w

Last Update : 14-August-2012, Tuesday

 

રામગોપાલ વર્મા જ્હોન અબ્રાહમ સાથે મળીને ફિલ્મનું નિર્માણ કરે તેવી શક્યતા

૧૯૯૭માં આવેલી 'સત્યા'ની સિકવલ માટે અભિનેતા સાથે વાતચીત પ્રારંભિક તબક્કામાં

મુંબઈ, તા. ૧૩
રામગોપાલ વર્માની ૧૯૯૭ દિગ્દર્શિત ફિલ્મ 'સત્યા' બહારગામથી મુંબઈ સપના સિધ્ધ કરવા આવેલી એક વ્યક્તિની હતી જે શહેરના અંધેરી આલમમાં સપડાઈ જાય છે. આ ફિલ્મ રામગોપાલ વર્માની હિટ અને યાદગાર ફિલ્મોમાંની એક છે, હવે ફિલ્મસર્જક 'સત્યા-ટુ' બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ તેઓ જ્હોન અબ્રાહમ સાથે મળીને કરે એવી શક્યતા છે.
જ્હોનની નજીકના એક સૂત્રે જણાવ્યા પ્રમાણે, '''વિકી ડોનર'ના સહ-નિર્માતા રામ મિરચંદાનીએ જ્હોન અને વર્મા વચ્ચે એક મીટિંગનું આયોજન કર્યું હતું. 'સત્યા-ટુ'ની વાર્તા સાંભળીને જ્હોનને આ ફિલ્મમાં રસ પડયો હતો, પરંતુ તેમની વચ્ચેની વાતચીત હજુ પ્રારંભિક તબક્કામાં જ છે.''
વર્માએ 'સત્યા-ટુ'ના વિષય પર વાત કરતા કહ્યું હતું કે, '૨૦૧૨ સુધીમાં મુંબઈ પોલીસે અંધારી આલમનો નાશ કરવામાં સફળતા મેળવી હતી. પરંતુ, પૈસાની ભૂખ, માનવ સ્વભાવમાં શ્રીમંતો અને સિસ્ટમ પ્રત્યેનો ધિક્કારની લાગણી છે ત્યાં સુધી કોઈ પણ સમાજ આ દૂષણનો નાશ કરી શકે છે. એમ વિચારવું એ એક ભ્રમ છે. આથી અમુક સમય પછી અંધારી આલમ પાછી સક્રિય થઈને પહેલાથી ઘણા અલગ અને ભયંકર અવતારમાં પાછી ફરે છે.''
આજે પણ 'સત્યા' એક કલાસિક ફિલ્મ ગણાય છે. આ વાત ફિલ્મની સિકવલ બનાવતી વખતે દિગ્દર્શકની ચિંતાનું એક કારણ બની શકે છે. ''મારી જાત કે બીજા કોઈ સમક્ષ કોઈ એક વાત પૂરવાર કરવા માટે હું 'સત્યા-ટુ' બનાવતો નથી. દરેક ફિલ્મ તેના વિષય તેમજ એ ફિલ્મ બનાવવાની લગન અને ઝનૂનને કારણે સારી બને છે. ૧૯૯૭માં હું મુંબઈમાં નવો હતો. આ શહેર વિશેની માહિતી મેળવવાની એક બાળક જેવી મારી જિજ્ઞાાસાનું આ ફિલ્મમાં એક પ્રતિબિંબ પડયું હતું. ધીરે ધીરે આ શહેર વિશેનું મારું જ્ઞાાન એટલું વધતું ગયું હતું કે મુંબઈ સાથેના મારા પરિચયને હું સહજતાથી લેવા માંડયો હતો,'' એમ ફિલ્મસર્જકે કહ્યું હતું.
'''સત્યા' એક એવા પુરુષની વાત હતી જે ૧૯૯૭માં મુંબઈ આવ્યો હતો અને પરિસ્થિતિને કારણે તે અંધારી આલમમાં સપડાઈ ગયો હતો. 'સત્યા-ટુ' એક એવા પુરુષની વાત છે જે ૨૦૧૨માં મુંબઈ આવીને પોતાની જાતે પોતાના પરિસ્થિતિ સર્જે છે અને 'અંધારી-આલમ'ને ફરી સક્રિય બનાવે છે,'' એમ તેમણે ઉમેર્યું હતું.
'૨૬/૧૧' પર કામ પૂરું થઈ ગયા પછી તેઓ આ ફિલ્મનું શૂટિંગ શરૃ કરશે. પરંતુ કલાકારોમાં ઓડિશનની શરૃઆત થઈ ગઈ છે. ફિલ્મમાં બધા નવોદિત કલાકારો હશે. આમાંથી ઘણાને ટીવી કે સ્ટેજનો પણ અનુભવ નથી. આ ઉપરાંત ફિલ્મનું યુનિટ પણ સાવ નવું હશે. એવી માહિતી તેમણે આપી હતી.
'સત્યા'નું નિર્માણ ભરત શાહનું હોવા છતાં ભરત શાહ સાથે કોપિરાઈટને મુદ્દે સમસ્યા નડશે નહીં કારણ કે, પાત્રોને કેવા સંજોગોમાંથી પસાર થવું પડશે એ તેમનો પોતાનો વિચાર હશે અને 'સત્યા-ટુ' તેમને નામ રજિસ્ટર પણ થઈ ગઈ છે. એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved