Last Update : 14-August-2012, Tuesday

 

પ્રતાપપુરામાં ગાબડું પડતાં વિશ્વામિત્રીમાં પૂરનો ભય

૨૦ ફુટ સપાટી થતાં સ્થળાંતર શરૃ થશે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
આજવા સરોવરના ઉપરવાસ પ્રતાપપુરા સરોવરમાં ગાબડું પડતાં તેનું પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાતા વડોદરામાં પૂરનો ભય ઉભો થયો છે. મોડી રાત સુધીમાં વિશ્વામિત્રીની સપાટી આશરે ૨૫ ફુટે પહોંચે તેવી સંભાવના છે. પૂરના ભયને પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
પ્રપાતપુરા સરોવરનું ઝીરો લેવલ ૨૨૦ ફુટનું છે અને મોડી સાંજે તેમાં ૨૨૯ ફુટ પાણીનું સ્તર હતું. પ્રતાપપુરાની ભયજનક સપાટી ૨૩૧ ફુટની છે. ગાબડું પડતાં આ સરોવરની આજવા તરફની ફીડરના ત્રણ ગેટ પણ વિશ્વામિત્રી તરફ ખોલી નાખ્યા છે અને પાણી નદીમાં ઠલવાઇ રહ્યું છે. સાંજે ૭ વિશ્વામિત્રીની સપાટી ૧૫.૩ ફુટે પહોંચી ગઇ હતી.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના વર્તુળોએ જણાવ્યું હતું કે નદીની સપાટી ૨૦ ફુટે પહોંચશે ત્યારે નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસી જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વિશ્વામિત્રીની ભયજનક સપાટી ૨૪ ફુટથી ગણાય છે. ૩૦ ફુટ સપાટી થાય એ પછી અલકાપુરીનું ગરનાળુ પણ આવજા માટે બંધ કરી દેવામાં આવે છે.
રાતે આજવાની સપાટી ૨૦૯.૫૦ ફુટ છે અને જ્યાં સુધી પ્રતાપપુરાનું પાણી ખાલી ન થાય ત્યાં સુધી આજવાનું પાણી ૨૧૧ ફુટ સુધી ભરી લેવાશે, તેમ જાણવા મળ્યું છે.

સવારથી ગાબડા પૂરવાનું કામ ચાલુ, પરંતુ ગાબડું પૂરાયું જ નહીં
જરોદ,તા.૧૩
હાલ પ્રતાપપુરા સરોવરમાં પાણીનો ખુબ જ સંગ્રહ છે. ઉપરવાસમાં વરસાદને લીધે પાણીની આવક વધી છે. સવારે નાનુ ગાબડું પડતા પાણી બહાર નીકળતા પ્રતાપપુરા ગામના લોકો ચિંતામાં ડુબી ગયા હતા. બહાર પડેલા ગાબડા ઉપર ધ્યાન આપી અંદરની સાઇડથી ગાબડુ પુરવાનું કામ હાથ ધરવામાં આવ્યુ હતું, પરંતુ બહારની સાઇડથી ગાબડુ ધીરે ધીરે મોટુ થયુ હતું. તે રસ્તો એટલો ખબાર છે કે મટીરીયલ ભરી કોઇ વાહન અંદર આવી શકે તેમ નછી.
રસ્તો સારો હોત તો કામગીરી સરળ બની હોત
ગાબડું ધીરે ધીરે મોટુ થતાં પ્રતાપપુરા ગામ અને બોડીન્દ્રા ગામ ખાલી કરાવવા વાહનોની વ્યવસ્થા કરી કરી ગામ ખાલી કરાવવા તૈયારી કરી છે. જો રસ્તો સારો હોત તો આ ગાબડુ પુરવામાં કોઇ તકલીફ ના પડી હોત. આજરોજ અધિકારીઓ પણ ત્રણથી ચાર કિલોમીટર ચાલી ગાબડા સ્થળે આવ્યા હતા. સવારથી આ ગાબડુ પુરવાનું કામ ચાલે છે, પણ ગાબડુ પુરાવવાની જગ્યા મોટુ થતુ જાય છે.

 

 

થોડા મહિના પહેલા ખુલ્લા મુકાયેલા
લાલબાગ ઓવરબ્રીજ પર પણ ગાબડું પડી સળીયા બહાર આવ્યા
વડોદરા,સોમવાર
વડોદરામાં અનરાધાર વરસાદનાં કારણે જાહેરમાર્ગો પર ગાબડાં પડતાં હોય છે પરંતુ થોડા મહિના પહેલાં જ લાલબાગ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો તે બ્રિજ પર પણ મોટું ગાબડું પડી જઈ સળીયા બહાર આવી જતાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોય તેવો આક્ષેપ થયો ચે.
૫૦ કરોડના ખર્ચે બનેલા બ્રીજનો હજી લોકોએ પુરો ઉપયોગ કર્યો નથી અને ગાબડા શરુ થયા
કોર્પોરેશનનાં વિરોધ પક્ષનાં નેતાએ જણાવ્યું હતું કે, રૃા.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ બ્રીજ જેની ગ્રાન્ટ કેન્દ્રની યુ.પી.એ. સરકાર દ્વારા આપવામાં આવી હતી. આ બ્રીજની બનાવટમાં સબ સ્ટાન્ડર્ડ મટીરીયલ અને સીમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ ખોટી ડીઝાઈનના કારણે એ એક્સિડન્ટ ઝોન તરીકે પ્રસ્થાપિત થશે તેવી આગાહી થઈ છે. આ બ્રીજનો પૂર્ણપણે ઉપયોગ થઈ શકતો નથી અને નિર્માણ થયું ત્યારથી આજદિન સુધી અનેકો વાર ગાબડા પડયાં છે અને તેવું જ આજે માંજલપુર તરફ ઉતરતા બ્રીજ ઉપર ગાબડું પડયું. ગાબડું તે એવું પડયું કે સ્ટીલના સળીયા બહાર દેખાય છે.
વિરોધપક્ષે માંગણી કરી છે કે, કન્સલ્ટન્ટ, ઈજારદાર અને અધિકારીઓ ઉપર કડકમાં કડક પગલાં લઈ કાર્યવાહી કરવી જોઈએ. આમાં કચાસ થશે તો ઉગ્ર આંદોલન કરાશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved