Last Update : 14-August-2012, Tuesday

 
શૈક્ષણિક વર્ષ શરૃ થઈ ગયાને દોઢ મહિનો વીત્યો છતાં
ભાવનગરમાં પ્રથમ વર્ષ બી.એસસી.માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત

 

 

ભાવનગર, સોમવાર
નવું શૈક્ષણિક વર્ષ શરૃ થઈ ગયાને દોઢ મહિનાનો સમય વીતી ગયો છે છતાં હજું ભાવનગરમાં પ્રથમ વર્ષ બી.એસસી.માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે અને પ્રવેશ મેળવવા ધક્કા ખાઈ રહ્યા હોવાની બૂમ ઉઠી છે. સેલ્ફ ફાઈનાન્સ કોર્સીસ અને કોલેજોને છૂટથી મંજૂરી આપવામાં યુનિવર્સિટીને જેટલો રસ પડે છે એટલો ઉત્સાહ બી.એસસી.ની પ્રવેશ સમસ્યા ઉકેલવામાં કેમ પડતો નથી ? એવો પ્રશ્ન ઉઠયો છે.
શહેરમાં યુનિવર્સિટીની એક માત્ર સાયન્સ કોલેજ ઃ સેલ્ફ ફાઈનાન્સ કોર્સ અને કોલેજોને છૂટથી મંજૂરી આપવામાં યુનિવર્સિટીને જેટલો રસ છે એટલો ઉત્સાહ બી.એસસી.ની પ્રવેશ સમસ્યા ઉકેલવામાં કેમ નથી ?
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંચાલિત શહેરની એક માત્ર સર પી.પી. ઈન્સ્ટીટયૂટ ઓફ સાયન્સમાં વિજ્ઞાાનના સ્નાતકીય અભ્યાસક્રમમાં ૩૩૦ વિદ્યાર્થીઓની પ્રવેશ ક્ષમતા છે. પરંતુ તેની સામે ફર્સ્ટ બી.એસસી.માં ૧૨૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. પરિણામે સવારે ૮થી રાત્રીના ૮.૩૦ વાગ્યા દરમિયાન ચાર શીફ્ટમાં લેબોરેટરી શરૃ કરવામાં આવી છે.
આ અંગે સૂત્રોનું કહેવું છે કે, અગાઉ ધોરણ-૧૨ સાયન્સમાં ૯૦૦-૧૦૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા જ્યારે વધતી જતી સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ધોરણ-૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો જાય છે અને હવે આ સંખ્યા પાંચથી છ હજાર પર પહોંચી છે. વિદ્યાર્થીઓની વધતી સંખ્યા છતાં કોલેજો તો ભાવનગર અને મહુવા એમ બે છે. આમ, સાયન્સ કોલેજોની સંખ્યા વધી નથી. એટલું જ નહીં, સ્ટાફની પણ શોર્ટેજ પ્રવર્તી રહી છે. ભાવનગરમાં સાયન્સ કોલેજમાં મંજૂર મહેકમ ૬૦ અધ્યાપકોનું છે પરંતુ તેની સામે માત્ર ૩૦ અધ્યાપકોની જગ્યા જ ભરાયેલી છે. આમ, અધોઅરધ જગ્યા ખાલી છે. સન ૧૯૯૮ પછી અધ્યાપકોની એક પણ જગ્યા ભરાઈ નથી. જોકે, યુનિવર્સિટીની મંજૂરીથી ૨૩ ટીચર આસિસ્ટન્ટની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત, ૩૫થી ૪૦ વીઝિટીંગ ફેકલ્ટીથી કામ ચલાવાય છે. મહુવાની સાયન્સ કોલેજની સ્થિતિ પણ આવી તંગ દોરડે ચાલવા જેવી જ છે. એક તરફ આ સ્થિતિ છે તો બીજી તરફ પૂરક પરીક્ષામાં ઉત્તિર્ણ થતા વિદ્યાર્થીઓ ઈચ્છુક છે તો બીજી બાજુ પ્યોર સાયન્સનો ક્રેઝ વધી રહ્યો છે. એટલે એન્જિનિયરીંગ, મેડિકલ અને ફાર્મસીમાંથી બી.એસસી.માં પ્રવેશ માટે ધસારો વધ્યો છે. આ પરિસ્થિતિમાં પ્રવેશ સમસ્યા વધુ વકરી છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હોઈ પ્રવેશ માટે ધક્કા ખાય છે છતાં યુનિવર્સિટીના પેટનું પાણી હલતું નથી. છેલ્લા ચારેક વર્ષ દરમિયાન યુનિવર્સિટીએ આડેધડ સેલ્ફ ફાઈનાન્સ કોર્સીસ અને કોલેજોને મંજૂરી આપવામાં જેટલો રસ યુનિવર્સિટીને પડે છે એટલો ઉત્સાહ પ્રવેશ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા માટે નવી ગ્રાન્ટેડ વિજ્ઞાાન કોલેજ શરૃ કરવાની દિશામાં વિચારવામાં કેમ પડતો નથી ? એ પ્રશ્ન વિદ્યાર્થીઓમાં ઉઠયો છે.

 

 

એન્જિનિયરીંગ કે મેડિકલના બદલે પ્યોર સાયન્સ માટે વિદ્યાર્થીઓમાં વધતો જતો ક્રેઝ
ધોરણ-૧૨ સાયન્સમાં ૯૪ ટકા હોવા છતાં એક સ્ટુડન્ટે બી.એસસી.માં એડમિશન લીધું ઃ બી.ડી.એસ.નું એક વર્ષ પૂર્ણ કર્યા બાદ અન્ય એક સ્ટુડન્ટ પણ સાયન્સ કોલેજના સ્ટુડન્ટ બન્યા
ભાવનગર, સોમવાર
ધોરણ-૧૨ સાયન્સમાં ઉચ્ચ ગુણાંકથી ઉત્તિર્ણ થતા વિદ્યાર્થીઓ સામાન્ય રીતે એન્જિનિયરીંગ કે મેડિકલ લાઈનમાં કારકિર્દી ઘડવાનું સ્વપ્ન નિહાળતા હોય છે. પરંતુ આ ટ્રેન્ડમાં હવે બદલાવ આવી રહ્યો છે.
હવે મેડિકલ કે એન્જિનિયરીંગના બદલે વિજ્ઞાાન પ્રવાહના વિદ્યાર્થીઓમાં હવે પ્યોર સાયન્સ માટે ક્રેઝ વધતો જાય છે. જેમાં ધોરણ-૧૨ સાયન્સમાં ૯૪ ટકા ગુણ મેળવનાર એક સ્ટુડન્ટે ભાવનગરના સર પી.પી. ઈન્સ્ટીટયૂટ ઓફ સાયન્સમાં બી.એસસી.માં એડમિશન લીધું છે. એ જ પ્રકારે બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (બી.ડી.એસ.)માં અભ્યાસ કરતા એક સ્ટુડન્ટે ડેન્ટલનું પ્રથમ વર્ષ પૂર્ણ કર્યા બાદ સર પી.પી. ઈન્સ્ટીટયૂટ ઓફ સાયન્સમાં પ્રવેશ મેળવ્યો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved