Last Update : 13-August-2012, Monday

 

અર્થકારણ અને સમાજ માટે આર્થિક વિકલ્પની જરૃરિયાત

 

ભ્રષ્ટાચાર એ વ્યાપક રીતે ફેલાયેલ જીવલેણ રોગ સમાન દૂષણ છે આ દૂષણને દૂર કરવું આમ તો અશક્ય છે પણ તેનો કોઈ વિકલ્પ નથી એમ કહેવું પણ અયોગ્ય છે પ્રવર્તમાન સંજોગોમાં દેશમાં એવા વિકલ્પની જરૃર છે કે જેના દ્વારા દેશના સાંપ્રત પ્રશ્નો હલ થાય કે હળવા થાય અને સાથે સાથે ભ્રષ્ટાચાર, કૌભાંડો, શોષણ જેવા પ્રજાપીડન પ્રશ્નો પણ ઉકેલી શકાય. આ માટે દેશને પ્રબળ 'આર્થિક વિકલ્પ'ની જરૃર છે. કારણ કે અગાઉની અને અત્યારની આર્થિક વ્યવસ્થા, નીતિઓ, યોજનાઓ અને તેના અમલીકરણને કારણે જ ભ્રષ્ટાચાર અને કાળા નાણાં જેવા પ્રશ્નો વધ્યા છે તો બીજી તરફ વિકાસ યોગ્ય પ્રમાણમાં થયો નથી. વિકાસના લાભો દેશના મોટા ભાગના લોકોને મળ્યા નથી આથી જ અગિયારમી અને બારમી પંચવર્ષીય યોજનામાં Inclusive Growth કેન્દ્ર સ્થાને છે.
આપણે આઝાદી પછી આયોજનના સમયમાં અને ૧૯૯૧થી આર્થિક સુધારાના સમયમાં એ પ્રકારની આર્થિક પદ્ધતિમાં અમલ કર્યો કે જેથી પ્રશ્નો ઉકેલાવાના બદલે ગંભીર બન્યા અને નવા પ્રશ્નો વધ્યા. આપણે મિશ્ર અર્થકારણની આર્થિક પદ્ધતિનો અમલ કર્યો છે જેનાથી મૂડીવાદ અને સમાજવાદના સારા લક્ષણોનો અમલ થતાં આ બન્ને આર્થિક પદ્ધતિના ફાયદાઓ મળે અને તેના ગેરલાભો દૂર થાય. આ માટે આપણે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ, ખાનગી ક્ષેત્રને નિયંત્રિત રીતે કામ કરવાની છૂટ, ગ્રાહકોની સ્વતંત્રતા, ઉત્પાદનના સાધનોની કામ કરવાની સ્વતંત્રતા, ખાનગી મિલ્કત ધરાવવાનો અધિકાર, બજારતંત્ર અને સરકાર નિયત્રિંત ભાવો, વારસ પ્રથા, નફા માટે ઉત્પાદન વગેરે બાબતોનો અમલ કરવામાં આવે છે.
મિશ્ર અર્થકારણમાં મૂડીવાદ અને સમાજવાદના સારા તત્ત્વો સમતોલ અને સપ્રમાણ રીતે અમલ થવો જોઈએ પણ આપણે ત્યાં તે પ્રમાણે અમલ થયો જ નથી. ક્યારેક સમાજવાદ તરફ તો ક્યારેક મૂડીવાદ તરફ આપણે વધારે ઢળીએ છીએ. અત્યારે ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વીકીકરણ દ્વારા નવા જ પ્રકારના મૂડીવાદનો અમલ કરીએ છીએ. આ પ્રકારની અર્થવ્યવસ્થાથી ફાયદાને બદલે ગેરફાયદા વધારે થયા છે. મૂડીવાદ અને સમાજવાદના ગેરફાયદાઓ, પ્રશ્નો અને નિષ્ફળતાઓ જેમ કે, આવક અને સંપત્તિની અસમાનતા, ગરીબી, ભૂખમરો, બિનજરૃરી વસ્તુઓનું ઉત્પાદન અને જીવનજરૃરી ચીજોની અછત, બજાર નિષ્ફળતા, ભાવોના પ્રશ્નો, નોકરશાહી, તુમારશાહી, ભ્રષ્ટાચાર અને કૌભાંડો પ્રાદેશિક અસમતુલા વગેરે પ્રશ્નો વધ્યા છે.
હાલની આર્થિક વ્યવસ્થા લગભગ નિષ્ફળ ગઈ છે. વિકાસની સાથે બેરોજગારી અને ગરીબીના પ્રશ્નો વધ્યા છે આ ઉપરાંત શોષણ, કુપોષણ, ભૂખમરો, કંગાલિયત, અસમાનતા, ફુગાવો વગેરે પ્રશ્નો વધ્યા છે. આપણે એ પ્રકારની અર્થવ્યવસ્થા કે પદ્ધતિ સ્વીકારી છે જે આપણા દેશ, અર્થકારણ, લોકો સમાજ સંસ્કૃતિને અનુરૃપ નથી. ભારત જેવા ખેતીપ્રધાન અને અનેકવિધ વિવિધતા ધરાવતા દેશમાં વિદેશી આર્થિક મોડેલનો અમલ કરવામાં આવેલ છે અને તેના દુષ્પરિણામો આપણે સૌ ભોગવીએ છીએ.
આપણા દેશને અનુકૂળ અને અનુરૃપ આર્થિક વ્યવસ્થા બહાર શોધવાની જરૃર નથી. અગાઉ ભારત વિશ્વનો વિકસીત દેશ હતો અને વિશ્વની સમૃદ્ધિ, સોનું ભારતમાં ઠલવાતું ત્યારે જે અર્થવ્યવસ્થા હતી તેમાં સાંપ્રત પરિસ્થિતિને અનુરૃપ સુધારાઓ કરીને તેનો અમલ કરી શકાય. પૂ. મહાત્મા ગાંધીજીએ ભારતને અનુરૃપ જે આર્થિક અભિગમો સૂચવેલ અને અહીં ચર્ચા કરી છે તેમ શ્રી મોરારજીભાઈ દેસાઈની સરકારે જેનો સાંગોપાંગ અમલ કરેલ તે ભારતીય પદ્ધતિનો અમલ કરવો જોઈએ. શ્રી લાલબહાદુર શાસ્ત્રી અને શ્રી વી. પી. સિંઘની સરકારોએ પણ ગાંધીવાદના કેટલાક અભિગમોનો અમલ કરેલ. દેશ માટે આ પ્રકારના આર્થિક વિકલ્પની તાતી જરૃર છે.
ગાંધીવાદી આર્થિક વિકલ્પોનો અમલ એ અત્યારના સમયની તાતી માંગ છે તે અનુસાર ખેતી અને ગ્રામોદ્યોગને સર્વાધિક મહત્ત્વ, ખેત ઉદ્યોગો, કુટિર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગોનો વિકાસ, શ્રમનો વધારે ઉપયોગ, ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત, આવક અને સંપત્તિની સમાન વહેંચણી, સાદગી, સત્ય અને પ્રમાણિકતા, પંચાયતી રાજ્ય અને સહકારી સંસ્થાઓનો વિકાસ, અંત્યોદય, પારદર્શક નીતિઓ અને વહીવટ, પ્રજાલક્ષી નેતૃત્વ વગેરેનો અમલ કરીને દેશને નવો આર્થિક વિકલ્પ આપવો જોઈએ.
આ કોલમમાં સતત ગ્રામરાજ્ય દ્વારા રામરાજ્યની હિમાયત કરીએ છીએ અને ગુજરાતના ૧૦૦૦ ગામોના તેનો સંદેશ પહોંચાડીને તે દિશામાં કાર્યરત કરેલ છે અને વિવિધ પરિષદો અને મંચો દ્વારા સમગ્ર દેશ અને વિશ્વમાં જે અંગો જનમત જાગૃત કરીએ છીએ તે બાબત નવા આર્થિક વિકલ્પ મળશે અનતેના દ્વારા હાલના મોટાભાગના પ્રશ્નો ઉકેલી સમાન, સમતોલ, ન્યાયી વિકેન્દ્રિત વિકાસ શક્ય બનશે અને વિકાસના લાભો દેશના બધા જ લોકોને મલશે અને સાચા અર્થમાં રામરાજ્ય સ્થપાશે. આ માટે જળસંચય, સેન્દ્રિય ખેતી, ખેત પેદાશમૂલ્ય વૃદ્ધિ, ગ્રામોદ્યોગ, કુટિર ઉદ્યોગોનો વિકાસ, સ્ત્રી સશક્તિકરણ, શિક્ષણ, આરોગ્ય, વ્યસનોની નાબૂદી, ગરીબી નિવારણ, સરકારી યોજનાઓમાં લોકભાગીદારી વગેરે કામગીરી કરવી જોઈએ.

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved