Last Update : 14-August-2012, Tuesday

 
દક્ષિણના રાજ્યોમાં ખેડૂતો દ્વારા કૃષિ લોનનો અન્ય હેતુઓ માટે વ્યાપક ઉપયોગ

કૃષિ લોનના ઉપયોગ માટે રિઝર્વ બેન્કે કોઈ માર્ગદર્શિકા ઘડી નાૃથી

ચાર ટકાના દરે કૃષિ લોન લઈને તે જ બેન્કમાં નવ ટકાના વ્યાજ દરની થાપણમાં નાણાં રોકો- આ છે દક્ષિણની કેટલીક શિડયૂલ્ડ કમર્સિઅલ બેન્કસનો મંત્ર. આ છે વ્યાજ દરમાં આર્બિટ્રેજની રમત. ચાર ટકાના રાહતના દરે મળતી કૃષિ લોનનું દક્ષિણના ખેડૂતો આર્બિટ્રેજ કરે છે. નીચા વ્યાજ દરે લોન લઈ ખેડૂતો તે જ બેન્કમાં ઊંચા વ્યાજ દરની થાપણોમાં રોકે છે.
ખેડૂતો તથા બેન્કો બન્ને માટે આ એક સાનુકૂળ વ્યવસ્થા બની રહે છે. ખેડૂતોને લોન આપીને બેન્કો અગ્રીમ ક્ષેત્રને ધિરાણના પોતાના ટાર્ગેટને હાંસલ કરી શકે છે અને આજ નાણાં પોતાની બેન્કમાં થાપણ તરીકે સ્વીકારીને લિક્વિડીટી જાળવી રાખે છે. અગ્રિમ ક્ષેત્રને ચોક્કસ ટકાવારીનું ધિરાણ કરવાનું રિઝર્વ બેન્કે દરેક બેન્કો માટે ફરજિયાત બનાવ્યું છે. ખેડૂતો કૃષિ લોન્સનો ઉપયોગ બિયાંરણો અને ખાતરની ખરીદી કરવા માટે જ કરે છે એવી ધારણાંએ રિઝર્વ બેન્કે કૃષિ લોનના ઉપયોગ માટે કોઈ માર્ગદર્શિકા ઘડી નથી.
આમ બેન્કો તથા ખેડૂતો બન્ને આ છટકબારીનો લાભ લઈ રહ્યા છે. કૃષિ ધિરાણના ટાર્ગેટ પૂરા કરવા બેન્કો પર કરાતા દબાણને કારણે આ પદ્ધતિ અપનાવાઈ રહી છે. આને કારણે બેન્કોના નાણાં સલામત રહે છે. જો કે ખેતીના મૂળ કામમાં તેનો ઉપયોગ ઘણો મર્યાદિત રહે છે, એમ જાહેર ક્ષેત્રની એક બેન્કના અધિકારીએ જણાવ્યું હતું. ઈન્ટરેસ્ટ સબવેન્સન યોજના હેઠળ સરકાર સાત ટકા જેટલા વ્યાજ દરે ખેડૂતોને ટૂંકા ગાળાની કૃષિ લોન્સ આપે છે. જો કે જે ખેડૂતો સમયસર લોન ચૂકવી દે તેને વ્યાજ દરમાં ૩ ટકાની રાહત આપવામાં આવે છે. આમ અસરકારક વ્યાજ દર ચાર ટકા રહે છે.
અગ્રીમ ક્ષેત્રના ધિરાણ ટાર્ગેટ પૂરા કરવા બેન્કો દર વર્ષે અવનવા વ્યૂહ અપનાવતી હોય છે. નાણાં મંત્રાલયે ચાલુ વર્ષના બજેટમાં રાહતના દરના કૃષિ ધિરાણનો ટાર્ગેટ વધારીને રૃપિયા ૫૭૫૦૦૦ કરોડ કર્યો છે. જો આમાંથી ૧૦ ટકા ધિરાણનો પણ તેના હેતુ બહાર ઉપયોગ થતો હોય તો આ રકમ ૫૭૫૦૦ કરોડ જેટલી થઈ શકે છે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. રાહતના દરની કૃષિ ધિરાણનો કૃષિ સિવાયના હેતુ માટે ઉપયોગ થતો હોવાની રિઝર્વ બેન્કે શકયતા વ્યકત કરી છે. કેરળ, આન્ધ્ર પ્રદેશ, તામિલનાડુ તથા કર્ણાટક રાજ્યોમાં વ્યાજ દર આર્બિટ્રેજની પ્રથા ચાલતી હોવાનું પણ વિશ્લેષકે જણાવ્યું હતું.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved