Last Update : 13-August-2012, Monday

 

આંતરરાષ્ટ્રીય કોલ અને મિસકોલ દ્વારા ઠગાઇ જતાં મોબાઇલધારકો

છેલ્લા એક વર્ષથી ચાલતાં આ કૌભાંડનો તાગ સાઇબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન સેલ પણ મેળવી શકતું નથી

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સાત હજાર કરોડ રૃપિયાના બજેટની 'હર હાથ મેં ફોન' યોજના બનાવી છે. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પ્રત્યેક પરિવારને મોબાઇલ ફોનની સુવિધા આપવામાં આવશે. જો કે હાલમાં તો મોબાઇલ ફોન ધરાવતો આમ આદમી એટલો છેતરાઇ રહ્યો છે કે તે કદાચ આ કારણસર મોબાઇલ ફોન વાપરવાનું બંધ કરી દેશે .તેને ગિફટ વાઉચર આપવાના કે અન્ય કોઇ કારણસર અજાણ્યા નંબર પરથી આવતાં ફોન દ્વારા લૂંટી લેવામાં આવે છે. ગુનેગારો પોતે સર્વિસ પ્રોવાઇડરનો સ્વાંગ રચીને સારી યોજનાની ઓફર આપીને પણ મોબાઇલઘારકોને ભોળવે છે. જયારે મોબાઇલધારક તેમને કહેવામાં આવ્યા મુજબ ચોક્કસ રીતે આંકડા દબાવે છે ત્યારે તેમના ફોનમાં રહેલું બંલેન્સ સફાચટ થઇ જાય છે અને તે બેલેન્સ કોઇ અજાણ્યા નંબર પર ટ્રાન્સફર થઇ ગયાની જાણ થાય છે. જયારે આ બાબતે સર્વિસ પ્રોવાઇડરનો સંપર્ક કરવામાં આવે ત્યારે તેમને તો આ બાબતની જાણ જ હોતી નથી એટલે તેઓ કશું કરી શકતા નથી.
મોબાઇલ ફોન દ્વારા લોકોને ઠગતાં ઠગોની મોડસ ઓપરન્ડી દર વખતે એક સમાન હોતી નથી. તેઓ અલગ અલગ યોજના દ્વારા લોકોને લૂંટે છે જો કે આ લૂંટની વ્યક્તિગત રકમ એટલી નાની હોય છે કે લોકો પોલીસ ફરિયાદ કરવા જતાં નથી. અને તે પારંપરિક ગુના કરતાં અલગ હોવાથી પણતેની તરફ ધ્યાન આપવામાં આવતું નથી.
સાયબર પોલીસ ક્રાઇમ વિભાગના વરિષ્ઠ ઇન્સ્પેકટરે જણાવ્યું હતું કે, મોટે ભાગે તો આંતરરાષ્ટ્રીય કોલર્સ જ ભેટ આપવાનો વાયદો કરીને છેતરી જતાં હોય છે. વળી આવા કોલ ઇન્ટરનેટ દ્વારા થતાં હોય છે એટલે અપરાધીને પકડી શકાતા નથી. તેઓ તગડું બેલેન્સ ધરાવતાં પ્રી પેડ અકાઉન્ટ ધારકોને જ મોટે ભાગે નિશાન બનાવે છે. ફોન કર્યા બાદ આરોપી તેમનું ટોક ટાઇમ બેલેન્સ પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લે છે.
જો કે ક્રેડિટ કાર્ડ કે સાયબર જગત સાથે સંકળાયેલી અન્ય ઠગાઇમાં તો મોટી રકમ હોય છે જયારે આમાં નાની રકમ હોય છે એમ આપણને લાગે છે, પરંતુ સાયબર નિષ્ણાતો કહે છે કે વ્યક્તિગત કેસમાં જોઇએ તો આ રકમ નાની લાગે પણ જો સમૂહનો આંકડો લેવામાં આવે તો રકમ મોટી થઇ જાય છે. દરરોજ આવા લાખો કોલ કરવામાં આવતા હોય છે એટલે તેની સાથે સંકળાતા લોકોની કલ્પના આપણે કરી શકીએ .વળી આ કૌભાંડમાં વ્યક્તિગત રકમ નાની હોવાથી ભોગ બનનાર ફરિયાદ પણ કરતો નથી .આથી ઠગનારા પકડાઇ જવાની શકયતા રહેતી નથી. મોટા ભાગના લોકો વધુમાં વધુ તો સર્વિસ પ્રોવાઇડરને જ જાણ કરે છે. તે સિવાય કોઇ પગલાં લેતાં નથી.
સાયબર ક્રાઇમના અધિકારીઓ પણ એ જ ફરિયાદ કરે છે કે લોકો આવા બનાવની ફરિયાદ કરવા આવતા નથી. જો અમને તરતજ જાણ કરવામાં આવે તો અમે સર્વિસ પ્રોવાઇડરને કહીને તે નંબરને બ્લોક કરવાનું કહી શકીએ. ઘણી વખત વ્યક્તિને એક જ નંબર પરથી અનેક મિસ કોલ પણ મળે છે. જો લોકો આની અમને નિયમિતપણે જાણ કરે તો અમે તે નંબરને પણ બ્લોક કરાવી શકીએ.
મોબાઇલ દ્વારા છેતરપિંડી કરનારા મોંઘી ભેટ આપવાનું તો કહે જ છે તે ઉપરાંત લોકોને +૦૦૯ અને +૨૩૨ આંકડા પરથી શરૃ થતાં આંતરરાષ્ટ્રીય નંબર પરથી મિસ કોલ કરે છે. સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન સેલના અધિકારી કહે છે કે કોલર્સ સામાન્ય રીતે દિવસ દરમિયાન અનેક વેળા મિસ કોલ કરે છે. ઘણા લોકો પહેલાં મિસ કેાલની અવગણના કરે છે પણ વારંવાર એક જ નંબર પરથી ફોન આવતાં એમ વિચારે છે કે કોઇ મુશ્કેલીમાં સપડાયેલુંં સ્વજન જ આટલા મિસ કોલ કરતું હશે એટલે સામેથી એક ફોન કરે છે. જયારે તેઓ ફોન કરે છે ત્યારે એડલ્ટ હોટ લાઇન પર ફોન લાગે છે અથવા તો સામે છેડે કોઇ બોલતું જ નથી. આથી જયારે વ્યક્તિ ફોન કટ કરીને પોતાનું બેલેન્સ ચેક કરે છે ત્યારે ખબર પડે છે કે કોઇ અજાણ્યા નંબર પર તેનું સારું એવું બેલેન્સ ટ્રાન્સફર થઇ ગયું હોય છે. આવી વ્યક્તિ જયારે સર્વિસ પ્રોવાઇડરનો સંપર્ક કરે છે ત્યારે તેઓ પણ આવા ફોનના મૂળથી અવગત હોતા નથી. આમ જુઓ તો આ આંતરરાષ્ટ્રીય કૌભાંડ લાગે પણ તે વિશે ખાતરીથી ન કહી શકાય કારણકે કોઇ આતરરાષ્ટ્રીય સિમ કાર્ડ વડે સ્થાનિકમાંથી પણ ફોન કરતું હોઇ શકે. આવા ફોન કરતી ટોળકીનો એક સભ્ય પણ પકડાઇ જાય તો આખા કૌભાંડનો પર્દાફાશ થઇ શકશે.
પાકિસ્તાન કે આફ્રિકાના દેશોના કોલર્સ કોઇ પણ નંબર પરથી ફોન કરતાં હોય છે. ભારતના મોબાઇલઘારકો ને પાકિસ્તાનમાંથી +૦૦૯૨ અને આફ્રિકામાંથી +૨૩૨ આંકડાથઈ શરૃ થતાં નંબર પરથી ફોન આવે છે. જયારે મોબાઇલધારકને કટાણે અજાણ્યા નંબર પરથી ફોન આવે છે ત્યારે તે કૂતુહલવશ તે નંબર પર પાછો ફોન કરે છે. આવા ઠગો બે રીતે લોકોને ઠગતા હોય છે. પહેલી રીતમાં તેઓ કહે છે કે તમને લાખો રૃપિયાની લોટરી લાગી છે અને તે પૈસા મેળવવા માટે રૃ. ૧૦ હજાર જેવી રકમ ભરવાનું જણાવવામાં આવે છે. આ ફોનને સાચો માનીને મોબાઇલધારક તેને જણાવવામાં આવ્યા મુજબ પૈસા ભરે છે અને છેતરાઇ જાય છે. પૈસા ભરવા માટે તેને ભારતની જ કોઇ બેંકનો ખાતા નંબર આપવામાં આવે છે .કૌભાંડમાં સંડોવાયેલી કોઇ વ્યક્તિ જ આ બેંકમાંથી પૈસા ઉપાડીને હવાલા દ્વારા પાકિસ્તાન મોકલાવે છે. બીજી રીતમાં મોબાઇલધારકને હાઇ કોલ રેટથી છેતરવામાં આવે છે અને આ દ્વારા ગેંગને પૈસા મળે છે. પોલીસના જણાવ્યા અનુસાર કેટલાક ફરિયાદીઓ એવો દાવો કરે છે કે જયારે તેઓ અજાણ્યા નંબર પર ફોન કરે છે ત્યારે જો તેમનો નંબર પ્રી પેડ હોય તો મોટા ભાગનું બેલેન્સ કપાઇ જાય છે અને જો પોસ્ટ પેડ નંબર હોય તો તેમને તગડું બીલ મળે છે. આ નંબરો પરના દર સેકંડના ચાર્જ કેટલા લાગે છે તેની પોલીસને જાણ થઇ નથી.
સાયબર નિષ્ણાતોને આશંકા છે કે છેલ્લા એક વર્ષથી આવું ચાલે છે. જો એક જ નંબર પરથી ઘણા લોકોને કોલ આવતાં હોવાની ફરિયાદ સર્વિસ પ્રોવાઇડરને મળે તો તેઓ પણ આ અંગે પોલીસ ફરિયાદ કરી શકે છે. સામાન્ય માણસે તો આવા અજાણ્યા નંબર પર ફરી ફોન ન કરવાની તકેદારી રાખવી જોઇએ. જો એક જ નંબર પરથી અનેક મિસકોલ આવે તો સર્વિસ પ્રોવાઇડરને તે બાબતે સાવધ કરવા જોઇએ. જો સર્વિસ પ્રોવાઇડર તરફથી ફોન આવે અને ચોક્કસ કી દબાવવાનું કહેવામાં આવે તો તે કરતાં અગાઉ તમારા સર્વિસ પ્રોવાઇડરની કસ્ટમર કેર સર્વિસમાં ફોન કરીને આ બાબતની પુષ્ટિ મેળવી લેવી. પ્રી-પેડ નંબર ધરાવનારા વધુ છેતરાય છે.
આથી તેમણે તો સવિશેષ સાવધ રહેવું જોઇએ. આપણને એમ થાય કે અજાણી વ્યક્તિને કઇ રીતે ખબર પડે કે ફલાણો નંબર પ્રી-પેડ છે કે પોસ્ટ -પેડ છે? આ સવાલના જવાબમાં સાયબર નિષ્ણાતો કહે છે કે કેટલીક એવી વેબસાઇટ છે જેના પર તમે નંબર ટાઇપ કરો તો તમને જાણ થાય છે કે તે પ્રી-પેડ છે કે પોસ્ટ-પેડ ,સર્વિસ પ્રોવાઇડર કોણ છે અને તેનું લોકેશન કયાંનું છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved