Last Update : 14-August-2012, Tuesday

 

અંધકારને પડકારતા પ્રજ્ઞાચક્ષુ પતિ-પત્ની

-અંધારાને અજવાળું દેખાતું નથી સુખનું સરનામું ક્યાં શોધવું!

 


-'પાછા આપવાની તાકાત હોય તો કોઈ ઉછીના આપે ને?' ઃ રાજુભાઇ

નહાતા નહાતા આંખમાં સાબુ જતો રહે ને એ જ ટાઇમે નળમાં પાણી આવતું બંધ થઇ જાય ત્યારે માણસ અકળાઇ ઊઠે છે, મોડી રાત્રે ઉઠીને લાઇટ કરવા જતા અંધારામાં ટેબલ સાથે ભટકાઇ જાય તો ય ગભરાઇ જાય છે ને ભરબપોરે ભૂલથી સૂરજ સામે જોવાઇ જતા આંખોમાં અંધારું છવાઇ જાય તો ય માણસ બેબાકળો બની જાય છે. આવો ક્ષણિક અંધકાર પણ માણસને અકળાવી મૂકે છે ત્યારે બાળપણથી જ આંખો ગુમાવી ચૂકેલા પતિ-પત્ની રાજુભાઇ અને ગંગાબેન વર્ષોથી અંધારામાં જ આયખું પસાર કરી રહ્યા છે ને એ પણ એકલા! દક્ષિણ ભારતીય રાજુભાઇ નાયર અને સુરેન્દ્રનગરનાં ગંગાબેન પઢોરિયા એક જમાનામાં સગા-વહાલાંની હાજરીમાં વિધિસર પરણ્યા હતા પણ કોણ જાણે એ પછીનું એમનું જીવન એમના પોતિકા કહેવાય એવા જ લોકોએ પીંખી નાખ્યું. કોઇ અજાણી નેત્રહિન વ્યક્તિને જોઇને પણ લોકોને અનુકંપા થતી હોય છે પણ આ દંપતીને તો પારકાએ નહીં, પોતાનાએ જ એટલા પજવ્યા છે કે વાત ન પૂછો.
માંડીને વાત કરીએ તો, ૧૯૫૦માં જન્મેલા રાજુભાઇ ૬ વર્ષની વયે જ શીતળાની બીમારીનો ભોગ બન્યા. પિતાએ ખૂબ ખર્ચ કર્યો પણ જતી રહેલી દ્રષ્ટિ પાછી ન આવી. આમ રાજુભાઇનાં જીવનમાં કુમળી વયે જ અંધારું છવાઇ ગયું. જોકે તોય એમણે અભ્યાસ ચાલુ કર્યો ને એસએસસી થયા. ત્યારપછી જ્યુપિટર મિલમાં નોકરી મળી. ખાસ્સાં ૧૩ વર્ષ એમણે કામ કર્યું પણ એ ગાળામાં મિલો માંદી પડતા ઘણો બધો સ્ટાફ છૂટો કરી દેવાયો. રાજુભાઇ પાસે લાલ પાસ નહોતો એટલે એમને ય છૂટા કરી દેવાયા. એ વખતે લાલ પાસવાળો કામદાર સુરક્ષિત ગણાતો. રાજુભાઇ હતાશ થઇ ગયા. હવે શું કરવું એ વિચારીને દિવસો પસાર કરતા હતા. મિલમાંથી ૨૫ હજાર ફંડ આવ્યું હતું પણ એ વખતે એ જ્યાં રહેતા હતા તે ઘર સાવ જર્જરિત હોવાથી રિપેરિંગ કરાવવામાં વપરાઇ ગયા.
જોકે જીવન ગુજારવા કંઇક ને કંઇક કામ કરતા રહ્યા. એ લાકડી લઇને ચાલતા ચાલતા બસ સ્ટેન્ડ જતા ને પછી બસમાં બેસી કામ પર જતા. એક દિવસ બસમાં અંધ કન્યા શાળાના એક ઓળખીતા બહેને એમને કહ્યું, 'ક્યાં સુધી કુંવારા રહેશો? તમારે લાયક યુવતી સાથે લગ્ન કરી લો.' રાજુભાઇએ કહ્યું, 'બેન, હજી ખાસ કંઇ કમાતો નથી, થોડીક આવક વધવા દો.'
એ બહેન ગંગાબેનને ઓળખતા હતા એટલે રાજુભાઇ અને ગંગાબેન વિશે વિચારતા હતા ને અંતે એમની ઈચ્છા ફળી. રાજુભાઇ ને ગંગાબેન લગ્ન કરવા તૈયાર થઇ ગયા. લગ્નની કંકોતરી છપાવાઇ ને નારણપુરાની સિંધી હાઇસ્કૂલમાં સગા-સંબંધીઓની ઉપસ્થિતિમાં બંને લગ્નગ્રંથીથી જોડાયા.
રાજુભાઇને એમનાથી નાના ચાર ભાઇ હતા ને એમાં જે મોટો હતો તે પણ લગ્નમાં આવ્યો હતો પણ એમને ને બીજા બધાને રાજુભાઇ આંતરજ્ઞાાતીય લગ્ન કરે તે પસંદ નહોતું. એથી છ મહિનામાં જ રાજુભાઇ એ ભાઇની મદદથી જે ઘરમાં રહેતા હતા એ ઘર છોડવું પડયું.
૧૯૮૨માં બીજા ભાઇએ એક મકાન લીધું હતું જેમાં ૧૯૮૫માં બંને રહેવા આવ્યા. કોઇ જ સગવડ નહોતી છતાં છતવિહોણા પતિ-પત્ની માટે એ જ આશરો હતો. એ અગાઉ ૧૯૮૨માં એમને ઘેર પારણું બંધાયું ને બંને એક દીકરીના મા-બાપ બની ચૂક્યા હતા. ખુશીઓનો કોઇ પાર નહોતો. ગંગાબેન એ વખતે મ્યુઝિક ટીચર તરીકે કામ કરતા હતા ને રાજુભાઇ પણ થોડું ઘણું કમાઇ લાવતા હતા એટલે ઘરનો ગુજારો ગમે તેમ કરીને ચાલતો હતો.
તંગી અને તકલીફો ઘણી હતી પણ ઘરમાં દીકરી હોવાથી બંને સઘળું દુઃખ ભૂલીને એને વહાલથી ઉછેરતા હતા. ધીમેધીમે દીકરી મોટી થવા લાગી. એટલે ભણવા મૂકી. માબાપ પોતે એસએસસી હતા પણ દીકરી વધુ ભણે એવું ઈચ્છતા હતા એટલે એને ભણવા દીધી. પિતાએ ધક્કા ખાઇખાઇને ડોનેશન લાવી ઈંગ્લિશ મિડીયમમાં એને બી.કોમ. કરાવ્યું. એ સાથે દીકરી કમ્પ્યુટર પણ શીખી.
સમય જતા દીકરી ભણીગણીને તૈયાર થઇ ને સદનસીબે એને નોકરી પણ મળી ગઇ. રાજુભાઇ એ વખતે અંધજનો માટે ખોલવામાં આવેલી પબ્લિક ટેલીફોનની કેબિન ચલાવતા હતા પણ ૨૦૦૧ થી એમનો વકરો સતત ઘટતો ગયો ને થોડા સમયમાં કેબિન પણ બંધ કરવી પડી. મોબાઇલ આવતા પીસીઓનું મહત્વ ઘટી ગયું. આધુનિક ટેકનોલોજીએ એમની રોજી છીનવી લીધી. લોકોની સગવડ એમના માટે અગવડ બની ગઇ! આવા કપરા સમયે એક આશરો દીકરીનો હતો. રાજુભાઇની આવક બંધ થઇ હતી પણ સામે દીકરીને નોકરી મળી હતી. બધું સરભર થઇ જાય તેવા સંજોગો હતા ત્યાં રાજુભાઇ અને ગંગાબેનના જીવનમાં ફરી એક નાજુક વળાંક આવ્યો. એમની દીકરી માટે એક યુવકનું માગુ આવ્યું. યુવકના પિતા રાજુભાઇની જેમ નાયર હતા ને માતા ગંગાબેનની જેમ ગુજરાતી. રાજુભાઇને થયું કે મારા જ્ઞાાતિભાઇ છે ને સુખીસંપન્ન છે એટલે વાંધો નહીં આવે એમ સમજી દીકરીનો હાથ યુવકના હાથમાં મૂકી દીધો. વળી વેવાઇ અને વેવાણે એમને એમ કહ્યું હતું કે, અમે બધી રીતે સુખી છીએ એટલે તમારી દીકરીનો પગાર પણ તમે જ રાખજો.
રાજુભાઇ અને ગંગાબેનને દીકરીના સાસરિયાં પ્રત્યે ખૂબ માન થયું. ને ખુશ થતા થતા એકની એક દીકરીને એમણે સાસરે વળાવી દીધી. બધું સમુસૂતરું પાર ઉતર્યું હોવાથી પતિ-પત્ની આત્મસંતોષ સાથે જીવવા લાગ્યા પણ પછીના સમયમાં જે કંઇ બન્યું એ અત્યંત અસહનીય અને આઘાતજનક હતું.
લગ્નના થોડા જ સમય બાદ દીકરી બદલાઇ ગઇ. સાસરિયાંઓએ એની નોકરી પણ બંધ કરાવી દીધી. ત્યારપછી રાજુભાઇના ઘેર તેઓ તો કદી ન જ આવ્યા પણ દીકરી પણ ન ડોકાઇ! નાતભાઇ દગો કરશે એવું ન વિચારનાર સગી દીકરી દગો કરશે એવું તો સ્વપ્ને ય ન વિચારી શકે પણ અહીં તો ખરેખર એવું જ થયું હતું.
રાજુભાઇ અને ગંગાબેન માટે આ આઘાત સહન કરવો અસહ્ય હતો, પણ શું કરે? પેટે પાટા બાંધીને ઉછીના-પાછીના પૈસા લાવીને જે દીકરીને ભણાવી-ગણાવી, પગભર કરીને સંસારમાં ઠેકાણે પાડી એના પર સાસરિયાંએ કોણ જાણે શું વશીકરણ કર્યું કે રાતોરાત બદલાઇ ગઇ!
દીકરી રાતોરાત બદલાઇ ગઇ એ સાથે રાજુભાઇ અને ગંગાબેનનું જીવન પણ જાણે રાતોરાત બદલાઇ ગયું. નિશ્ચિત આવક વિના ધક્કા મારી મારીને જીવન ગુજારવાના દિવસો આવી ગયા હતા ત્યાં ફરી એકવાર કુદરત ક્રૂર બની ને એમણે એક વધુ આઘાત સહન કરવો પડયો.
ગંગાબેનના પિતાને વતનમાં ખેતરો હતા ને પિતાએ એક ખેતર ગંગાબેનના નામે લખી આપ્યું હતું. ખેતરના એ કાગળો ગંગાબેન પાસે હતા ને એ વાત દીકરી જાણતી હોઇ એણે મા પાસે ખેતરના દસ્તાવેજોની ઉઘરાણી કરી ભાગ માગ્યો!
સુખી ઘરમાં પરણી હોવા છતાં નિષ્ઠુર દીકરીએ સગી જનેતાના હૈયા પર કરેલો ઘા જરાય માફ કરવા જેવો નહોતો, પણ માબાપ કંઇ ન બોલ્યા. આ તરફ દીકરી હઠે ચડી હતી. એને તો ખેતરમાં ભાગ જોઇતો હતો એટલે માબાપ સામે કોર્ટમાં ગઇ. કેસ ચાલ્યો પણ એને કંઇ ન મળ્યું. સાસરિયાંનું પીઠબળ હોવાથી એકવાર નહીં ત્રણ-ત્રણ વાર કોર્ટમાં કેસ ચાલ્યો પણ બધી વાર દીકરી અને સાસરિયાંની પીછેહટ થઇ.
દીકરીના આ કૃત્યથી માબાપનાં હૈયાં જખ્મી થઇ ગયાં. પારકા પજવે એમાં નવાઇ નથી પણ અહીં તો પોતાની દીકરીએ જ એટલા પજવ્યા છે કે હવે એમને પારકાનો ડર જ નથી રહ્યો. એ બંને કહે છે કે દીકરીને ત્યાં દીકરાનો જન્મ થયો છે એ એમને જાણવા મળ્યું છે પણ એને લઇને એ અમારે ત્યાં નથી આવી. ભલે અમે એના દીકરાને જોઇ ન શકીએ પણ રમાડી તો શકીએ ને?
રાજુભાઇ કહે છે, ''દીકરાને લઇને ભલે ન આવી પણ એની મા ચાર મહિના પથારીમાં હતી તો ય ખબર કાઢવા નહોતી આવી.'' ગંગાબેન વિશે ઉલ્લેખ કરતા તેઓ કહે છે કે, ''એક દિવસ એક છોકરી એનો હાથ પકડીને મંદિરે લઇ જતી હતી ત્યારે એક બાઇકવાળાએ ટક્કર મારતા એને ફ્રેકચર થયેલું ને ચાર મહિના પથારીમાં પડી રહેવું પડયું હતું. આવા સમયે દીકરી કે બીજા ભાઇઓ ન આવ્યા પણ મારો સૌથી નાનો ભાઇ જે રિક્ષા ચલાવે છે તેણે ગમે તે કરીને વીએસ હોસ્પિટલનો ખર્ચો આપ્યો હતો. પૈસાપાત્ર ભાઇઓ કંઇ નથી કરતા પણ રિક્ષા ચલાવતો મારો ભાઇ હજી પણ મળે છે ત્યારે અમને થોડી ઘણી મદદ કરતો જાય છે. મારે એક બહેન છે જે અમારી સાથે સંબંધ રાખે છે ને એ મારા માટે ઘણું છે.''
રાજુભાઇનાં પત્ની ગંગાબેન ૩-૪ વર્ષના હતા ત્યારથી નેત્રહિન છે. એક આંખે ઓપરેશન કરાવ્યું હતું ને એ આંખથી એને થોડું ઘણું દેખાતું હતું. માણસો, બસ- રિક્ષા એમણે જોયેલા પણ બે વર્ષથી તો એ બધું દેખાતું બંધ થઇ ગયું છે એટલે કહે છે, 'દુનિયા જોઇએ છે એવું ન કહેવાય.' મેમનગર અંધ કન્યા શાળામાં ભણેલા ગંગાબેન પહેલા પ્રવૃત્ત હતા પણ બીમારીઓને કારણે સાવ પરવશ થઇ ગયા છે. લિવરમાં તકલીફ છે જેની દવા ચાલુ છે, બાકી ઘરમાં થોડું ઘણું કામ કરી શકે છે એટલું જ. રાજુભાઇ કહે છે, ''મારા પત્ની ત્રણ-ચાર મહિના પથારીવશ હતા ત્યારે ફેમિલી ડોકટરે ટિફિન બંધાવી આપેલું પણ પછી અમે ના પાડી. થયું કે આમ ને આમ ક્યાં સુધી એમનો ઉપકાર માથે રાખવો. આજે પત્ની રસોઇ બનાવે છે. એ શાક બનાવે તો ઘણીવાર હું રોટલી બનાવી નાખું છું. ઘણીવાર શાક વિના પણ ચલાવી લઇએ છીએ. એક બહેન અથાણાં આપી ગયા છે એટલે રોટલી ને અથાણું ખાઇ લઇએ છીએ. મોંઘવારીમાં આવક વિના જીવવું કઇ રીતે? વર્ષો પહેલાં ગેસ કનેકશન લીધું ત્યારે બાટલાનો ભાવ રૃા. ૬૨.૨૦ હતો આજે ૪૧૫ છે. અમારું મકાન સાવ જૂનું થઇ ગયું છે. ભોંયતળિયું ને દીવાલોના પ્લાસ્ટર ઉખડી ગયાં છે પણ રિપેરિંગનો ખર્ચ લાખો રૃપિયા છે, ક્યાંથી લાવીએ? ચોમાસામાં તો દીવાલોમાં ભેજ આવે છે એટલે ઘણીવાર કરંટ લાગવાનો પણ ડર રહે છે.'' રાજુભાઇ અને ગંગાબેન આવી અપાર મુશ્કેલીઓ વચ્ચે આયખું પસાર કરી રહ્યા છે. રાજુભાઇ કહે છે, ''કોઇની મદદ મળતી નથી કારણ કે પૈસા પાછા આપવાની તાકાત હોય તો કોઇ ઉછીના આપે ને? અત્યારે તો મારા પત્નીની એક સખી દૂધની કોથળી આપી જાય છે. પત્નીનો ભાઇ વતનથી ખેતરની આવકમાંથી વર્ષે થોડો હિસ્સો મોકલે છે એમાંથી ગુજારો ચાલે છે.''
બે આંખે દેખતો માણસ પણ આ પરિસ્થિતિમાં હિમ્મત હારી જાય ત્યારે અંતહિન પીડા સહીને પણ જીવતા આ નેત્રહિન દંપતીનો કિસ્સો હૈયું હચમચાવી જાય તેવો છે. આટ આટલાં કષ્ટ સહ્યા પછી પણ આપઘાત કરવાની ઈચ્છા નથી થતી એવું પૂછતાં રાજુભાઇ કહે છે, ''આપઘાત નથી કરવો, હિંમત હારીએ તો ફરી જન્મ લેવો પડે.'' રાજુભાઇ ને ગંગાબેનની આવી હિંમતને દાદ દેવી કે દુર્ભાગ્યને દોષ દેવો?!
અત્યારે ગરીબીએ ઉતરડી નાખેલી દીવાલો ને કાળજાના કટકાએ જ વીંધી નાખેલાં કાળજાની પીડા લઇને દિવસો ટૂંકા કરતા આ બે જીવ યંત્રવત્ જીવન જીવી રહ્યા છે. ને અમરપટો લખાવીને આવેલી ગરીબીની આંગળી પકડીને આવેલા આઘાતો અને આફતો જીરવી પણ રહ્યા છે. જીવનના રંગમંચ પર ક્યારેય અજવાળું નથી થતું, ક્યારેય પરદો નથી પડતો છતાં સહકલાકારો વિના પતિ-પત્ની 'અંધકારને પડકાર' નામનું એકાંકી થાક્યા વિના ભજવી રહ્યા છે. ક્યારેક દુઃખથી ડુમો ભરાઈ જાય છે ત્યારે જૂનું હાર્મોનિયમ કાઢે છે. મન હળવું કરવા રાજુભાઈ વગાડે છે ને ગંગાબહેન ગાય છે.
એમને એક જ વાતનું દુઃખ છે કે, જેનું ભવિષ્ય સુધારવા પોતાનો વર્તમાન ખર્ચી નાખ્યો એ દીકરી હવે તો પોતે પણ મા બની છે પણ હજી એનામાં મમતાનું - વાત્સલ્યનું ઝરણું નથી ફૂટયું નહીં તો માબાપને એકવાર તો મળવા આવી હોત.
- કિશોર પાઠક

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved