Last Update : 14-August-2012, Tuesday

 

ખાંડમાં ભાવો તૂટતા હાજરમાં નીચામાં ભાવો રૃ.૩૬૦૦ની અંદર ઉતરી ગયા

 
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે ભાવોમાં ઘટાડો નોંધાયો હતો. નવી માંગ ધીમી પડી હતી. મિલોના સમાચારો પણ ઉછાળે વેચવાલી બતાવતા હતા. હાજર બજારમાં આજે ભાવો કિવ.ના રૃ.૧૦થી ૨૦ ઘટી રૃ.૩૫૯૧થી ૩૬૭૬ તથા સારાના રૃ.૩૬૫૧થી ૩૮૧૧ બોલાઈ રહ્યા હતા. આમ નીચામાં આજે હાજર ભાવો રૃ.૩૬૦૦ની સપાટીની અંદર જતા રહ્યા હતા. નાકા ડિલીવરીના ભાવો રૃ.૩૫૭૦થી ૩૬૨૦ વાળા ઘટી રૃ.૩૫૪૦થી ૩૫૮૦ રહ્યા હતા જયારે નાકા ડિલીવરીમાં સારા માલોના ભાવો રૃ.૩૬૨૦થી ૩૭૬૦ વાળા તૂટી રૃ.૩૬૦૦થી ૩૭૩૦ બોલાઈ રહ્યા હતા. મોડી સાંજે નાકાના ભાવો રૃ.૩૫૫૦થી ૩૬૦૦ તથા સારાના રૃ.૩૫૫૦થી ૩૭૦૦ રહ્યા હતા જયારે મિલો પર છેલ્લે ભાવો નાકાના ભાવોથી રૃ.૮૦ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા.
લંડન મેટલ એક્સચેન્જમાં વિવિધ પ્રમુખ ધાતુઓનો સ્ટોક ઘટયો ઃ એક માત્ર એલ્યુ.નો સ્ટોક વધ્યો
મુંબઈ ધાતુ બજારમાં આજે ભાવો સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. ડિમાન્ડ ધીમી અને કામકાજો પાંખા રહ્યા હતા. હાજર બજારમાં આજે ભાવો કિવ.દીઠ કોપર વાયર બારના રૃ.૫૦૭૦૦ના મથાળે શાંત રહ્યા હતા જયારે કોપર સ્ક્રેપના ભાવો જાતવાર રૃ.૧૦૦થી ૨૦૦ની બેતરફી વધઘટે અથડાતા રહ્યા હતા. બ્રાસ સ્ક્રેપના ભાવો જાતવાર રૃ.૧૦૦થી ૨૦૦ નરમ રહ્યા હતા. લંડન મેટલ એક્સ.માં આજે કોપરનો સ્ટોક ૨૦૭૫ ટન ઘટયો હતો અને ત્યાં ૩ મહિનાના ભાવો ૭૪૪૮ ડોલર રહ્યાના સમાચારો હતા, મુંબઈમાં આજે ટીન, નિકલ, જસત, સીસાના ભાવો અથડાતા રહ્યા હતા જયારે એલ્યુ. સ્ક્રેપના ભાવો રૃ.૩૦૦ ઘટી રૃ.૧૧૩૦૦ રહ્યા હતા જયારે ઈન્ગોટના ભાવો રૃ.૧૪૩૦૦ના મથાળે ટકેલા રહ્યા હતા. દરમિયાન, લંડન મેટલ એક્સ.માં આજે ૩ મહિનાના ભાવો ટીનના ૧૭૭૮૭ ડોલર, નિકલના ૧૫૩૪૪ ડોલર, એલ્યુ.ના ૧૮૬૮ ડોલર, જસતના ૧૮૩૪ ડોલર તથા સીસાના ૧૮૭૮ ડોલર રહ્યાના સમાચારો હતા. લંડન એક્સ.માં આજે કોપરનો સ્ટોક ૨૦૭૫ ટન, ટીનનો ૨૫ ટન, જસતનો ૨૧૫૦ ટન, નિકલનો ૬૭૨ ટન તથા જસતનો ૩૩૦૦ ટન ઘટયાના સમાચારો હતા. જો કે ત્યાં એલ્યુ.નો સ્ટોક આજે ૬૭૭૫ ટન વધ્યો હતો.
એરંડા વાયદામાં મંદી આગળ વધતાં રૃ.૪૨૦૦ની સપાટી તૂટી ગઈ
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં મંદી આગળ વધતાં ભાવો વધુ તૂટી રૃ.૪૨૦૦ની સપાટીની અંદર ઉતરી ગયા હતા. મુંબઈ એરંડા સપ્ટે. વાયદો રૃ.૪૨૮૦ વાળો આજે રૃ.૪૨૦૦ ખુલી ઉંચામાં રૃ.૪૨૨૦ રહ્યા પછી ફરી તૂટી રૃ.૪૧૭૦ બંધ રહ્યો હતો. ૪૦ ટનના વેપારો થયા હતા અને મથકો પાછળ આજે મુંબઈ વાયદામાં માનસ વેંચવાનું રહ્યું હતું. મથકોએ વરસાદની પ્રગતિ વચ્ચે એરંડામાં ઉંચા ભાવોએ શિપરોની નવી લેવાલીના અભાવે વેચવાલી વધતાં ભાવો તૂટતા રહ્યાની ચર્ચા હતી. મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૩૯૦૦ વાળા રૃ.૩૮૫૦ રહ્યા હતા જયારે દિવેલના હાજર ભાવો આજે વધુ રૃ.૧૦થી ૨૦ તૂટી કોમર્શિયલના રૃ.૮૦૦, એફએસજીના રૃ.૮૧૦ તથા એફએસજી કંડલાના રૃ.૭૮૦ બોલાયા હતા. મલેશિયામાં આજે પામતેલ વાયદો ૯ પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. જયારે શિકાગો સોયાતેલ વાયદાનું પ્રોજેકશન સાંજે ૪૩ પોઈન્ટ માઈનસમાં રહ્યાના સમાચારો હતા. ઈન્દોરમાં આજે સોયાતેલ વાયદો સપ્ટે. નીચામાં રૃ.૭૮૦.૧૦ બોલાયા પછી ફરી વધી રૃ.૭૮૮.૧૦ રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે પામતેલનો માંગ પાંખી રહી હતી, ભાવો પામતેલના હવાલા રીસેલના રૃ.૬૧૦ તથા જેએનપીટીના રૃ.૬૦૫ બોલાઈ રહ્યા હતા. સોયાતેલના ભાવો રિફા.ના રૃ.૭૪૦, સિંગતેલના રૃ.૧૨૨૦, સનફલાવરના રૃ.૭૦૦, રિફા.ના રૃ.૭૬૦ બોલાઈ રહ્યા હતા. કપાસિયા તેલના ભાવો રૃ.૭૪૦ તથા કોપરેલના રૃ.૬૫૦ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે ભાવો શાંત રહ્યા હતા.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved