Last Update : 14-August-2012, Tuesday

 

રામદેવ સાથે મોદીના બે દૂતોની ચૂંટણી સમજૂતી

-કરમસદ એકાંતવાસની ઘટના

 


-ગુજરાતની ચૂંટણીમાં રામદેવ મદદ કરે તેવી ફોર્મ્યુલા

ગાંધીનગર, સોમવાર
દિલ્હીમાં બાબા રામદેવના ઉપવાસ સ્થળની મુલાકાત લઈ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીએ આજે રામદેવના આંદોલનને ભાજપ વતી ખુલ્લેઆમ ટેકો જાહેર કર્યો છે તેની પાછળ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને બાબા રામદેવ વચ્ચે થયેલી સમજુતી કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે. રામદેવ જયારે કરમસદ ખાતે એકાંતવાસ ગાળવા આવ્યા ત્યારે મોદીએ તેમના બે દૂતને મોકલીને બાબા સાથે એકબીજાને સહકાર આપવાના મૌખિક એમઓયુ ફાઈનલ કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગત્ તા.૯મીથી રામદેવ મહારાજે દિલ્હી ખાતે તેમનું ઉપવાસ આંદોલન આરંભ્યું હતું. આ પૂર્વે તા.પ ઓગસ્ટના રોજ રામદેવજીએ સરદાર પટેલની જન્મભૂમિ કરમસદ ખાતે આવીને ત્રણ દિવસ એકાંતવાસમાં રહેવાની જાહેરાત કરી હતી.
સંજય જોષીના મામલે મુખ્યમંત્રી મોદીએ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીને નમતું જોખાવ્યાની ઘટના બાદ બાબા રામદેવને મોદીની તાકાતનો અંદાજ આવી ગયો હતો. આથી જો યુપીએ સરકાર સામે આંદોલન કરીને હલ્લાબોલ કરવો હોય અને તેમાં ભાજપનો ટેકો જોઈતો હોય તો નરેન્દ્ર મોદીને સાધવા જરૃરી છે. સામાપક્ષે ગુજરાતની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ અને કેશુભાઈ પટેલના વાવાઝોડા વચ્ચે ટકી રહેવા માટે મુખ્યમંત્રી મોદીને પણ રામદેવનો સહકાર જરૃરી જણાતો હતો.
આથી કરમસદના એકાંતવાસ પહેલા રામદેવ ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે નરેન્દ્ર મોદી સાથે એકથી વધુ વખત મંત્રણા કરી હતી. આ સમયે એક એવી રણનીતિ ઘડવામાં આવી હતી કે રામદેવજી યુપીએ સરકાર સામે આંદોલન કરે તો તેમાં ભાજપ ટેકો આપશે. ભાજપની રાષ્ટ્રીય નેતાગીરી આંદોલનને ખુલ્લો સહકાર આપશે અને તેના માટે મોદી નીતિન ગડકરીને મનાવી લેશે. તેના બદલામાં રામદેવજીએ ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને પાછલા બારણે મદદ કરવાની રહેશે.
દરમિયાનમાં બાબા રામદેવ કરમસદમાં એકાંતવાસ માટે આવ્યા ત્યારે મુખ્યમંત્રીએ તેમના બે વિશ્વાસુ દૂતને રામદેવજીને મળવા મોકલ્યા હતા અને બન્નેએ રામદેવજી સાથેના મોદીના મૌખિક એમઓયુ ફાઈનલ કર્યા હતા.
મોદી તરફથી જે બે દૂતને મળવા મોકલાયા તેમાં સરકારના એક મંત્રી તેમજ સંગઠનના એક હોદ્દેદાર હોવાનું જાણવા મળ્યું છે. આ સમજુતીના ભાગરૃપે જ આજે રામદેવના દિલ્હી ખાતેના ઉપવાસના સ્થળે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીએ રામદેવના દરેક આંદોલનને ભાજપ ટેકો આપશે તેવી ખુલ્લેઆમ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે રામદેવે બે દિવસ પહેલા જ તેમના દિલ્હી ખાતેના ઉપવાસ આંદોલનનું સમાપન કરવાની જાહેરાત કરી હતી. પરંતુ આપોઆપ તેમણે વધુ બે દિવસ ઉપવાસ આંદોલન લંબાવી દીધું હતું અને આજે તેમાં ગડકરીની એન્ટ્રી થઈ હતી.
આ સમજુતીના અન્ય પુરાવા જોઈએ તો ક્રાંતિકારી સંત મુનિ તરૃણસાગરજીના કડવે પ્રવચનના કાર્યક્રમમાં રામદેવે મોદી શાસનના પેટ ભરીને વખાણ કર્યા હતા. હવે આ સમજુતી આગળ ઉપર કેટલું ચાલે છે તે જોવું રહ્યું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved