Last Update : 14-August-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૪-૦૮-૨૦૧૨, મંગળવાર
શ્રાવણ વદ બારસ
તુલા રાશિમાં મંગળ ગ્રહનું પરિભ્રમણ.
હવામાનમાં, બજારોમાં, રાજકારણમાં અસર!

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૧ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૮ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૫ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૦૫ મિ. (સૂ) ૭ ક. ૦૬ મિ. (મું) ૭ ક. ૦૮ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- આદ્રા સાંજના ૫ ક. ૧૯ મિ. સુધી પછી પુનર્વસુ.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- કર્ક, મંગળ- તુલામાં ૯.૫૦થી, બુધ-કર્ક, ગુરૂ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મિથુન
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન વર્ષા ૠતુ રા.દિ.શ્રા. ૨૩
માસ-તિથિ-વાર ઃ- શ્રાવણ વદ બારસ ને મંગળવાર.
- યમઘંટયોગ સાંજના ૫ ક. ૧૯ મિ. સુધી.
- મંગળ તુલામાં સવારના ૯ ક. ૫૦ મિ.થી.
- બઘું અનાજ મોંધુ થાય? અડદ, મગ, રૂ, કપાસમાં પીસ્તાળીસ દિવસમાં તેજી?
- હવામાનમાં, બજારોમાં અસર?
- રાજકારણમાં અસર?
મુસલમાની હિજરસીન ૧૪૩૩ રમજાન માસનો ૨૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ ગાથા-૨ માસનો રોજ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજથી મંગળનું પરિભ્રમણ તુલા રાશિમાં શનિની સાથે શરૂ થાય છે તેથી ઉશ્કેરાટ, ગુસ્સો, ઉતાવળ કર્યા વગર શાંતિથી દિવસ પસાર કરવો.

 

વૃષભ ઃ પત્ની, પરિવારના પક્ષે બિમારી- ચંિતા- વિવાદનું આવરણ આવી જાય. જાહેર સંસ્થાકીય કામમાં, નોકરી-ધંધામાં આજનો દિવસ સંભાળવો.

 

મિથુન ઃ આજથી મંગળ તુલા રાશિમાં પરિભ્રમણ શરૂ કરતાં હવે આપ ધીરેધીરે હળવાશ અનુભવતા જાવ. કામ ઉકેલાતું જાય.

 

કર્ક ઃ શનિની નાની પનોતી લોખંડના પાયે પસાર થઇ રહી છે. તેની સાથે આજથી મંગળનું પરિભ્રમણ શરૂ થતાં નોકરી-ધંધામાં ચંિતા વધતી જાય.

 

સંિહ ઃ આપના નોકરી-ધંધાના કામમાં ચંિતા- રૂકાવટ હળવી થાય. નવી ઓળખાણ, મિત્રતા થાય. જુના સંબંધો સંસ્મરણો તાજા થાય.

 

કન્યા ઃ આજે આપની રાશિમાંથી મંગળ તુલા રાશિમાં પ્રવેશવાના કારણે નાણાંકીય પ્રશ્ને, ભાઇભાંડુ, કુટુંબના પ્રશ્ને ચંિતા- મુશ્કેલી જણાય.

 

તુલા ઃ આજથી મંગળ આપની રાશિમાં પરિભ્રમણ શરૂ કરે છે પરંતુ આજનો દિવસ આપે શાંતિથી પસાર કરી લેવો.

 

વૃશ્ચિક ઃ આજથી આપની રાશિનો અધિપતિ મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરી, શનિની પનોતીની સાથે પસાર થવાના કારણે સંઘર્ષ-તકલીફ વધે.

 

ધન ઃ આપનું અશક્ય કામ શક્ય બનવાના સંજોગો ગતિમાન થવાની શરૂઆત થાય. નોકરી-ધંધામાં આવક થાય.

 

મકર ઃ આજના નોકરી-ધંધાના કામમાં, મકાન- જમીન- વાહનના કામકાજમાં સાનુકૂળ પ્રગતિ- સફળતાની શરૂઆત થાય. ખરીદી થાય.

 

કુંભ ઃ આજનો દિવસ આપને શારિરીક- માનસિક આર્થિક ચંિતા- મુંઝવણ- મુશ્કેલીનો રહે. નોકરી-ધંધાની કામગીરીમાં ધીરજ, શાંતિ રાખવી.

 

મીન ઃ શનિની નાની પનોતી લોખંડના પાયે ચાલે છે તેની સાથે આજથી મંગળનું પરિભ્રમણ શરૂ થતાં આપના આરોગ્યની અસ્વસ્થતા શરૂ થાય.

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૪-૦૮-૨૦૧૨, મંગળવાર

 

આજથી શરૂ થઇ રહેલા આપના જન્મવર્ષના પ્રારંભમાં, નોકરી ધંધાના સાઇઠ દિવસ તકલીફ, ચંિતાના રહે. સરકારી, રાજકીય, ખાતાકીય, કાનૂની પ્રશ્નમાં, પોલીસ કાર્યવાહીમાં જાગૃતિ રાખવી. હરિફ વર્ગ તમને પરેશાન કરવા, નુકસાન પહોંચાડવાના પ્રયત્ન કરે. વર્ષના મઘ્ય ભાગ પછી હળવાશ થતી જાય.

 

* બી.પી.ની વધઘટ, છાતીમાં દર્દપીડા તેમજ અન્ય બિમારીની ઉપેક્ષા દાખવવી નહીં. વારસાગત બિમારીની અસરથી સંભાળવું.

 

* મોસાળપક્ષ, સાસરીપક્ષમાં બિમારી- ચંિતાનું આવરણ આવી જાય. વિવાદ- મનદુઃખ થાય. નોકરી-ધંધામાં સગા સંબંધી વર્ગથી સંકળાયેલા હોવ તો તેમાં વિવાદ- નુકસાનથી છુટા પડવું પડે.

 

* સ્ત્રી વર્ગને જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ કાર્યસફળતા, પ્રગતિ જણાય. પતિ- સંતાન સુખની પ્રાપ્તિ- તેમની પ્રગતિતી આનંદ રહે.

 

* વિદ્યાર્થી વર્ગને ભણવામાં મિત્રવર્ગના કારણે એકાગ્રતા જળવાય નહીં. મહેનત વધારે કરવી પડે.

 

સુપ્રભાતમ્

- સારા મિત્રોવાળો માણસ ઘણાં મુશ્કેલ કામો પણ પાર પાડી શકે છે તેથી માણસે પોતાની સાથે સમભાવ રાખનારા મિત્રો કરવા જોઈએ.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લીલીએ કોલેજના કલાસનું પુસ્તક વાંચી રહેલા દિકરા લલ્લુને એક દિવસ પૂછ્‌યું, ‘‘બેટા, મોટો થઈને શું બનવાની ઈચ્છા છે ?’’
‘‘પાયલોટ.’’ લલ્લુએ જવાબ આપ્યો.
‘‘કેમ પાયલોટ ?’’ લીલીએ સવાલ કર્યો.
‘‘કારણ કે,’’ લલ્લુ બોલ્યો, ‘‘ઉપર એક્સીડન્ટનું જરા પણ જોખમ નહીં અને ટ્રાફીક જામ પણ નહીં.’’

[Top]
 

આજ ની રેસીપી

સૂપ-સિઝલર-ટોસ્ટ-નાનખટાઈ

સ્પેશિયલ નાનખટાઈ

 


સામગ્રી ઃ ૧/૨ મેંદો, ૧/૪ કપ રવો, ૨ ચમચા ચણાનો લોટ, ૧/૪ કપ મિક્સ સૂકા મેવાનો પાઉડર, ૧/૩ કપ દળેલીખાડ, ૧/૩ કપ માખણ, ૨ મોટી ચમચી ખસખસ, ૧/૪ ચમચી બેકંિગ પાવડર, ૨ ચમચા દૂધ.

 

રીત ઃ સૌ પ્રથમ માખણમાં ખાંડ મિક્સ કરી હળવા હાથે ખૂબ ફીણો. પછી તેમાં સૂકા મેવાનો પાવડર તથા દૂધ મિક્સ કરી નાના નાના ગોળા વાળી લો. હને મેંદો, રવો, ચણાનો લોટ, બેકંિગ પાવડર તથા બાકીની સામગ્રી મિક્સ કરી તેના લીંબુ જેવડા ગોળ વાળી લો. પછી દરેક ગોળાને મૂકી ફરી ગોળો વાળી લો. પછી ઉપર ખસખસ છાંટી પહેલેથી ઓવનમાં ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાને બેક કરી એરટાઈટ ડબ્બામાં ભરી દો.

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved