Last Update : 14-August-2012, Tuesday

 

ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો પાછળ એફઆઈઆઈ અવિરત લેવાલ
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી

નિફટી ૨૮ પોઈન્ટ વધીને ૫૩૪૮ઃ અંતિમ પ્રતિકાર ૫૩૮૦ કુદાવવાની તૈયારીમાં

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, સોમવાર
મુંબઈ શેરબજારોમાં ટ્રેડીંગ શરૃઆત આજે એકંદર નિરસતાએ થઈ હતી. યુ.એસ.ના પોઝિટીવ આર્થિક આંકડા યુરો ઝોનના દેશોની રીકવરીએ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઊંચકાઈ બ્રેન્ડ ક્રુડના ૧૧૩ ડોલર થઈ જવા સામે ચીનના ઔદ્યોગિક ઉત્પાદન વૃધ્ધિ (આઈઆઈપી)ના નબળા આંકડા સાથે નિકાસમાં તીવ્ર ઘટાડાને પરિણામે એશીયાના બજારોમાં નિરસતાએ મુંબઈ શેરબજારોમાં પણ ઓટો શેરો ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ સાથે મેટલ શેરો હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, જિન્દાલ સ્ટીલ તેમજ હિન્દુસ્તાન યુનીલીવર, ટીસીએસમાં નરમાઈએ સેન્સેક્ષ આગલા બંધ ૧૭૫૫૭.૭૪ સામે ૧૭૫૫૧.૬૯ મથાળે ખુલીને શરૃઆતમાં ૩૫.૬૪ પોઈન્ટના ઘટાડે નીચામાં ૧૭૫૨૨.૧૦ સુધી આવી ગયો હતો. જે લાંબો સમય સાંકડી વધઘટે એકંદર નેગેટીવ ઝોનમાં રહ્યા બાદ દોઢ વાગ્યા પછી એચડીએફસી શેરોમાં ફંડોની આક્રમક લેવાલી સાથે મારૃતી સુઝુકી, બજાજ ઓટોમાં લેવાલી સાથે ભારતી એરટેલ, ભેલ, લાર્સ, વિપ્રો, ઈન્ફોસીસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંકની મજબૂતીએ અઢી વાગ્યા બાદ વનસાઈડ સુધારાએ એક સમયે ૮૪.૬૪ પોઈન્ટ વધીને ઉપરમાં ૧૭૬૪૨.૩૮ સુધી જઈ અંતે ૭૫.૭૧ પોઈન્ટ વધીને ૧૭૬૩૩.૪૫ બંધ હતો.
નિફટી સ્પોટ નીચામાં ૫૩૦૯ થઈ પાછો ફરી છેલ્લા કલાકમાં ૫૩૨૦થી ઉપરમાં ૫૩૫૨ બોલાયો
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૩૨૦.૪૦ સામે ૫૩૧૬.૩૫ મથાળે ખુલીને શરૃઆતમાં ૫૩૨૮થી ૫૩૧૨ની રેન્જમાં રહી એકંદર નરમાઈ બતાવી ટાટા ગુ્રપ શેરો ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ સાથે હીરો મોટોકોર્પ, હિન્દુસ્તાન યુનીલીવર, હિન્દાલ્કોમાં વેચવાલીએ નીચામાં ૫૩૦૯.૦૫ થયો હતો. જે અઢી વાગ્યા બાદ વનસાઈડ સુધારામાં એચડીએફસી, રિલાયન્સ ઈન્ફ્રા, ભારતી એરટેલ, ડીએલએફ, બજાજ ઓટો, સ્ટરલાઈટ, ભેલ, લાર્સન, સિમેન્સ, અંબુજા સિમેન્ટ, એસીસીની મજબૂતીએ ૫૩૨૦ના લેવલથી ઊંચકાઈ ઉપરમાં ૫૩૫૨.૪૫ સુધી પહોંચી જઈ અંતે ૨૭.૯૦ પોઈન્ટ વધીને ૫૩૪૭.૯૦ બંધ રહ્યો હતો.
નિફટી ૫૨૬૦ મજબૂત સર્પોટ ઃ ટેકનીકલી ૫૨૮૫ નીચે બંધ ન આવે ત્યાં સુધી નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ
ટેકનીકલી નિફટી સ્પોટ ધોરણે નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ બતાવાઈ રહ્યો છે. નિફટી સ્પોટ ૫૨૮૫ નીચે બંધ ન આવે ત્યાં સુધી ટ્રેન્ડ પોઝિટીવ હોવાનું અને ૫૨૬૦ મજબૂત ટેકાની સપાટી દર્શાવાઈ રહી છે. નિફટી ઓગસ્ટ ફયુચર ૧,૬૦,૭૩૮ કોન્ટ્રેક્ટસમાં રૃ.૪૩૦૦.૪૩ કરોડના ટર્નઓવરે ૫૩૪૫.૧૦ સામે ૫૩૩૮ ખુલી નીચામાં ૫૩૨૬.૮૫ થઈ પાછો ફરી ઉપરમાં ૫૩૭૭.૭૦ સુધી જઈ અંતે ૫૩૭૦ હતો. નિફટી બેઝડ તેજીની મજબૂત પકડ જળવાયેલી હતી.
નિફટી ડીસેમ્બર સુધીમાં ૬૦૦૦ સપાટી આંબશે? કોલ વેચનાર, પુટ ખરીદનારા અટવાયા
નિફટીના કોલ વેચનારા અને પુટ મોટાપાયે ખરીદનારા સતત ટ્રેપમાં આવી જઈ નિફટીની તેજીની મજબૂત પકડે હવે ગુંગળામણ અનુભવવા લાગ્યાની ચર્ચા હતી. નિફટી પર તેજીની મજબૂત પકડે હવે બજારનો અમુક વર્ગ ડીસેમ્બર સુધીમાં નિફટી ૬૦૦૦ની સપાટી પાર કરવાનું ધ્યાન બતાવી રહ્યો હતો. નિફટી ૫૩૦૦નો પુટ ૪૯.૫૫ સામે ૫૧ ખુલી ૫૩.૩૦ થઈ નીચામાં ૩૨.૬૦ સુધી ગબડી જઈ અંતે ૩૪.૭૦ હતો.
નિફટી ૫૪૦૦નો કોલ નીચામાં ૩૩થી ઉછળી ઉપરમાં ૫૦ બોલાયોઃ ૫૨૦૦નો પુટ ૨૬થી તૂટી ૧૪.૮૦
નિફટી ૫૪૦૦નો કોલ ૩,૧૨,૬૯૯ કોન્ટ્રેક્ટસમાં રૃ.૮૫૦૬.૩૮ કરોડના ટર્નઓવરે ૪૨.૧૫ સામે ૩૯ ખુલી નીચામાં ૩૩.૧૦થી ઉપરમાં ૫૦ સુધી જઈને અંતે ૪૬.૮૫ હતો. નિફટી ૫૫૦૦નો કોલ ૧૪.૯૫ સામે ૧૩.૭૦ ખુલી નીચામાં ૧૦.૯૫થી ઉપરમાં ૧૭.૮૫ થઈ અંતે ૧૬.૨૫ હતો. નિફટી ૫૬૦૦નો કોલ ૪.૪૫ સામે ૪.૦૫ ખુલી નીચામાં ૩.૨૫ થઈ ઉપરમાં ૫.૨૦ થઈ અંતે ૪.૭૫ હતો. નિફટી ૫૨૦૦નો પુટ ૨૩.૭૫ સામે ૨૬ ખુલી ૨૬.૮૦થી નીચામાં ૧૩.૮૫ સુધી ગબડી જઈ અંતે ૧૪.૮૦ હતો.
એચડીએફસી શેરોમાં તેજીઃ એચડીએફસી બેંક રૃ.૬૦૭ રેકોર્ડ નવી ટોચેઃ એચડીએફસી રૃ.૨૬ ઉછળી રૃ.૭૧૫
એચડીએફસી ગુ્રપ શેરોમાં ફંડોની આક્રમક ખરીદી રહી હતી. એચડીએફસી રૃ.૨૫.૬૦ ઉછળીને રૃ.૭૧૫.૩૫ રહ્યો હતો. જ્યારે એચડીએફસી બેંક રૃ.૫.૩૫ વધીને રૃ.૬૦૭.૪૦ની નવી રેકોર્ડ ઊંચાઈ બનાવી હતી. એફઆઈઆઈ વિદેશી ફંડોની ભારતમાં મજબૂત ફંડામેન્ટલ ધરાવતી ફ્રન્ટલાઈન કંપનીઓ- બેંકો પર રોકાણ પસંદગી વધી રહી હોઈ એચડીએફસી શેરોમાં તેજી હતી.
ટાટા ગુ્રપ શેરોમાં નરમાઈઃ ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ ઘટયાઃ લીવર, હીરો મોટોકોર્પ ઘટયા
ટાટા ગુ્રપ કંપનીઓના શેરોમાં આરંભથી જ નરમાઈએ ટાટા મોટર્સ રૃ.૩.૫૦ ઘટીને રૃ.૨૨૮.૪૦, ટાટા સ્ટીલ રૃ.૪.૭૫ ઘટીને રૃ.૩૯૫.૬૫, ટીસીએસ રૃ.૧૧.૮૦ ઘટીને રૃ.૧૨૬૬ રહ્યા હતા. હિન્દુસ્તાન યુનીલીવર પણ નફારૃપી વેચવાલીએ રૃ.૭.૧૦ ઘટીને રૃ.૪૯૦.૬૦, હીરો મોટોકોર્પ રૃ.૨૫.૩૦ ઘટીને રૃ.૧૮૮૮.૯૦, હિન્દાલ્કો રૃ.૧.૫૫ ઘટીને રૃ.૧૨૧.૩૫ રહ્યા હતા.
વિજય માલ્યા ગુ્રપ શેરોમાં તેજીનો ચમકારોઃ યુનાઈટેડ સ્પિરીટ, કિંગફીશર, યુનાઈટેડ બ્રીવરીઝ ઉછળ્યા
જંગી દેવામાં ડૂબેલી કિંગફીશર એરલાઈન્સને ઊગારવાના પ્રયાસ વચ્ચે વિજય માલ્યા ગુ્રપ કંપનીઓના શેરોમાં એકાએક આજે ફંડોએ મોટી તેજી કરી હતી. યુનાઈટેડ સ્પિરીટસ રૃ.૯૭.૮૫ ઉછળીને રૃ.૯૨૨.૩૫, યુનાઈટેડ બ્રીવરીઝ રૃ.૪૯.૫૫ ઉછળીને રૃ.૫૬૯.૨૦, કિંગફીશર એરલાઈન્સ રૃ.૧.૪૮ ઉછળીને રૃ.૮.૮૮ રહ્યા હતા.
એડીએજી- અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં તેજીઃ આરકોમ નફો ૮ ટકા વધતા શેર વધ્યોઃ કેપિટલ, ઈન્ફ્રા. વધ્યા
એડીએજી- અનિલ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં પણ ફંડોની લેવાલીએ રિલાયન્સ કેપિટલ રૃ.૧૨.૮૫ વધીને રૃ.૩૫૩.૮૦, રિલાયન્સ પાવર રૃ.૩.૩૫ વધીને રૃ.૯૨.૨૫, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર આવતીકાલે ૧૪, ઓગસ્ટના ત્રિમાસિક પરિણામ પૂર્વે આર્કષણે રૃ.૧૫.૯૦ વધીને રૃ.૫૨૧, રિલાયન્સ કોમ્યુનિકેશન કોન્સોલિડેટેડ નેટ નફો ૩.૨ ટકા વધીને રૃ.૧૬૨ કરોડ અને આવક ૮ ટકા વધીને રૃ.૧૬૩૧ કરોડ થતા શેર રૃ.૧.૧૦ વધીને રૃ.૫૫.૭૦ રહ્યા હતા.
મુંબઈમાં ડીએલએફ દ્વારા રૃ.૨૭૫૦ કરોડમાં પ્લોટ વેચાયો, શેર રૃ.૭ વધ્યોઃ એચડીઆઈએલ શોભા ડેવલપર્સ ઊંચકાયા
રીયાલ્ટી કંપનીઓની શેરોમાં પણ આજે એચડીઆઈએલ પાછળ લેવાલી હતી. રીયાલ્ટી ક્ષેત્રે મુંબઈમાં મોટા પ્રોપર્ટી- જમીન સોદા ઊંચા ભાવે થતાં રીયાલ્ટી શેરોમાં આર્કષણ હતું. ડીએલએફ દ્વારા લોઅરપરેલ મુંબઈમાં ૧૭.૫ એકરનો પ્લોટ લોઢા ડેવલપર્સને રૃ.૨૭૫૦ કરોડમાં વેચવામાં આવ્યાના અહેવાલ પાછળ ડીએલએફમાં લેવાલીએ રૃ.૭.૩૦ વધીને રૃ.૨૧૭.૫૫, એચડીઆઈએલ રૃ.૪.૮૫ વધીને રૃ.૮૫.૮૫, શોભા ડેવલપર્સ રૃ.૧૩.૨૦ વધીને રૃ.૩૪૮.૭૫, યુનીટેક રૃ.૨૧.૫૦, ફિનિકસ મિલ્સ રૃ.૩.૭૫ વધીને રૃ.૧૮૪.૩૫, ઈન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ રૃ.૫૩.૮૫ રહ્યા હતા. બીએસઈ રીયાલ્ટી ઈન્ડેક્ષ ૩૯.૩૩ પોઈન્ટ વધીને ૧૬૭૩.૬૨ રહ્યો હતો.
તહેવારોની સીઝન શરૃઃ ડીસ્કાઉન્ટોની ઓફરોએ કન્ઝયુમર ડયુરેબલ્સ શેરો ર્વ્હલપુલ, ટાઈટન, બજાજ વધ્યા
તહેવારોની સીઝન શરૃ થઈ જતાં અને મંદ માગના દિવસોમાં કન્ઝયુમર ડયુરેબલ્સ વેચાણને વેગ આપવા કંપનીઓએ મોટા ડિસ્કાઉન્ટોની ઓફરો કરવા લાગતા વેચાણ વૃધ્ધિની અપેક્ષાએ કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આર્કષણ હતું. ર્વ્હલપુલ રૃ.૧૦.૬૦ વધીને રૃ.૨૫૩.૨૫, ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ રૃ.૫.૬૦ વધીને રૃ.૨૨૩.૩૦, બજાજ ઈલેકટ્રીકલ્સ રૃ.૩.૯૦ વધીને રૃ.૧૭૬.૮૦, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧.૧૦ વધીને રૃ.૮૦.૫૦, બ્લૂ સ્ટાર રૃ.૧.૭૦ વધીને રૃ.૧૮૯ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્ષ ૧૦૬.૩૮ પોઈન્ટ વધીને ૬૩૭૦.૪૫ રહ્યો હતો.
ઓએનજીસીનો નેટ નફો ૪૮ ટકા વધ્યોઃ શેર વધીને રૃ.૨૮૧ઃ ઈન્ડિયન ઓઈલ, રિલાયન્સ વધ્યા
ઓઈલ- ગેસ શેરોમાં ક્રુડ ઓઈલના ૧૧૩ ડોલર જેટલા ઊંચા પ્રવર્તતા ભાવ સામે ઓએનજીસી દ્વારા જૂન ૨૦૧૨ના ત્રિમાસિકનો નેટ નફો ૪૮.૪૨ ટકા ઉછાળે રૃ.૬૦૭૭.૭૦ કરોડ અને આવક ૨૩.૮૭ ટકા ઉછાળે રૃ.૨૦૧૭૮ કરોડ હાંસલ થતા શેર રૃ.૧.૫૦ વધીને રૃ.૨૮૦.૮૦ રહ્યો હતો. કંપનીએ પ્રથમ ત્રિમાસિકમાં સબસીડી ડિસ્કાઉન્ટ પેટ રૃ.૧૨૦૪૬ કરોડથી વધીને રૃ.૧૨૩૪૬ કરોડ આપ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ શેરોના બાયબેક પ્રોગ્રામના ચાલતા ઘટયામથાળે સતત સર્પોટ શેર રૃ.૫.૪૫ વધીને રૃ.૭૮૭.૫૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૃ.૩.૮૦ વધીને રૃ.૨૫૪, ઓઈલ ઈન્ડિયા રૃ.૪.૬૫ વધીને રૃ.૪૮૦ રહ્યા હતા.
સ્મોલ- મિડ કેપ શેરોમાં પસંદગીની લેવાલીઃ ૧૪૭૪ શેરો વધ્યાઃ ૧૯૯ શેરોમાં મંદીની સર્કિટ
સ્મોલ- મિડ કેપ, 'એ' ગુ્રપના શેરોમાં પસંદગીના આર્કષણે માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૭૫ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૪૭૪ અને ઘટનારની ૧૨૮૦ રહી હતી. ૧૯૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની સર્કિટ સામે ૧૭૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ હતી.
એફઆઈઆઈની વધુ રૃ.૩૪૦ કરોડના શેરોની ખરીદીઃ ડીઆઈઆઈ વેચવાલ
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૩૩૯.૭૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૨૦૨૦.૦૧ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૧૬૮૦.૨૫ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૧૭૬.૩૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૭૦૧.૨૮ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૮૭૭.૬૨ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved