Last Update : 13-August-2012, Monday

 

GDP ની યાત્રા.... 9.5 to 6.3

 

ભારતનું અર્થતંત્ર ઈન્ટેન્સીવ કેર યુનિટમાં છે. ડૉ. મનમોહનસંિહના નેતૃત્વનમાં કામ કરતી આર્થિક ડૉકટરોની ટીમ સરેઆમ નિષ્ફળ ગઇ છે. એક સમયે ભારતનો જીડીપી ૯.૫ ટકા ટકા સુધી પહોંચી ગયો હતો. જીડીપી એટલે ગ્રોથ ઓફ ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ કે દેશમાં બનતા માલ સામાન અને સર્વિસ સેકટરની વેલ્યૂ. જીડીપી જ્યારે ૫.૩ ટકા પર પહોંચે ત્યારે આર્થિક કટોકટી સર્જાય છે. છેલ્લા વર્ષમાં જીડીપી સૌથી નીચા સ્તરે ચાલી રહ્યો ચે. જીડીપીની યાત્રા પર એક નજર..
૨૦૦૪-૨૦૦૫
૭.૫%
૨૦૦૪-૨૦૦૫નો સમયગાળો એટલે એનડીએ સરકારે હાર મેળવી હતી અને કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર રચાઇ હતી. યુપીએ સરકારને ડાબેરી પક્ષોએ બહારથી ટેકો આપતા વડાપ્રધાન મનમોહનસંિહની ટીમ સત્તા પર આવી હતી.
૨૦૦૫-૨૦૦૬
૯.૫%
આ સમય દરમ્યાન બઘું સારું ચાલતું હતું. સરકારે બે મહત્વના પગલાં ભર્યા હતા. સંસદે નેશનલ રૂરલ એમ્પલોયમેન્ટ ગેરંટી એક્ટ પાસ કર્યો હતો અને દેશભરમાં વૅટ- વૅલ્યુ એડેડ ટેક્સ લાદયો હતો. ઔદ્યોગિક ઉત્પાદન પણ નોંધપાત્ર હતું.
૨૦૦૬-૨૦૦૭
૯.૬%
આ સમયગાળો શેરબજારમાં તેજી ફૂંકનારો બન્યો હતો. સેન્સેક્સમાં ઉછાળો રોજીંદો બની ગયો હતો. વિદેશના રોકાણકારોએ શરૂ કરેલી ખરીદીને લોક ફંડનો ટેકો મળતા બજારોમાં તેજી દેખાઇ હતી. નાના રોકાણકારો પણ તેજી જોઇને આકર્ષાયા હતા.
૨૦૦૭-૨૦૦૮
૯.૩%
ટાટા સ્ટીલે આ સમય દરમ્યાન એંગલો-ડચ મેટલ કંપની કોરસ ૧૧.૩ અબજ ડૉલરમાં ખરીદી ત્યારે વિશ્વભરની કંપનીઓનું ઘ્યાન ભારત તરફ ખેંચાયું હતું. આ સમયમાં ભારતનો જીડીપી ૧ ટ્રીલીયન ડૉલર વટાવી ચૂક્યો હતો.
૨૦૦૮-૨૦૦૯
૬.૭%
અમેરિકાની બહુ જાણીતી લેહમેન બ્રધર્સ તૂટી પડી ત્યારનો આ સમય હતો. આખા વિશ્વને આ લેહમેનના ફડચાએ મંદી તરફ ઢસડ્યું હતું. દરેક દેશને આ ફડચાની અસર થઇ હતી. ભારતમાં રિઝર્વ બેંકે પણ ટેક્સ અને વ્યાજદર કપાતના પગલા લીધા હતા...
૨૦૦૯-૨૦૧૦
૮.૪%
લેહમેનના ફડચાના સપાટામાંથી ભારતનું અર્થતંત્ર ધીરે ધીરે સુધરવા લાગ્યું હતું. ૨૫ વર્ષ બાદ નાણાપ્રધાન પ્રણવ મુકરજીએ બજેટ બહાર પાડ્યું હતું. પ્રણવના બજેટને ડાબેરી ટચ આપવા પ્રયાસ કરાયો હતો પરંતુ ઓવરઓલ બજેટે માર્કેટ સુધાર્યું હતું.
૨૦૧૦-૨૦૧૧
૮.૪%
બજાર સુધાર તરફ હોવા છતાં જીડીપીમાં કોઇ ફર્ક પડ્યો નહોતો. કેમ કે કૌભાંડોની લપેટમાં ભારતનું અર્થતંત્ર આવી ગયું હતું તો બીજી તરફ અમેરિકાના પ્રમુખ ઓબામાની ભારત મુલાકાત તરફ પણ સરકારનું ઘ્યાન ખેંચાયેલું રહ્યું હતું.
૨૦૧૧-૨૦૧૨
૬.૫%
ભારતના આર્થિક નિષ્ણાતો માથું ખંજવાળે એવી આ સ્થિતિ હતી. તૂટતા રૂપિયાને ટકાવી રાખવા સરકારે લીધેલા પગલાં હકીકતે ‘સરકારી’ સાબિત થયા હતા. તૂટતા રૂપિયાની સીધી અસર આયાત-નિકાસ પર પડી હતી અને જીડીપી તૂટ્યો હતો...
૨૦૧૨
જાન્યુઆરી-માર્ચ
૫.૩%
ભારતના અર્થતંત્રમાં કટોકટી છે એવું સરકાર સ્વિકારે એ પ્રકારનો જીડીપીનો આંક એટલે ૫.૩ ટકા. સરકારે આગ લાગે ત્યારે કૂવો ખોદે એમ કરકસરના પગલા જાહેર કર્યા હતા; પ્રજા પણ સમજી ગઇ કે આ સરકાર બજાર સ્થિર રાખી શકે એમ નથી..

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved