં સાર્વત્રિક વરસાદ

બાલાસિનોર તાલુકામાં ૧૫૧, મહેમદાવાદમાં ૧૩૪ મી.મી. ઃ ખેડા- આણંદ જિલ્લામાં બધે વરસાદ

નડિયાદ, આણંદ, તા.૧૩
ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વચ્ચે દસેય તાલુકાઓમાં મળી સોમવાર સાંજ સુધીમાં ૧૦૬૩મી.મી. વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બાલાસિનોર પંથકમાં ૧૫૧ મી.મી. તથા મહેમદાવાદ મંથકમાં ૧૩૪મી.મી. વરસાદ વરસ્યો હતો. અન્ય પાંચ તાલુકાઓમાં ચારથી સવા ચાર ઈંચ તથા અન્ય સ્થળોએ બે થી પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ થતા જિલ્લો જળબંબાકાર થઈ ગયો હતો. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન બોરસદ તાલુકામાં લગભગ ત્રણ ઈંચ જેટલો વરસાદ તથા ખંભાત તાલુકામાં પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આજે પણ સવારથી જ ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો. વરસાદને કારણે શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી જોવા મળી હતી. વાલીઓએ પોતાના નાના બાળકોને શાળાએ મોકલ્યા જ ન હતા. આણંદ નગર સહિત તાલુકા મથકોએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને તકલીફનો સામનો કરવો પડયો હતો. આણંદ નગરના ત્રણેય તળાવ છલોછલ ભરાઈ ગયા હતા. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારીઓને તથા વાહનચાલકોને હેરાનગતિ ભોગવવી પડી હતી.
અન્ય સ્થળોની જેમ ખેડા જિલ્લામાં પણ સોમવારે મેધરાજાની મ્હેર યથાવત રહેવા પામી હતી. આકાશમાં કાળા વાદળો સાથે ચોમાસાના જામેલા માહોલમાં રવિવારે રાત્રે અને સોમવારે દિવસ દરમ્યાન ખેડા જિલ્લામાં વરસાદની હેલી થઈ હતી. શનિવારે મોડી રાત્રે, રવિવારે અને સોમવાર સુધીના ૨૮ કલાકમાં બાલાસિનોર અને મહેમદાવાદ પંથકને મેધરાજાએ મુશળધાર વરસાદથી ભીંજવ્યું હતું. બાલાસિનોર પંથકમાં ૨૮ કલાકમાં સાડા પાંચ ઈંચ તો મહેમદાવાદ પંથકમાં પણ આટલા જસમયમાં પાંચ ઈંચ જેટલો વરસાદ થતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે.
સોમવારે ખેડા જિલ્લાના છ જેટલા તાલુકાઓમાં બારે મેધ ખાંગા થયા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતો સહિત સૌ કોઈ ખુશખુશાલ બન્યા છે. ડાંગર તેમજ અન્ય ખેતી પાકનું વાવેતર શરૃ કરવામાં આવ્યું છે.
ખેતરોના કેરડામાં પાણી ભરાતા ઘરતીપુત્રો ખેતી કામમાં પરોવાયા છે. બીજી બાજુ નાના-મોટા ગામોમાં જાહેર માર્ગો તથા રહેઠાણ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘણી જગ્યાએ ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો. હવામાન વિભાગ ધ્વારા આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા ત્રણેક દિવસથી થતા વરસાદના પગલે નદી તથા તળાવ જેવા જળાશયોમાં નવા પાણીની આવક થશે તેવી આશા સેવાય છે.
આણંદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદની મહેર થતાં આમ જનતાની સાથે સાથે ધરતીપુત્રોની ચિંતા ઘટવા પામી છે. ખેતીપાકને કાચુ સોનુ મળ્યું હોય તેમ ખેડૂતો ખેતીકામમાં જોતરાઈ ગયા હતા. પ્રથમ હેલીથી ડાંગર પાકને ફાયદો થયો છે. આ વરસાદથી લીલા ઘાસચારાની તંગી મહદ્ અંશે હળવી બની જશે. પશુપાલકો પણ આ વરસાદને કારણે ખુશ થઈ ગયા છે.
સાથે સાથે વરસાદી માહોલ મુજબ સીઝનેબલ ધંધો કરતા વેપારીઓ પણ ખુશ થયા છે. આજે છત્રી, રેઈનકોટ તથા તાડપત્રીના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. વરસાદને કારણે શાકભાજીના ભાવ પણ ટૂંક સમયમાં ઘટશે તેવી આશા લોકોને બંધાઈ છે. હજુ પણ વરસાદ પડતા મહદ્ અંશે પીવાના પાણીની સમસ્યા હળવી બનશે તો તળાવ અને નદીનાળા ભરાતા પશુપાલકો અને ગૃહીણીઓ માટે પણ ફાયદાકારક બની રહેશે.
વરસાદ મોડો હોવા છતાં ખેડૂતોએ પોતાની રીતે ખેતીકામ શરૃ કરી દીધું છે.
આણંદ જિલ્લામાં તમાકુનો પાક વધારે જોવા મળે છે. આ વખતે વરસાદ ખેંચાતા તમાકુની રોપણી શક્ય બની નથી. કેટલાક ધરૃવાડીયામાં છોડ પણ મોટા થઈ ગયા છે. ખેડૂતો આડી-અવળી ઘેંસલી કાઢીને તથા ટ્રેક્ટરથી પાટલા પાડીને પોતાની જમીનમાં શક્ય હોય તે રીતે તમાકુની વાવણી માટે તૈયાર થઈ ગયા છે. આણંદ જિલ્લામાં ગઈકાલ સવારથી આજ સવારે ૮ઃ૦૦ વાગ્યા સુધી સર્વત્ર વરસાદ નોંધાયો છે.
આણંદમાં ૩૭ મીમી, ઉમરેઠમાં ૬૩ મીમી, બોરસદમાં ૭૩ મીમી, આંકલાવમાં ૭૦ મીમી, પેટલાદમાં ૬૩ મીમી, સોજિત્રામાં ૪૯ મીમી, ખંભાતમાં ૪૫ મીમી અને તારાપુરમાં ૫૮ મીમી વરસાદ નોંધાયો છે. આજે બપોર પછી પણ વરસાદે ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેને કારણે કેટલાક રસ્તાઓ ઉપર ઝાડ પડી જવાના બનાવો બન્યા હતા. જેને કારણે કેટલાક માર્ગો પર ટ્રાફિકજામની સમસ્યા ઉભી થઈ હતી. આણંદથી ભાલેજ જવાના માર્ગે પણ ઝાડ પડી જતાં થોડા સમય માટે ટ્રાફિકજામ થયો હતો.

ખેડા જિલ્લામાં માર્ગો પર ૪૦થી ૧૬ વૃક્ષો ધરાશાયી
નડિયાદ,તા. ૧૩
ખેડા જિલ્લામાં પવન સાથે મુશાળધાર વરસાદ પડવાથી મહેમદાવાદ તાલુકાના રાસ્કા, વરસોણા સહિત અન્ય કેટકાલ સ્થળોએ વૃક્ષો વધાશાયી થઈ ગયા હતા. બિન વત્તાવાર વર્તુળોના જણાવ્યા મુજબ જિલ્લામાં ૪૦ કરતા વધારે વૃક્ષો નાના-મોટા માર્ગો પર પડતા ટ્રાફિક વ્યવસ્થામાં અવરોધ સર્જાયો હતો. નડિયાદ, ઠાસરા, ડાકોર, બાલાસિનોર, મહેમદાવાદ, મહુધા તથા અન્ય વિસ્તારોમાં સોમવારે અવારનવાર વીજપુરવઠો ખોરવાઇ જવાના બનાવો બન્યા હતા.
નડિયાદમાં રવિવારે રાત્રે અને સોમવારે મળી ચાર ઇંચ કરતા પણ વધારે વરસાદ થયો હતો. જેના કારણે શહેરના ચારેય ગરનાળા સહિત પૂર્વ અને પશ્ચિમ વિસ્તારો પાણીથી ભરાઇ ગયા હતા. તેમજ માર્ગો પર જોખમરૃપ ભૂવા પડતા લોકોને અવર જવર કરવામાં હાલાકી વેઠવી પડી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved