Last Update : 13-August-2012, Monday

 

બિચારી બૅટમેનની ગર્લફ્રેન્ડ...!

- મન્નુ શેખચલ્લી
બૅટમેન એટલે કે ચામાચિડીયા માનવની અસલી સ્ટોરીમાં તો એક કેટ-વુમન નામની છોકરી આવતી હોય છે. પણ ધારોકે બૅટમેનની કોઈ ઓર્ડીનરી છોકરી જેવી ગર્લફ્રેન્ડ હોત તો?
પ્રસ્તુત છે શબ્દ-કાર્ટુન-કલ્પનાઓ...
* * *
બૅટમેન અને એની ગર્લફ્રેન્ડ એક રેસ્ટોરન્ટમાં જમી રહ્યા છે. જમવાનું પતી ગયું છે. વેઈટર બિલ લઈને આવે છે.
બૅટમેન પોતાના કાળા ચપોચપ ડ્રેસમાં આમતેમ હાથ નાંખી ફાંફા મારે છે. એની ગર્લફ્રેન્ડ મોં બગાડીને કહે છેઃ
‘આ વખતે પણ મારે જ બિલ ચૂકવવું પડશે ને? તારા ડ્રેસમાં ખિસ્સાં મુકાવ, ખિસ્સાં...’
* * *
બૅટમેનની જાજરમાન કાળી કાર એની ગર્લફ્રેન્ડના ઘરે આવીને ઊભી રહે છે.
ગર્લફ્રેન્ડ એકદમ આકર્ષક ઉત્તેજક ડ્રેસ પહેરીને ઘરની બહાર નીકળે છે. કારમાં બેસે છે.
બૅટમેન એને સ્માઈલ આપીને કહે છે. ‘ડાર્લંિગ, આજે રાત્રે હું તને મારી મોસ્ટ ફેવરીટ જગાએ લઈ જવાનો છું.’
કાર સ્ટાર્ટ થાય છે. શહેરની બેસ્ટ હોટલો, બેસ્ટ રેસ્ટોરન્ટો, બેસ્ટ નાઈટ-કલબો, બેસ્ટ ડિસ્કો-કલબો, બેસ્ટ મલ્ટિપ્લેક્સો, બેસ્ટ નાઈટ-સ્પોટ્‌સ આગળથી પસાર થતી રહે છે. બિચારી ગર્લફ્રેન્ડનો ચહેરો ધીમે ધીમે કન્ફ્‌યુઝ થઈ રહ્યો છે.
આખરે બૅટમેનની કાર શહેરની ચમક-દમક છોડીને એકદમ ભંગાર એરિયામાં દાખલ થાય છે. અહીં ગંદકી છે, ગટરો ઉભરાઈ રહી છે, કૂતરાં રખડી રહ્યાં છે...
ગર્લફ્રેન્ડ હવે ખરેખર કન્ફ્‌યુઝ થઈ ગઈ છે.
પરંતુ એ સિનારીયો પણ પસાર થઈ જાય છે. કાર ઝોંપડપટ્ટી ટાઈપનો એરિયા પસાર કર્યા પછી એક ખુલ્લા મેદાન જેવા વિસ્તારમાં આવે છે. અહીં એક જૂનું, અવાવરુ, જર્જરિત, ચાર માળનું ખંડિયેર ઊભું છે.
બૅટમેન એની ગર્લફ્રેન્ડને અંદર લઈ જાય છે અને છત પર ઊંઘા લટકતાં ડઝનબંધ ચામા ચિડીયાંઓનાં કપલ્સને બતાડીને કહે છેઃ
‘બોલ, છે ને એકદમ રોમેન્ટિક સ્પોટ?!’
* * *
બૅટમેનની વિચિત્રતાઓથી કંટાળેલી ગર્લફ્રેન્ડ એને છોડીને જતી રહે છે.
પણ એક દિવસ ગર્લફ્રેન્ડનો બર્થ-ડે છે. બૅટમેન એને કહે છે, ‘ડિયર, હું તને એક નવો જાજરમાન બંગલો ગીફટમાં આપવા માગું છું.’
ગર્લફ્રેન્ડ ખુશ થઈ જાય છે. બૅટમેન એને કારમાં બેસાડી બંગલે લઈ જાય છે. અહીં બઘું જ ભવ્ય છે. ભવ્ય લોન, ભવ્ય સ્વિમંિગ પુલ, ભવ્ય ડ્રોઈંગરૂમ...
પણ બેડરૂમ જોઈને ગર્લફ્રેન્ડ ચીસ પાડી ઊઠે છે! કારણ કે,
અહીં છત પરથી એક ડબલબેડ ‘ઊંધો’ લટકી રહ્યો છે!
Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved