Last Update : 14-August-2012, Tuesday

 

બે દિવસના વરસાદમાં મ્યુનિ.નો એકશન પ્લાન ધોવાઈ ગયો
અમદાવાદના ૫૫ રોડ પર પાણી ફરી વળ્યાં ઃ ટ્રાફિક ડાઇવર્ટ કરાયો

છ અન્ડરપાસ બંધ કરવા પડયા ઃ ડ્રેનેજ વર્ક પાછળ ૭૦૦ કરોડ ખર્ચાયા છતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં

અમદાવાદ, સોમવાર
અમદાવાદમાં તા. ૧૨મીએ ૩ ઇંચ, ૧૨મીથી ૧૩મીની સવાર સુધીમાં ૨ ઇંચ અને બપોરે ૧૨ થી ૨માં ધોધમાર પડેલા ૨ ઇંચ વરસાદે મ્યુનિ.ના પ્રિમોન્સુન એકશન પ્લાનની પોલ ખોલીને મુકી દીધી હતી. શહેરના ૫૫ જેટલાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. અડધો ડઝન અન્ડરપાસને અવર-જવર માટે બંધ કરી દેવા પડયા હતાં. જયારે ગઈકાલના ૨૨ અને આજના ૪૨ મળીને કુલ ૬૪ જેટલા વૃક્ષો ઉથળી પડયા હતા. જયારે ભયજનક મકાનની વધુ ૪ ફરિયાદો ઉઠી છે. રસ્તાઓ પર પાણી ભરાતા ઠેરે ઠેર ટ્રાફિક જામ અને વાહનો ખોટવાઈ જવાના બનાવો જોવા મળ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસથી સતત ચાલુ રહેલા વરસાદના કારણે પાણી ભરાઈ જતાં (૧) અખબારનગર (૨) કુબેરનગર (૩) પરિમલ ગાર્ડન (૪) મીઠાખળી (૫) સૈજપુર (૬) નિર્ણયનગર સહિત મોટા ભાગના અન્ડરપાસને અવર જવર માટે બંધ કરી દેવા પડયા હતાં. જયારે સરદાર પટેલ સ્ટેડિયમની પાછળ રેલવે લાઇનની સમાંતર જતો રોડ, દક્ષિણ વિસ્તારમાં પુનિતનગર રેલવે ક્રોસીંગથી શ્રી દેવીમા સાયકલ સુધીનો તેમ જ ભૈરવનાથથી મિલ્લત નગરનો રોડ અને ઉત્તર ઝોન બે રોડ સહિતના માર્ગો અવર જવર માટે બંધ કરવા પડયા હતાં. એએમટીએસ અને બીઆરટીએસની બસોને પણ કેટલીક જગ્યાએ ડાયવર્ટ કરવી પડી હતી. ૫૫ જગ્યાએ રોડ પર પાણી ભરાતા કેચપીટો, મેનહોલ, નીકો સાફ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ટાગોર હોલ કંટ્રોલ રૃમ ખાતે આજે સવારના ત્રણ ડેપ્યુટી કમિશનરોને એન્જિનિયરોની સાથે કામે લગાડાયા હતા. અન્ડરપાસના પાણીને ઉલેચવા પંપો મુકવા પડયા હતા. બીજી તરફ પશ્ચિમ વિસ્તારમાં નહેરૃનગરથી આંબાવાડીનો રોડ, પરિમલ ગાર્ડન, તમામ અન્ડરપાસમાં પાણી ભરાયા હતા. ઉત્તર વિસ્તારમાં ઇન્ડિયા કોલોની, જયોતિ જાગૃતિ સોસાયટી, ઉત્તર ઝોનની મેમકો કચેરીનું ભોંયરૃ, હિરાવાડી, રતનબા વિદ્યાલય, સૈજપુર ટાવર પાસે ગામમાં, શારદાબહેન હોસ્પિટલ, ત્રિકમલાલનું ચોકઠું, અરવીંદ મીલ, અનિલ સ્ટાર્ચ, પોટલિયા ચાર રસ્તા, હરિભાઈ ગોદાણીનું દવાખાનું, બાપુનગરમાં રાજીવ પાર્ક, વૈશાલી ફલેટ નજીક, નવા નિકોલ વિસ્તારમાં નિકોલ ગામ, બાપા સિતારામ ચોક, શુકન ચાર રસ્તા, સેન્ટ મેરી સ્કૂલ, એસ.ટી. વર્કશોપ, ૧૩૭નું છેલ્લું સ્ટેન્ડ વગેરે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત અમરાઇવાડીમાં ૧૩૨ ફુટના રોડ નજીક, ગોમતીપુર વગેરે વિસ્તારોમાં પાી ભરાવવાની ફરિયાદો ઉભી થવા પામી છે. એ જ રીતે ચામુંડા બ્રિજ, કેન્સર હોસ્પિટલ પાછળ અમદુપુરામાં પણ પાણી ભરાયા હતા. બોપલમાં પણ પાણી ભરાવા ઉપરાંત બે સ્થળે ભૂવાની ફરિયાદ ઉભી થવા પામી છે.
બીજી તરફ અડધો રોડ પાણીમાં રોકાઇ જતા અને વાહનો ખોટવાતા બપોરના ગાળામાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો નજરે પડતા હતા. પરિમલ ચાર રસ્તા પાસે પોલિસ જ નહીં હોવાથી ૩ વાગ્યાના સુમારે ટ્રાફિક ચારે તરફ અટવાઇ ગયો હતો. આશ્રમ રોડ પર ટાઉનહોલથી નહેરૃબ્રિજના છેડાં સુધી વાહનોની લાઇનો લાગી ગઇ હતી. એમાંય એલિસબ્રીજ પોલીસ સ્ટેશન સામે એક તરફ પતરાં બાંધવાથી સાંકડા થઇ ગયેલા રસ્તા પર કોઇ જેસીબી પાર્ક કરીને જતું રહ્યું હતું. પાલડી રસ્તા પર સરખેજ તરફથી આવતા માર્ગમાં વાહનોની ભીડ જામી હતી. આવી જ સ્થિતિ મોટા ભાગના ચાર રસ્તાઓની હતી. એાંય અન્ડર પાસ બંધ થતાં રહ્યા સહ્યા માર્ગો પર દબાણ વધી ગયું હતું. કેટલાય વાહનો બગડતા પણ પાછળ લાઇનો લાગી હતી. ૂબીજી તરફ મ્યુનિ. તંત્ર દ્વારા ૨૪ કલાકના ૨૧ કંટ્રોલ રૃમ ચાલુ કરવામાં આવ્યા છે. ભયજનક જગ્યાઓ પર આડા બેરલ મુકવાની કામગીરી હાથ ધરાઈ છે. જયારે તમામ પંપીંગ સ્ટેશનને પુરેપુરી ક્ષમતા સાથે ચલાવી ૩૩૩૩ લાખ ગેલન પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ ચાલુ છે. ૧૯ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પંપીંગ સ્ટેશન દ્વારા ૪૬૬ લાખ ગેલન પાણીનો નીકાલ કરાયો છે. જયારે વિપક્ષના નેતાએ એવો આક્ષેપ કર્યો છે કે છેલ્લા પાંચ વર્ષમાં ગટર અને સ્ટ્રોમ વોટર ગટર પાણી મ્યુનિ. એ જેએનએનયુઆર એમની આર્થિક સહાય ૭૦૦ કરોડથી વધુ રકમ ખર્ચી છે. આમ છતાં ઠેર ઠેર પાણી ભરાઇ જવાની ઘટના દુઃખ છે. ગટરના કામમાં મોટા ભ્રષ્ટાચારના કોંગ્રેસે કરેલા આક્ષેપો આ બાબતથી પુરવાર થાય છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved