Last Update : 14-August-2012, Tuesday

 
ડાકોર-મહુધા રોડ પર
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત

સંબંધિત ખાતા દ્વારા પગલાં ન લેવાતા અરજદારની ગાંધીનગરમાં રજુઆત

નડિયાદ ,તા.૧૩
ડાકોર-મહુધા રોડ પરની ખોદકામ કરાતી સાત લીઝ એક ભૂત પૂર્વ તલાટીએ પોતાની પત્નીના નામે લીધી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે લીઝની માગણી કરતી આ બાબતની ફાઈલમાં જેતે સમયના કલેકટર અને ખાણ- ખનીજ વિભાગના અધિકારી ધ્વારા રિમાર્ક્સ મારવામાં આવેલી છે .જેમાં કાંતિભાઈ સાધુ (જે તે સમયના તલાટી)એ પોતાના પત્ની પુષ્પાબેન પાસેથી છુટાછેડા લીધા હોય તો કોર્ટના કાગલો મંગાવવા જોઈએ તેવો ઉલ્લેખ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ડાકોર-મહુધા રોડ પર ગાયોના વાડા પાસે છેલ્લા ઘણી સમયથી આ સાત લીઝમાંથી ગેરકાયદેસર રીતે બોકસાઈટનું ખોદકામ કરવામાં આવતું હોવના આક્ષેપો થઈ રહ્યા છે. છતાં લીઝમાંથી કરાતો ખોદકામ પ્રત્યે લાગતા-વળગતા સત્તાધીશો આંખ આડા કાન કરીને આ કૌભાંડને છાવરી રહ્યા છે.
ડાકોર નજીક મહુધા રોડ પર ગેરકાયદેસર રીતે બોકકસાઈટનું ખોદકામ કરાતી સાત લીઝ હવે વિવાદના ઘેરમાં છે. કેમ કે નડિયાદ સ્થિત મદદનીશં ભૂસ્તરશાસ્ત્રી (ખાણ- ખનીજ વિભાગ) સહિત લાગતા વળગતા સત્તાધીશોએ કોઈ કડક પગલાં ન ભરતા અરજદાર ધ્વારા ન છુટકે ગાંધીનગર ખાતે વિજીલન્સ કમિશ્નર તથા મુખ્ય મંત્રી કાર્યલય સહિત સંબંધિત સત્તાધીશોના ધ્વારા ખખડાવવાનો વારો આવ્યો છે.
જેમાં એવી ફરિયાદ સહ રજૂઆત કરવામાં આવી છે. કે અગાઉ ડાકોેરમાં રહેતા કાંતિભાઈ રણછોડભાઈ સાધુ ઠાસરા તાલુકા પંચાયતમાં જેતે સમયે તલાટી તરીતે ફરજ બજાવતા હતા. તે સમયે તેઓએ પોતાના પત્ની પુષ્પાબેન કાંતિભાઈ સાધુમાં પુષ્પાબેન હીરાલાલ જોેષીના નામે બોકસાઈટની સાત લીઝ લીધી હતી.
ખાણ- ખનીજ વિભાગમાં આ બાબતે લીઝની માગણી કરતી જે ફાઈલ હતી. તેમાં જે તે સમયના કલેકટર અને ખાણ- ખનીજ વિભાગ ધ્વારા રિમાકર્સ મારવામાં આવી છે. જેમાં કાંતિભાઈ સાધુએ જે તે સમયે જવાબ આપેલ છે કે તેમના પત્ની પુષ્પાબેન પાસેથી છુટાછેડા લીધેલ છે. આ બાબતે કોર્ટના કાગળો મંગાવવા માટે પણ જણાવાયું છે.
આ બાબતે વિજીલન્સ કમિશ્નર સમક્ષ કરાયેલી ફરિયાદમાં એવા ગંભીર આક્ષેપ કરાયો છે કે પુષ્પાબેન હિરાલાલ જોષીના નામે ચાલતી સાત લીઝ રીન્યુ થયેલ નથી. તેમ છતાં છેલ્લા લગભગ પંદર વર્ષથી સરકારી જમીનમાંતી ગેરકાયદેસર ખોદકામ ચાલુ છે. કલેકટરે પણ ઉચ્ચકક્ષો લીઝ નામંજૂર કરવા પત્રી લખી મોકલ્યો છે.
ઉલ્લેખનીય છે કેઉપરોક્ત સ્થળે સાત લીઝમાંથી બોક્સાઈડનું ગેરકાયદેસર ખોદકામ ચાલતું હોવાની વ્યાપક ફરિયાદો લાગતા-વળગતા સત્તાધીશો સમક્ષ કરાઈ છે. છતાં દોષિતો સામે કોઈ કાર્યવાહી ન કરી આખા કૌભાંડને છુટોદોર આપવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં ઉપરોકત સ્થળે સાત લીઝમાં લાખો રૃપિયાનું ગેરકાયદેસર ખોદકામ કરાયું હોવાના પણ આક્ષેપો કરાયા છે. આ બાબતે જવાબદાર કોણ? આ અંગે ઉચ્ચકક્ષાએથી સત્વરે તપાસ કરી કડક પગલાં ભરવાની માંગ ઉગ્ર બની છે.

 

મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી ફોન પર મળ્યા જ નહીં
આ બાબતે નડિયાદ ખાતે સરદાર પટેલ ભવનમાં આવેલી ખાણ અને ખનીજ વિભાગની કચેરીમાં મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી આર.બી.ધુવનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સદર કચેરીના સનિયર કલાકે સાહેબ ગરીબ કલ્યાણ મંથકના કામમાં રોકાયેલા હોવાનું જણાવતા તેઓનો મોબાઈલ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ અધિકારીએ કોઈ અગમ્ય કારણોસર પોતાનો મોબાઈલ રિસીવ કરવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે નડિયાદના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની આવી વર્તણૂંક બાબતે અગાઉ જિલ્લા કલેકટર સમક્ષ પણ રજુઆત કરવામાં આવી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved