Last Update : 14-August-2012, Tuesday

 

શ્રાવણના છેલ્લા સોમવારે અમદાવાદીઓએ વરસાદને હરખથી માણ્યો
રાતથી બપોર સુધી વરસાદની મોજ મેગાસિટીની રફતાર મંદ પડી ગઈ

શાળા-કોલેજો અને ઓફિસોમાં પાંખી હાજરીઃ બપોર પછી માર્ગો ઉપર ચહલપહલ વધીઃ રેઈનકોટ, છત્રીની માર્કેટ મોડેથી ખૂલી

અમદાવાદ, સોમવાર
આખો અષાઢ કોરો ગયો ને શ્રાવણમાં સરવડીયા એટલે કે હળવા વરસાદથી આ ચોમાસું સાવ નબળું જવાની વેદના વચ્ચે અમદાવાદીઓ મેઘરાજાને આગમન માટે વિનવી રહ્યાં હતાં. શ્રાવણ મહીનાની પૂર્ણતા આડે ચાર-પાંચ દિવસ જ બાકી હતા ત્યાં શુક્રવારથી શરૃ થયેલો ધીમીધારનો વરસાદ રવિવાર રાતથી સોમવાર બપોર સુધી મન મુકીને વરસ્યો હતો. અઢી દિવસમાં પાંચ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં અમદાવાદીઓના તૃષાતુર મનને જાણે ટાઢક વળી છે. ખાસ કરીને રવિવાર રાતથી સોમવાર બપોર સુધીના વરસાદની મોજ અમદાવાદીઓએ માણી હતી. આજે સવારથી મેગાસિટીની રફતાર મંદ પડી ગઈ હતી. પણ, સમય સાચવતા હોય તેમ મેઘરાજાએ વરસવાનું બંધ કરતાં સપ્તાહના પહેલા દિવસ, સોમવાર બપોર પછીથી અમદાવાદના માર્ગો ઉપર ફરી તેજ રફતાર જોવા મળી હતી.
ગુજરાતી મહીનાઓ મુજબ અષાઢમાં મેઘમલ્હાર, શ્રાવણમાં છૂટાછવાયા ઝાપટાં અને ભાદરવામાં ચોમાસુ વિદાય લે. પણ, આ વર્ષે અષાઢ કોરો ગયો ને દુષ્કાળની સ્થિતિ નિર્માણ પામે તેવો ભય સર્જાયો તેટલી હદે ઓછા વરસાદથી ચિંતા સર્જાઈ હતી. મોસમમાં કુલ સરેરાશ ૩૦ ઈંચ જેટલો વરસાદ વરસે છે. પણ, ચાર દિવસ પહેલાં અમદાવાદમાં માંડ અઢીથી ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. પણ, શુક્રવારથી મેઘાડંબર અને છૂટાછવાયા વરસાદ વચ્ચે સારા વરસાદની આશા જાગી હતી. શનિવાર અને રવિવારે દિવસભર છૂટાછવાયા ઝાપટાં પછી રવિવાર રાતથી વરસાદ બરાબર જામ્યો હતો. રાતભર હળવા-ભારે ઝાપટાં બાદ આજે વહેલી સવારે ધોધમાર વરસાદ જામ્યો હતો. સવારે સ્કૂલોમાં જવાના સમયે જ ભારે વરસાદથી શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી રહી હતી. મોટાભાગની શાળાઓમાં ૬૦ ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અમુક શાળાઓએ રીસેસમાં જ વિદ્યાર્થીઓને છોડી મુક્યા હતા. તો, બપોરે ૧૨ વાગ્યાથી ભારે વરસાદથી બપોરની શિફ્ટમાં અનેક શાળાઓએ રજા જાહેર કરી હતી.
સવારથી વરસાદી માહોલ અને મેઘાડંબરના કારણે ખાનગી, અર્ધસરકારી અને સરકારી ઓફીસોમાં પાંખી હાજરી જોવા મળી હતી. જન્માષ્ટમીના પર્વમાં શુક્રવારથી રવિવારની ત્રણ દિવસની રજા પછી સોમવારે મેઘાવી માહોલથી રજા જેવું વાતાવરણ સર્જાયું હતું. સવારથી હળવા-ભારે ઝાપટાં વચ્ચે બપોરે ૧૨ વાગ્યાથી મેઘરાજાનો અસ્સલ મિજાજ જોવા મળ્યો હતો. અરસામાં એક કલાક સુધી ધોધમાર વરસાદથી શહેરના માર્ગો ઉપર પાણી ભરાયા હતા. બપોરે બે વાગ્યાથી વરસાદે વિરામ લીધો. પણ, અઢી દિવસમાં અમદાવાદીઓના મનને તરબતર કરી દે તેવા સિઝનના પહેલા સારા વરસાદથી મોસમનો કુલ વરસાદ ૧૦ ઈંચ થયો છે. અમદાવાદીઓ લાંબા ઈન્તેજાર બાદ મેઘરાજાની મોજીલી પધરામણીને મન મુકીને માણી હતી. બપોરે બે વાગ્યાથી વરસાદે વિરામ લીધો છે. પણ, મેગાસિટીના માનવી તકલીફો સહન કરવાની તૈયારી સાથે મેઘરાજાને વધુ વરસવા વિનવી રહ્યાં છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved