Last Update : 14-August-2012, Tuesday

 
સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસુ તદ્દન નિષ્ક્રિય બન્યું

- ચોમાસુ સક્રિય બને તેવી શકયતા નથી

 

 

વડોદરા, પંચમહાલ અને નર્મદા જિલ્લામા એકથી બે ઇંચ વરસાદ

અમદાવાદ,ગુરૃવાર
સૌરાષ્ટ્ર-કચ્છમા ચોમાસુ તદ્દન નિષ્ક્રિય થયું છે.હાલમાં અરબી સમુદ્રમાં કે બંગાળના અખાતમાં કોઇપણ સિસ્ટમ પ્રવર્તતી નથી અને તેથી નજીકના દિવસોમાં ચોમાસુ સક્રિય બને તેવી કોઇ સંભાવના જણાતી નથી. જ્યારે ગુજરાતમા વાતાવરણ તૂટી રહ્યું છે. ભેજનું પ્રમાણ ઘટવા સાથે ગરમીનું પ્રમાણ વધ્યું હતું. બે દિવસ અગાઉ અપર એર સાઇક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડયા બાદ આજે સંપૂર્ણ ઉઘાડ નીકળ્યો હતો અને દિવસ દરમ્યાન અસામાન્ય ગરમી રહી હતી.
હવામાનખાતાના જણાવ્યા મુજબ આજે સવારે સાત વાગે પૂરાં થતાં ૨૪ કલાક દરમ્યાન સૌથી વધુ વરસાદ વડોદરા જિલ્લામાં જેતપુર પાવી ખાતે બે ઇંચ જેટલો પડયો હતો. જ્યારે હાલોલ અને બોડેલીમાં સવા ઇંચ અને સંખેડામાં પા ઇંચ વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાતમાં ડાંગ વાસંદા અને કપરાડામાં પણ પા ઇંચ વરસાદ થયો હતો. આજે દિવસ દરમ્યાન ગુજરાતમાં દ્વારકા, ઓખા, પોરબંદર અને મહુવામાં નહીવત પ્રમાણમાં હળવો વરસાદ થયો હતો અને બાકીના તમામ વિસ્તારો કોરા રહ્યા હતા. ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં આજે દિવસ દરમ્યાન સંપૂર્ણ ઉઘાડ રહ્યો હતો અને તીખો તડકો અનુભવાયો હતો. અમદાવાદ શહેરમાં આજે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૩૪.૫ ડિગ્રી સે.ગ્રે. નોંધાયું હતું. જે સામાન્ય કરતાં ૩ ડિગ્રી વધું હતું. લઘુત્તમ તાપમાન ૨૬.૪ ડિગ્રી સે.ગ્રે. નોંધાયું હતું. જે સામાન્ય કરતાં ૧ ડિગ્રી વધુ હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે સાડા આઠ વાગે ૮૫ ટકા અને સાંજે સાડા પાંચ વાગે ૫૨ ટકા નોંધાયું હતું. હવામાનખાતાની સ્થાનિક આગાહી જણાવે છે કે આવતીકાલે એકાદ બે હળવા ઝાપટાં પડે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થાય તેવી સંભાવના છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved