Last Update : 13-August-2012, Monday

 

કોમોડિટી કરંટ

સોનામાં આયાત ડયુટી ફરી વધવાના ભણકારા

ગુજરાત સહિત દેશભરમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાના ચાલી રહેલા લેટ દોરને કારણે મોટી તેજી પાર કૃષિ ચીજો જેવી કે હળદળ, એરંડા, જીરુ, મરચુ વગેરેમાં બજાર તૂટયા છે. ગયા મહિને કેટલીક કૃષિ ચીજોના વાયદા ઉપર માર્જીન વધારાના વાયદા પંચના ચાબુક બાદ હવે આગળનો શિકાર એરંડો તથા ધાણા બની શકે છે. જુલાઈના શરૃઆતમાં લગભગ ૩૩૫૦થી ૩૫૦૦ની રેન્જમાં રહેતુ એરંડા બજાર રાજ્યમાં વરસાદના અભાવે ટૂંકાગાળામાં એકદમ ઉછળીને પ્રતિ ક્વિન્ટલે ૪૫૦૦થી ૫૧૦૦ની સપાટીએ જતાં લાલધૂમ તેજીના દર્શન જોવા મળ્યા હતા. તેજ પ્રમાણે ધાણા બજાર પણ રાજસ્થાનમાં વરસાદ ખેંચાવાને કારણે પ્રતિ ક્વિન્ટલે ૨૫૦૦ની આસપાસ રહેતી બજાર ઉછળીને ૨૯૦૦ની સપાટીએ જતાં વાયદા પંચની નજરે બંને ચીજો આવી ગઈ છે. આ બંને ચીજોના વાયદા વેપાર ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. અચાનક બજારો ઉછળતાં સટોડિયા વર્ગની હાજરી હોવાની આશંકા છે. એરંડા ઉપર પહેલેથી સ્પેશ્યિલ માર્જીન હોવા છતાં ટ્રેડીંગ પોઝીશન તેમજ કિંમતોનું કંટ્રોલ નહિ રહેતાં વાયદા પંચ માટે તપાસનો વિષય બની ગયો છે. જોકે હાલમાં રાજ્યમાં વરસાદને કારણે વેપારી મનોવૃત્તિ બદલાતાં એરંડા બજાર ૫૧૦૦થી તૂટીને ૪૦૦૦ની આસપાસ આવી ગઈ છે. વરસાદ સારા પ્રમાણમાં થાય તો એરંડા બજાર હજીપણ તુટીને ૩૮૦૦થી ૩૫૦૦ થવાની સંભાવના છે. આવું હળદળ બજારનું છે. એક મહિના અગાઉ ૪૧૦૦થી ૪૩૦૦ની રેન્જમાં રહેલી હળદળ બજારમાં વરસાદના અભાવે ગરમી પકડાતાં હળદળનો બચેલ સ્ટોક કવર માટે સ્ટોકિસ્ટો તથા સટોડિયાઓની લેવાલી નીકળતાં ભાવો ઝડપથી વધીને ૬૮૦૦ની પાર નીકળી જતા હળદળ બજારમાં ભારે તાબડતોળ ખરીદ પોઝીશન ઉપર કેશ માર્જીન ૨૦ ટકાથી વધારી ૪૦ ટકા કરી વિવિધ પગલાં લેવા ઉપરાંત સમયસર વરસાદ થતાં હળદળ બજાર પ્રતિ ક્વિન્ટલે ૬૮૦૦થી તૂટીને ૬૦૦૦ની સપાટીએ આવી છે. જોકે આગામી નવેમ્બર-ડિસેમ્બર માસમાં એક્સપોર્ટ નીકળે તો હળદળ બજારમાં ફરીથી ગરમી પકડાઈ શકે તેમ છે. જીરા બજારમાં ગત અઠવાડિયે બજાર તૂટતાં ૧૬૦ની આસપાસ રહેલ છે. રાજ્યમાં વરસાદને કારણે જીરા બજાર રેન્જ બાઉન્ડ રહ્યું છે. જીરા હાજર બજાર પણ ૨૮૦૦થી ૩૦૦૦ની પ્રતિ મણે છે. જીરાની ઊંચા મેડીમાં હાલમાં માંડ ૪૦૦૦થી ૫૦૦૦ બોરીના વેપારો છે. ખેડૂત આવકોમાં સુસ્તી છે. જીરા ઉત્પાદિત સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમો હજી ખાલી છે. વરસાદ સમયસર જરૃરિયાત પ્રમાણે નહિ થાય તેમજ આગામી માસમાં એક્સપોર્ટની ધરાકી ખુલે તો જીરા બજારમાં ફરીથી ઉછાળો આવી શકે છે.
બટાટામાં પણ લાલધૂમ તેજીને કારણે પશ્ચિમ બંગાળ સરકારે કેન્દ્રમાં ઉગ્ર રજૂઆત કરી બટાટા વાયદાને બંધ કરવાની માંગ કરતાં વાયદા પંચે ફટાફટ પગલાં લેવાનું શરૃ કરી બટાટા વાયદો હાલમાં સસ્પેન્ડ કરેલ છે. છેલ્લા છ માસમાં બટાટાના ભાવોમાં ૪૦ ટકાનો ઉછાળો થયેલ છે. નવેમ્બર ૨૦૧૨ની ડિલેવરી કરાર ઉપર બ્રેક મારી છે. પશ્ચિમ બંગાળ સરકારે બટાટાની નિકાસની સાથે સાથે અન્ય રાજ્યોમાં થતી હેરાફેરી ઉપર પણ પ્રતિબંધ ફરમાવતાં વિવાદનું કેન્દ્ર બટાટા બજાર બન્યું છે. ગત વર્ષે ૪થી ૫ રૃા. પ્રતિ કિલો ગઘેડે કુટાતા બટાટાના ભાવો આ વર્ષે ખેડૂતોને મળ્યા છે.
રાયડો તતા સોયાબીન બજાર પણ નરમ પડતાં વાયદા પંચે બંને ચીજમાં સ્પેશ્યિલ માર્જીન ૧૦ ટકાથી ઘટાડી પાંચ ટકા કરેલ છે. ગત એપ્રિલમાં સોયાબીન, સોયા ઓઈલ, રાયડો તથા ચણામાં ઉછળતાં બજારને કંટ્રોલ કરવા માટે વાયદા પંચે પોઝીશન લીમીટમાં ઘટાડા સહિતના અનેક પગલાં લીધા હતા. ટૂંકમાં કૃષિ ચીજોની બજાર વધ-ઘટનો મુખ્ય આધાર ચોમાસા ઉપર છે.
દરમ્યાન સોનામાં આયાત ડયુટી ફરી વધવાના ભણકારા વાગી રહ્યા છે. ગત બજેટમાં સરકારે આયાત ડયુટી સોના ઉપર લગભગ બમણી કરી હતી. જેનાથી સોનાની માંગ ઘટતા જુલાઈ સુધીમાં સોનાની આયાતમાં ૪૦ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં માંડ ૩૫૦ ટન જેટલું સોનુ આયાત થયું હોવાના અહેવાલ છે. રિપોર્ટ પ્રમાણે સોનાની આયાત એપ્રિલમાં ૪૮ ટકા, મે માસમાં ૫૧ ટકા તથા જૂન માસમાં ૬૩ ટકાનો ઘટાડો થયો હોવાનું મનાય છે. પરંતુ રસપ્રદ બાબત એ છે કે ગત મહિને જુલાઈમાં સોનાની આયાતમાં ઓચિંતો વધારો જોવા મળ્યો છે. માત્ર જુલાઈ માસમાં ૨૨ ટકા સોનાની આયાતમાં વૃદ્ધિ થયાના અહેવાલોથી સરકારની નજર સોનાના વેપાર ઉપર સ્થિર થઈ છે. ગોલ્ડ ETF માં ગત વર્ષ દરમ્યાન ૨૫ ટકાનું રિટર્ન રહેતાં તેમાં રોકાણ વધી રહ્યું હોવાનો અંદાજ છે. સરકારના મતે સોનામાં રોકાણ ફાયદાકારક નહિ હોવાથી તેમજ અર્થ વ્યવસ્થાના સંતુલન માટે સરકાર સોનાની આયાત રોકવા માટે કદાચ સરકાર સોનાની આયાત ડયુટી વધારવાના મૂડમાં હોય તેવું જણાઈ રહ્યું છે.

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved