Last Update : 14-August-2012, Tuesday

 

નવસારી:NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી

-પત્નીને વિદેશ લઇ જવા

 


-પત્નીએ ફરીયાદ નોંધાવી

નવસારી, સોમવાર
નવસારી મહિલા પોલીસમાં આજરોજ બે અલગ અલગ નોંધાયેલી ફરિયાદમાં એક દશક પહેલાં ભાગી જઇને પ્રેમલગ્ન કરનાર, અને હવે પારકી સ્ત્રીના પ્રેમમાં આંધળા બની જઇ બળ જબરીથી પત્ની પાસેથી છુટાછેડા લેવા ત્રાસ આપતાં પતિ વિરૃધ્ધ ભોગ બનનારી પત્નીએ ફરીયાદ નોંધાવી હતી. જ્યારે બીજા બનાવમાં લગ્નનાં પાંચ વર્ષ વીતી ગયા બાદ વિદેશ લઇ જવા માટે રૃ।.૧૦ લાખની માંગણી કરતાં એન.આર.આઇ. પતિ સહીત ચાર સાસરીયા વિરૃધ્ધ ભોગ બનેલી પરિણીતાએ પોલીસમાં દાદ માંગી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નવસારીનાં સિંન્ધીકેમ્પ રોડ પર આવેલાં સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં રહેતી હેમા (ઉ.વ.૩૪) અને તેનાં જ મોહલ્લામાં રહેતા આશિષ ઇશ્વર રાઠોડ સાથે પ્રેમ થતાં બંન્નેએ ૧૦ વર્ષ પહેલાં ભાગી જઇને પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નનાં બે વર્ષ બાદ બંન્નેને મિતલ (ઉ.વ.૮) નામનો પુત્ર થયો હતો. લગ્નનાં થોડો સમય બાદ જ હેમાને તેની સાસુ-જશુબેન અને સસરા ઇશ્વરભાઇ નાની-નાની બાબતે મેણા ટોણા મારતા હતા. અને આશિષની ચઢામણી કરતા હતા. દરમ્યાન રંગીન મિજાજનો આશિષ છેલ્લાં ત્રણ વર્ષથી પારકી સ્ત્રીનાં પ્રેમમાં આંધળો બનીને પોતાની પત્ની હેમાને છુટાછેડા આપવા દબાણ કરવા લાગ્યો હતો. તથા હેમાએ તેમ કરવાની ના પાડતાં તેને દારૃપીને મારઝુડ કરી કોરા સ્ટેમ્પ પેપર પર સહી કરવાની બળ જબરી કરતાં હેમા પોતાનાં પુત્ર સાથે વિધવા માતાના ઘરે આવી હતી. તથા આજરોજ પતિ અને સાસુ-સસરા સામે ફરીયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં નવસારીનાં દરગાહ રોડ પર રહેતી કિર્તિબેન (ઉ.વ.૪૦)નાં લગ્ન પાંચ વર્ષ અગાઉ તા.૨૪-૦૫-૨૦૦૭માં વિદેશમાં નોકરી કરતાં દિપક ઉર્ફે મહેશ નાનુભાઇ ટેલર (રહે.પનામા યુ.કે.) સાથે જલાલપોર સ્થિત ગૌરીશંકર મોહલ્લામાં આવેલા એક મંદિરમાં સપ્તપદીથી થયા હતા. તારી ફાઇલ તૈયાર થાય એટલે તને વિદેશમાં બોલાવીશું એવું આશ્વાસન પતિ દિપક, સાસુ ભાનુબેન ઉર્ફે રતનબેન નાનુભાઇ ટેલર નંણદ ગીતાબેન સુરેશચંદ્ર ટેલર, અને નંણદોઇ સુરેશચંદ્ર ટેલરે આપ્યુ હતું. પરંતુ સમય વીતતો જવા છતાં કિર્તિબેનને એન.આર.આઇ. પતિ અને સાસરીયા તેને યુ.કે લઇ જવા માટે કોઇને કોઇ બહાના બતાવતા હતા. લગ્નબાદ કિર્તિબેન સાસરીયાનાં પાંચહાટડી સ્થિત પંચમુખી એપાર્ટમેન્ટ, નવસારી ખાતે રહેતા હતા. ત્યાં તેની સાસુ નણંદ નણંદોઇ દર વર્ષે આવીને રહેતા હતા. ૨૦૦૯માં કિર્તિએ તેનાં પતિ અને સાસરીયાઓને કહ્યુ કે બીજા તો તરત જ લગ્નબાદ વિદેશ પત્નીને લઇ જાય છે. તમે મને કેમ લઇ જતા નથી. ત્યારે તેનાં પતિ અને સાસરીયાઓએ તેને કહ્યુ કે તારે વિદેશમાં આવીને રહેવુ હોય તો તારાં પિયરમાંથી ૧૦ લાખ રૃપિયા લઇ આવજે નહીંતર મારા જેવા એન.આર.આઇ. સાથે લગ્ન કરવા ૧૦-૧૫ યુવતીતો અત્યારે પણ તૈયાર છે. આમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો. અને જણાવ્યુ હતુ કે આ મકાન અમારૃં છે. તે ખાલી કરી દે અને ડાયવોર્સ પેપર પર સી કરી દે નહીંતર જીવતી સળગાવી દઇશું આમ ધમકી આપતાં ભોગ બનેલી પરિણીતાએ શારિરીક માનસિક ત્રાસ અને દહેજની ફરીયાદ નોંધાવતા પોલીસે બંન્ને કેસમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved