Last Update : 14-August-2012, Tuesday

 

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનો ત્રીજો મુદ્દો કર્મચારીઓ અંગે
યુવાનોનું શોષણ કરતી ફિક્સ પગાર યોજના બંધ, પુરો પગાર ચૂકવાશે

ઝડપી ન્યાય માટે ગુજરાત એડમિનિસ્ટ્રેટીવ ટ્રિબ્યુનલ રચાશે નિવૃત્તો માટે પ્રવાસ ધામોમાં વિશ્રામ ગૃહો ઃ મોઢવાડિયા

અમદાવાદ, સોમવાર
કોંગ્રેસ પક્ષ દ્વારા આજે ચૂંટણી ઢંઢેરાનો ત્રીજો મુદ્દો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આપવાના લાભો અંગે જાહેર કર્યો હતો. કર્મચારીને અન્યાય થાય તો કોર્ટ કાર્યવાહીમાં ખર્ચ કરવો ન પડે તે માટે કેન્દ્રના સેન્ટ્રલ એડમીનીસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલ (CAT) ના ધોરણે ગુજરાત એડમીનીસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલ (GAT) ની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત કર્મચારીઓ અને પેન્શનરોને પાંચમાં અને છઠ્ઠા પગાર પંચની જાહેરાત મુજબના તમામ અધિકારો આપવામાં આવશે.
પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ૨૦ ટકા કાપ પછી પણ ૧૦ લાખ સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ અને સાડા છ લાખ નિવૃત કર્મચારીઓ છે. ભાજપ સરકારે ફીક્સ પગાર, આઉટ સોર્સીંગ, પાંચમાં અને છઠ્ઠા પગારપંચના અમલમાં કરેલા અન્યાયો, ભરતી, બઢતી અને નિવૃત્તિમાં કરાતો વિલંબ અને અન્યાય સામે કોંગ્રેસની સરકાર જો સત્તા પર આવશે તો તેમની તમામ વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે ઉદ્યોગપતિઓને લાભ આપવા મોદી સરકારની ઉદારતા ગજા બહારની હોય છે. પરંતુ કર્મચારીઓને તેમના હક્કના લાભ આપવામાં આવતાં નથી. ફીક્સ પગાર અને સહાયક કર્મચારીનું શોષણ કરવામાં આવે છે.
યુવાન કર્મચારીની સામાજીક જવાબદારી વધુ હોય છે ત્યારે તેને ઓછું-નજીવું વેતન આપવામાં આવતા યુવાનો સામાજીક જવાબદારી અદા કરવામાં નિષ્ફળ રહે એવી સરકારની નીતિ છે. આવા પાંચ લાખ કર્મચારીઓને કોંગ્રેસ સત્તામાં આવતા પુરૃ વેતન ચૂકવશે. કોંગ્રેસની સરકાર સમાન કામ માટે સમાન વેતનનો બંધારણીય અધિકારનો અમલ કરશે.
પાંચમાં અને છઠ્ઠા પગાર પંચની તમામ વિસંગતતાઓ દૂર કરવામાં આવશે. ગુજરાતના પ્રવાસધામો ઉપર નિવૃત કર્મચારીના પરિવાર માટે ખાસ વિશ્રામગૃહો ઉભા કરશે.
તેમણે જણાવ્યું હતું કે મોદી સરકારે કલેક્ટર, ડી.એસ.પી. અને ઉચ્ચ અધિકારીઓને ઈવન્ટ મેનેજર બનાવી દેવાયા છે, તેમાંથી તેમને મુક્ત કરી માત્ર પ્રજાલક્ષી સરકારી ફરજ જ સોંપવામાં આવશે.
વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક માનસિક રોગ ''મેગ્લો મેનિયા''થી પીડાય છે. આ રોગી સતત પોતાના ફોટા જોયા કરે, પોતાનું નામ લખ્યા કરે અને વારંવાર અરીસામાં જોયા કરે. આવા રોગથી પીડાતા મોદીએ વિલાસરાવ દેશમુખ માટે લીવરની વ્યવસ્થા કરવા અંગેની પણ જાહેરાત કરી. અન્ય તમામ રાજ્યોએ મોદીની પહેલા તેમના વિભાગોને સુચના આપી હતી. કારણ કે આ એક માનવતાનું કાર્ય હતું. પરંતુ મેગ્લો મેનિયાથી પીડાતા મોદીએ સહુથી છેલ્લે સુચના આપી અને તેને પણ ગાઈ વગાડી.
ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકારમાં આવતાં કર્મચારીઓને એલ.ટી.સી. યોજના અગાઉ કોંગ્રેસના શાસનમાં જે પ્રકારે હતી તે મુળ સ્વરૃપ ફરી ચાલુ કરશે.
તેમણે જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં કોઈ અધિકારીને પ્રમોશન માટે મુખ્યમંત્રીના પગ પકડવા જવું નહીં પડે. નિયમ અને ક્રમ મુજબ પ્રમોશન આપોઆપ મળે એવી વ્યવસ્થા ગોઠવીશું.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ અમારી લોભામણી જાહેરાત નથી. સાથે બેસીને કરેલું હોમવર્ક છે. ૧૦ વર્ષમાં કર્મચારીઓએ અમારી સમક્ષ ઠાલવેલી તેમની લાગણીઓનો પડઘો છે. ''ઘરનું ઘર'' મુદ્દાને પ્રજાનો કલ્પના બહારનો પ્રતિસાદ સાંપડયો છે.

કર્મચારી માટે કોંગ્રેસની જાહેરાત
* રાજ્યના ૧૦ લાખ સેવારત સરકારી અને ૬ લાખ સેવા નિવૃત્ત કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો સંપૂર્ણ લાભ.
* પાંચ લાખ સહાયક, ફીક્સ પગર, પાર્ટટાઇમ યુવાન કર્મચારીઓનું શોષણ બંધ, ખાસ પગારધોરણ.
* પાંચમા અને છઠ્ઠા પગારપંચની વિસંગતતા દૂર કરાશે.
* કર્મચારીઓની વ્યક્તિગત ફરિયાદોના નિરાકરણ માટે કેન્દ્રની (CAT) ના ધોરણે ગુજરાત એડમિનિસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલ (GAT) .
* કર્મચારીઓની ભરતી ઝડપી બનાવવા ગૌણ સેવા પસંદગી મંડળ તથા જાહેર સેવા આયોગમાં આમૂલ પરિવર્તન.
* સરકારી કર્મચારીઓનો મેળા, ઉત્સવો તથા મુખ્યમંત્રીની પ્રસિદ્ધિમાં દુરૃપયોગ બંધ
* નિવૃત્ત કર્મચારીઓ માટે મોટાં પ્રવાસધામો ઉપર ખાસ વિશ્રામગૃહો.
* રહેમરાહે નોકરીનો વિકલ્પ ફરી શરુ કરાશે.
* આંગણવાડી, મધ્યાહન ભોજન યોજના, આશા વર્કર બહેનો સહિતના કર્મચારીઓને કેન્દ્ર સરકારના વેતન ઉપરાંત વધારાનું રાજ્ય સરકારનું વેતન.
* મહાનગરપાલિકા- નગરપાલિકાના કર્મચારીઓ માટેનું નવું વૈજ્ઞાાનિક માળખું.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved