Last Update : 13-August-2012, Monday

 

ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી

એક કલાકમાં ત્રણ મુકાબલાને લીધે ખુબ જ થાકી ગયો હતો

ડાબી આંખ સુજી ગઇ હોવાથી બરોબર દેખાતુ નહતું પણ મેડલ જીતવો જરૃરી હતો

લંડન,તા.૧૨
ભારતીય કુસ્તીબાજ યોગેશ્વર દત્તે પુરૃષોની ૬૦ કિગ્રા વજન વર્ગની ફ્રિસ્ટાઇલ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. ભારતીય કુસ્તીબાજ યોગેશ્વરે બ્રોન્ઝ સપળતા બાદ કહ્યું કે, એક કલાકથી ઓછા સમયમાં ત્રણ મુકાબલાને કારણે હું થાકી ગયો હતો.
વધુમાં રશિયાના વર્લ્ડ ચેમ્પિયન કુસ્તીબાજ સામેના મુકાબલામાં મને ડાબી આંખ પર ઇજા થતા તે સુજી ગઇ હતી અને બરોબર દેખાતુ પણ નહતું, તેમ છતાં દેશ માટે બ્રોન્ઝ જીતવાના જુસ્સાને કારણે હું મેદાનમાં ટકી રહ્યો અને આખરે મને સફળતા મળી.
રિપેચાર્જને કારણે ફરી વખત તક મેળવનારા યોગેશ્વરે પ્યુટોરિકો અને ઇરાનીયન પહેલવાનોને હરાવ્યા હતા.
જે પછી ઉત્તર કોરિયાના જોંગ માયોંગ રીને ૩-૧થી હરાવીને બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કર્યો હતો. આ સાથે તે ૧૯૫૨માં કે.ડી.જાધવ અને ૨૦૦૮માં સુશીલ કુમાર બાદ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનારો ત્રીજો કુસ્તીબાજ બની ગયો હતો.
યોગેશ્વરે કહ્યું કે, ઓલિમ્પિક મેડલ જીતવાનું મારૃ બાળપણનું સ્વપ્ન સાકાર થઇ ગયું છે. મેં છેલ્લા ૨૧ વર્ષથી અંહી સુધી પહોંચવા માટે સખત મહેનત કરી છે અને ઘણો બધો ભોગ આપ્યો છે. આખરે આ બ્રોન્ઝ મેડલે મારા તમામ પ્રયાસોને સાર્થક સાબિત કર્યા છે. મારી હાલની લાગણીઓને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી.
યોગેશ્વરે તેની ઇજા અંગે કહ્યું કે, મને શરૃઆતના રાઉન્ડમાં જ ઇજા થઇ હતી. જો કે ઓલિમ્પિકમાં આવી બધી ઇજાઓને ગણકારવાની ન હોય.
દેશ માટે મેડલ જીતવા માટે ગમે તેવી હાલતમાં અમારે ઉભા થઇને લડવાનું હોય છે અને મને ખુશી છે કે હું મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. યોગેશ્વરે એમ પણ ઊમેર્યું કે મારૃ ગુ્રપ મુશ્કેલ હતુ. મારે વર્લ્ડ ચેમ્પિયન સામે રમવાનું હતુ. શરૃઆતમાં હાર્યા બાદ હું નિરાશ હતો પણ રિપેચાર્જમાં મને તક મળી તે હું જવા દેવા માંગતો નહતો અને આખરે તેમાં મને સફળતા મળી.
બ્રોન્ઝ મેડલ મેચમાં પ્રથમ રાઉન્ડમાં ૦-૧થી હાર્યા બાદ બીજા રાઉન્ડમાં યોગેશ્વરે ૧-૦થી જીતીને બરોબરી મેળવી હતી. ત્રીજા અને નિર્ણાયક રાઉન્ડમાં તેણે છ પોઇન્ટ જીત્યા હતા. જે અંગે તેણે કહ્યું કે, મેં તેની સામે ફિટેલે ટેકનીકનો ઉપયોગ કર્યો હતો. જેમાં કુસ્તીબાજો હરિફના પગને પલકવારમાં ઝડપીને વાળી દે છે. તે ટેકનીકને સહારે યોગેશ્વર છ પોઇન્ટ જીત્યો અને તેને બ્રોન્ઝ મળ્યો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved