Last Update : 13-August-2012, Monday

 
 

સુશીલ કુમાર અને યોગેશ્વરે ભારતીય કુસ્તીને વિશ્વમાં ગૌરવ અપાવ્યું
ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

 

શુટીંગમાં વિજય કુમાર-ગગન નારંગ, બોક્સિંગમાં મેરી કોમ અને બેડમિંટનમાં સાયનાની સફળતા સિમાચિન્હરૃપ ઃ ૨૦૧૬ના ઓલિમ્પિકમાં ભારતને ૧૦થી વધુ મેડલનો આત્મવિશ્વાસ

લંડન,તા.૧૨
કુસ્તીબાજ સુશીલ કુમારે ઐતિહાસિક સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. આ સાથે ભારત તેના ઓલિમ્પિક ઇતિહાસમાં સૌપ્રથમ વખત છ મેડલ જીતવામાં સફળ રહ્યું હતુ. ભારતે લંડન ઓલિમ્પિકમાં બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ સાથે કુલ છ મેડલ જીત્યા હતા. ભારતને શૂટિંગમાં વિજય કુમારે સિલ્વર મેડલ અપાવ્યો હતો. જ્યારે શુટિંગમાં ગગન નારંગે, બેડમિંટનમાં સાયના નેહવાલે, મહિલા બોક્સિંગમાં મેરી કોમે તેમજ કુસ્તીમાં યોગેશ્વર દત્તે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતે છેલ્લે ૨૦૦૮ના બેઇજિંગ ઓલિમ્પિકમાં એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ સાથે ત્રણ મેડલ જીત્યા હતા. જો કે લંડનમાં ભારતે ગત ઓલિમ્પિક કરતાં બેવડી સંખ્યામાં મેડલ જીતીને કમાલ કરી દીધો હતો.
ભારતના ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન કુસ્તીબાજ સુશીલ કુમારે તેના પ્રથમ મુકાબલામાં જ બેઇજિંગ ઓલિમ્પિકના ગોલ્ડ મેડાલીસ્ટને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. સુશીલે એક પછી એક પહેલવાનોને હરાવતા આગેકૂચ કરી હતી. તેણે ફાઇનલમાં પ્રવેશતા જ મેડલ નિશ્ચિત કરી લીધો હતો. આ સાથે તે સતત બે ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારો સૌપ્રથમ ભારતીય ખેલાડી બની ગયો હતો. જો કે ફાઇનલમાં તે જાપાનીઝ કુસ્તીબાજ સામે નિષ્ફળ રહ્યો હતો અને સિલ્વર મેડલ જીતી શક્યો હતો. ફાઇનલમાં હાર છતાં સુશીલની સિધ્ધી વિરાટ છે અને ત્યાં સુધી કોઇ ભારતીય અત્યાર સુધી પહોંચી શક્યું નથી.
લંડન ઓલિમ્પિકમાં ભારતને સૌથી વધુ આશા શૂટિંગમાં હતી. જેમાં ભારત બે મેડલ જીતવામાં સફળ રહ્યું હતુ. ગગન નારંગે ૧૦ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને લંડન ગેમ્સમાં ભારતને મેડલ ટેલિમાં સ્થાન અપાવ્યું હતુ. જે પછી વિજય કુમારે ૨૫ મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. તિરંદાજી અને એથ્લટિક્સમાં ભારતનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. જો કે મહિલા ચક્ર ફેંકમાં ક્રિષ્ના પુનિયા અને પુરૃષ ચક્રફેંકમાં વિકાસ ગૌવડા ફાઇનલમાં પ્રવેશવામાં સફળ રહ્યા હતા.ટેનિસમાં પણ ભારતના સુપરસ્ટાર્સે નિરાશ કર્યા હતા. જો કે બેડમિંટનમાં સાયના નેહવાલે કમાલ દેખાડયો હતો અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બોક્સિંગમાં પણ ભારતની પાંચ વખતની વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમે બ્રોન્ઝ સફળતા મેળવીને રેકોર્ડ બુકમાં પોતાનું સ્થાન અમર કરી દીધું હતુ.
કુસ્તીમાં શરૃઆતની નિષ્ફળતા બાદ ભારતીય ખેલાડીઓએ પોતાનો દેખાવ સુધાર્યો હતો અને ગઇકાલે મોડી રાત્રે રમાયેલા ૬૦ કિગ્રા ફ્રિસ્ટાઇલના મુકાબલામાં યોગેશ્વર દત્તે જોરદાર દેખાવ કરતાં વર્લ્ડ ચેમ્પિયન રશિયન કુસ્તીબાજને હંફાવ્યો હતો. યોગેશ્વરને તેના બીજા મુકાબલાની હાર બાદ રિપેચાર્જમાં તક મળી હતી અને તે તેણે ઝડપી લીધી હતી. એક કલાકથી ઓછા સમયમાં જ યોગેશ્વર દત્તને ત્રણ મુકાબલા ખેલવા પડયા હતા. જો કે તેણે ઇજા છતાં મેદાનમાં સંઘર્ષ જારી રાખ્યો હતો અનેઆખરે ઉત્તર કોરિયાના કુસ્તીબાજને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved