Last Update : 13-August-2012, Monday

 

બીજા ઘરનું ઝડપથી વિકસી રહેલું બજાર

 

સમગ્ર ભારતમાં મકાનોનું બજાર સતત પરિવર્તનશીલ હોવા છતાં દેશમાં તથા વિદેશમાં રહેતા ભારતીયોમાં ભારતમાં રોકાણ કરવાનો પ્રવાહ સતત વધી રહ્યો છે. એક ઘર હોવા છતાં બીજું ઘર લેવાનો ટ્રેન્ડ હવે એક અલગ માર્કેટ સેગમેન્ટ તરીકે પ્રસ્થાપિત થઈ ગયો છે. ભારતીય ખરીદદારોની બદલાતી પસંદગી, ઉંચી ખર્ચશક્તિ વગેરેને કારણે યુવાન અને જૂના રોકાણકારો માટે રિયલ એસ્ટેટ એ પસંદગીનો વિકલ્પ બની ગયું છે.
રોકાણકારોએ પણ આ બદલાઈ રહેલા ટ્રેન્ડને પારખી લીધો છે. જેથી વ્યવહારૃ દ્રષ્ટિએ રોકાણ પરવડે તેવા સેકન્ડ હોમ પ્રોજેક્ટની સંખ્યા વધી રહી છે. પોતાના પૈતૃક ઘરમાં રહેનારા ખરીદદારોમાંથી રોકાણના શ્રેષ્ઠ વિકલ્પ, આવકના સાધન કે વેકેશનમાં આનંદ માણવાના સ્થળ તરીક બીજું ઘર ખરીદનાર તરીકેના ગ્રાહકમાં આવેલા આ પરિવર્તનને રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ નોંધપાત્ર વૈવિધ્ય આણ્યું છે. ઘણાં પ્રોજેક્ટ્સમાં આઉટડોર અથવા રમતગમતની સુવિધાઓ જેવી કે ગોલ્ફિંગ, વોટર સ્પોર્ટ્સ તથા કમ્યુનિટી ફાર્મિંગ ઉપલબ્ધ બનાવાય છે. આ પ્રકારની મિલ્કતો વર્ષના મોટા ભાગના સમય ખાલી પડી રહેતી હોવાથી ડેવલપર્સ આ મિલકતના માલિકોને તેને ભાડે આપી અથવા ટાઇમશૅર સ્કીમ્સ દ્વારા આવક ઉભી કરી લેવાની દરખાસ્તો પણ આપે છે. આકર્ષક રોકાણની તકો મૂડીમાં વધારો અને ભાડાની આવક પૂરી પાડે છે.
ખરેખર જોવા જઈએ તો ભારતમાં બીજા મકાનમાં રોકાણ કરવા ઇચ્છુક ગ્રાહકો એચએનઆઇ (હાઇ નેટવર્થ ઇન્ડિવિડયુઅલ) વર્ગમાં આવે છે. જો કે વસતિ અંગેના અભ્યાસ મુજબ ઉચ્ચ મધ્યમવર્ગ અને નવા રોકાણકારો પણ બજારની સ્થિતિની દરેક વિગતો પર બારીક નજર રાખે છે અને બીજું મકાન ખરીદનારો તેમનો વર્ગ પણ નોંધપાત્ર છે. બીજું મકાન લેાની ઇચ્છા પાછળ મત્ત્વકાંક્ષાથી લઈને ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો જેવા પરિબળો કારણભૂત હોય છે. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ અનુસાર ધનિક કહી શકાય તેવા નાગરિકોની સંખ્યા ૨૦૦૩ના ૨ મિલિયનથી વધીને ૨૦૧૩માં ૧૧ મિલિયન થશે. આ દરમિયાન મહત્ત્વકાંક્ષી મધ્યમવર્ગની સંખ્યા ૪૬ મિલિયનથી વધીને ૧૨૪ મિલિયને પહોંચી જશે. ભારતમાં એચએનઆઇની સંખ્યા વર્ષે ૨૦ ટકાના દરે વધી રહી છે જે સિંગાપોર પછી બીજા ક્રમે છે.
ભારતીયોની વધી રહેલી સમૃદ્ધિને કારણે બીજા ઘર માટેનું બજાર આકર્ષક બન્યું છે. એક અભ્યાસ અનુસાર ૨૦૦૨-૦૭ના ગાળામાં ભારતમાં બીજા ઘરના વેચાણમાં ૫૦ ટકાનો વધારો થયો છે. ૨૦૦૮માં આ ટ્રેન્ડ થોડો ધીમો પડયો હતો. જો કે તેની પાછળ અમેરિકાની મંદી કારણભૂત હતી પરંતુ ૨૦૧૦ના મધ્ય ભાગથી તેમાં ફરી વૃદ્ધિ નોંધાઈ છે. હવે તે એક સામાન્ય અને નિયંત્રિત બજાર બની ગયું છે. જ્યાં ગુણવત્તા ધરાવતા મકાનો ઝડપથી વેચાઈ જાય છે. તાજેતરમાં કરાયેલા વધુ એક અભ્યાસ અનુસાર બીજું મકાન ધરાવતા લોકોમાંથી ૨૫ ટકા લોકો પોતાની મિલ્કત ભાડે આપી દે છે. જ્યારે બાકીના તેને વર્ષમાં સરેરાશ પચાસેક દિવસ માટે એટલે કે વેકેશન કે વીક એન્ડમાં ઉપયોગ માટે રાખે છે અને બાકીનો સમય આ મિલ્કત ખાલી પડી રહે છે. ૨૬ ટકા લોકો બીજા ધરનો ઉપયોગ નિવૃત્તિ બાદ કરવા ઇચ્છે છે. જ્યાં હોસ્પિટલ, સુરક્ષા સહિતની યોગ્ય સગવડો ઉપલબ્ધ હોય.
ભારતમાં આધેડ વયના ખાસ કરીને ૪૦થી વધુ વર્ષની વય ધરાવતા લોકોમાં હવે હોલીડે હોમ એટલે કેરજાઓ ગાળવા માટે બીજું મકાન લેવા અંગે ગંભીરતાથી વિચારવું એ સામાન્ય બની ગયું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ બિલ્ડર અને ડેવલપર્સ દ્વારા લોકોને તેમના ઘરથી કલાક કે બે કલાકના અંતરે બીજું ઘર લેવા તૈયાર કરવા વિવિધ એક્ઝિબિશનો પણ યોજવામાં આવે છે. નિષ્ણાતો અનુસાર મિલ્કતોના અવાસ્તવિક ઉંચા ભાવો અને હોમ લોનના વધતા વ્યાજને કારણે ભારતની મોટા ભાગની વસતી મકાન લઈ શખતી નથી. જે સારી જીવનશૈલી પૂરી પાડતી તથા કિફાયતી ભાવે મકાનો પૂરા પાડતી અને ઘર ખરીદનારા લોકોને મિલ્કત વસાવવા પ્રોત્સાહન આપતી અને ટાઉનશિપ્સ છે. ટાઉનશિપ્સ વૈવિધ્યપૂર્ણ વિકલ્પ પૂરા પાડે છે. જેમાં રો-હાઉસીસ, ડુપ્લેક્સિસ અને અન્ય પ્રકારના મકાનો હોય છે જે જુદા જુદા ગ્રાહકોની જરૃરિયાતને અનુરૃપ હોય છે. અમેરિકાના પરામાં રહેતા લોકોનું જીવન ભારતમાં અવાસ્તવિકતા છે અને તે રિયલ્ટર્સ અને ગ્રાહકો બંનેને અનુરૃપ છે. વિશાળ હરિયાળી ધરાવતી લોન, વિશાળ માળખું અને મૂલ્યનું યોગ્ય વળતર પૂરું પાડતા પરાના મકાન પર અગાઉની સરખામણીએ અત્યારે સૌથી વધુ પસંદગી ઉતાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પરા વિસ્તારમાં આવેલા મકાનોની લોકપ્રિયતા પાછળ મહત્ત્વના શહેરોમાં રોકેટ ગતિએ વધેલા રિયલ એસ્ટેટના ભાવ તથા સામે પુરવઠાની અછતનું કારણ જવાબદાર છે. મકાન ખરીદનારા અનેક લોકોમાં પરા વિસ્તારમાં રહેવાનું લોકપ્રિય બની રહ્યું છે અને આ દૂરના શહેરો કે વિસ્તારો ભારતમાં રિયલ એસ્ટેટની વૃદ્ધિના સૌથી મોટા પરિબળ મનાઈ રહ્યા છે તો ભવિષ્યમાં શું થશે ? એક અંદાજ પ્રમાણે સમગ્ર રિયલ એસ્ટેટ માર્કેટ અમેરિકન સબઅર્બન પદ્ધતિની જેમ વૈવિધ્યપૂર્ણ રીતે વિકાસ પામશે.
બીજું મકાન ખરીદતી વખતે કેટલીક મહત્ત્વની બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ જેમાં સૌ પ્રથમ બીજું મકાન ખરીદવાનો તમારો હેતુ શું છે. જો વેકેશન માણવાનો હેતુ હોય તો કરનો બોજ તથા રોકાણ પર વળતરની બાબત ધ્યાનમાં લેવી જોઈએ. કેટલાક લોકો બીજું ઘર માત્ર ભાડે આપવાના હેતુથી લેતા હોય છે પરંતુ બીજા ઘરની ભાડાની આવક પર ટેક્સ લાગે છે. આ ઉપરાંત બીજું ઘર ખરીદતા હોય તો તેના સ્થળની પસંદગી અત્યંત ચોકસાઈપૂર્વક કરવી જોઈએ. મિલકતની કિંમતમાં થનારા અંદાજિત વધારામાં તેનું સ્થળ સૌથી અગત્યનું પરિબળ છે. આ સિવાય સલામતી તથા મિલકતની કાયદેસરતા પણ ચકાસી લેવી જોઈએ. બીજા મકાનનો ટ્રેન્ડ વધી રહ્યો છે અન તે ખાસ કરીને કિફાયતી અને વૈભવી મકાનમાં વધારે જોવાઈ રહ્યો છે. આ ઉપરાંત ધનિક પરિવારો અને જમન ધરાવનારા પરિવારો કે જેમની પાસે પૈતૃક સંપત્તિમાં બીજું ઘર છે તેમની બીજી અને ત્રીજી પેઢી તેમનું પોતાનું ઘર લેવા વિચારે છે.

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved