Last Update : 13-August-2012, Monday

 
દિલ્હીની વાત
 
નંબર-ટુની બબાલ...
યુપીએ સરકારની સમસ્યાઓનો કોઈ અંત નથી. તેના સાથી પક્ષો એનસીપી અને તૃણમુલ કોંગ્રેસ સમસ્યા કરી રહ્યા છે. એનસીપીના નેતા શરદ પવારને નંબર-ટુ પોઝીશન આપવા અંગે ચાલુ રહેલી મૂંઝવણના પગલે એનસીપી ફરી છંછેડાયું છે. એનસીપીને ગુસ્સો એ વાતનો છે કે એનસીપીએ વિરોધ નોંધાવ્યો હોવા છતાં કેબિનેટ પ્રધાનોની યાદી ફરીથી મુકાતી નથી. વડાપ્રધાનની ઓફીસ અને કેબીનેટ સેક્રેટરીની વેબસાઈટમાં ફેરફાર થયા નથી. જ્યારે india.gov.in માં નાણાપ્રધાન પી. ચિદમ્બરમને વડાપ્રધાનના નામ પછી દર્શાવાયા છે. માત્ર એટલું જ નહીં, સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટોનીનું નામ પ્રણવની વિદાય પછી આગળ આવવું જોઈએ તે કહે છે કે વડાપ્રધાન પછીના નંબરે આવતા પ્રધાનો બધા સરખા ગણાય...
તૃણમૂલનું ટેન્શન
કોંગ્રેસને સતત ટેન્શનમાં રાખતા તૃણમૂલ કોંગ્રેસના નેતા કોંગ્રેસને વધુ એક ઝાટકો આપશે એમ મનાય છે. સાથી પક્ષો માટે સોનિયા ગાંધીએ ઊભી કરેલી સંયોજન સમિતિની ગઈકાલે યોજાયેલી બેઠકમાં મમતા બેનરજી હાજર રહ્યા નહોતાં. તેમણે તેમના કોઈ નેતાને પણ આ બેઠકમાં હાજર રહેવા કહ્યું નહોતું. સંસદનું ચોમાસુ સત્ર શરૃ થઈ ગયું છે. નંબર-ટુની પોસ્ટ માટે એનસીપી-કોંગ્રેસ વચ્ચે થયેલા વિવાદના પગલે સોનિયા ગાંધીએ ૮ વર્ષમાં પ્રથમવાર સંયોજન સમિતિની બેઠક બોલાવી હતી. હવે આ સમિતિની બેઠક દર મહિનાના છેલ્લા શુક્રવારે મળશે.
કોંગ્રેસ-ભાજપ વચ્ચે તડાતડી
ગઈકાલે એલ.કે. અડવાણીએ યુપીએ સરકારને ઉતારી પાડતી કરેલી રિમાર્કના પગલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તડાતડી થઈ ગઈ હતી. સોનિયા ગાંધીએ જોરદાર વિરોધ દર્શાવ્યો હતો. લોકસભામાં સુશીલકુમાર શીંદેને નેતા બનાવ્યા હોવા છતાં સોનિયા ગાંધીએ હવાલો સંભાળ્યો હતો અને અડવાણીને તેમના શબ્દો પાછા ખેંચવાની ફરજ પાડી હતી. સોનિયાજીને મળવા ગયેલા તેલંગાણાના નેતાઓને કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે પ્રણવની જગ્યા શીંદેએ નહીં પણ કોંગ્રેસે પુરી છે.
મફત મોબાઈલ અને મશ્કરી...
બીપીએલ (બીલો પોવર્ટી લાઈન)ને મફત મોબાઈલ આપવાની સરકારની જાહેરાતથી વિવાદ થયો છે. ભાજપે કહ્યું છે કે ૨૦૧૪ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરેલી આ જાહેરાત પ્રજાની મશ્કરી સમાન છે. આ યોજના માટે રૃ. ૧૦૦૦ કરોડની જાહેરાત વડાપ્રધાન ૧૫ ઓગસ્ટે કરવાના છે. પરંતુ તેમ થશે કે કેમ તે અંગે શંકા છે. પ્લાનીંગ કમીશનના નાયબ અધ્યક્ષ મોન્ટેકસિંહ કહે છે કે આ યોજના હજુ વિચારણા હેઠળ છે.
સાંસદો સામેની ફરિયાદ
સરકારી અધિકારીઓ સામેની સાંસદોની ફરિયાદ સાંભળવા કોંગ્રેસના સભ્ય ગીરીજા વ્યાસના વડપણ હેઠળ ૧૫ સભ્યોની કમિટી ઊભી કરાઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અધ્યક્ષ દ્વારા આવેલી સાંસદોની ફરિયાદની તપાસ થશે. કોઈપણ અધિકારીને બોલાવવાની સત્તા તેમની પાસે રહેશે. જો કેસ ગંભીર લાગશે તો તેને પ્રિવીલેજ કમિટી સમક્ષ મોકલી અપાશે.
જટિલ રોગોની કેપીટલ
હાઈ બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, હાઈ કોલેસ્ટોરલ અને હાઈપર ટેન્શન જેવા જટીલ રોગોની વિશ્વની રાજધાની ભારત બની રહ્યું છે. દવાઓની ઉંચી કિંમત સારવારની આડે આવી રહી છે. પરંતુ હવે આ રોગોની દવા માત્ર બે રૃપિયામાં મળશે. ઓઝોન ગૂ્રપના ચેરમેન એસ.સી. સેહગલે જણાવ્યું હતું કે અમે અમારી સામાજીક જવાબદારી નીભાવી રહ્યા છીએ. ઓઝોને લાંબા સંશોધન બાદ આ દવાઓ તૈયાર કરી છે.
- ઈન્દર સાહની
Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved