Last Update : 13-August-2012, Monday

 

વંદો કુદરતનો સફાઈ કામદાર છે છતાં કોઈને ગમતું નથી...
ચંદ્ર પર પણ વંદા હોઈ શકે... એપોલોયાનમાં હતો
વંદાનો સમુહ

 

કલાકમાં ત્રણ માઈલ દોડી શકતો વંદ ૪૦ મિનિટ શ્વાસ અટકાવી શકે છે. કેટલાક ફીમેલ વંદા એકવાર ક્રોસ થયા પછી મૃત્યુ પર્યત પ્રેગનન્ટ થયા કરે છે...
વંદાને નિયંત્રણમાં રાખવા ઝેરી જંતુનાશકના બદલે કુદરતી ઉપચાર જરૃરી ઃ ભીંડાના ટુકડાએ કાકડીના ટુકડા ફ્રીઝમાં, કબાટમાં કે ગટર પાસે રાખી શકાય...
કયો માણસ એવો હશે કે જે વંદો (કોક્રોચ) જોઈને આંચકો નહીં અનુભવતો હોય ? આ વંદો જોઈને માણસનો પ્રથમ પ્રત્યાધાત એ હોય છે કે તેને મારી નાખું, અને બીજો એ કે તેમને બહાર કાઢી મુકું. વંદાની હાજરી નાખુશીની લાગણી ઊભી કરે છે. જેમાં ઘર બરાબર સાફ થયું નથી તે અને જ્યારે તમે બીજાના ઘરમાં હો ત્યારે વંદાને જોઈને ચીતરી ચઢે છે. ઘરમાં જે જંતુનો સૌથી વધુ વિરોધ થતો હોય તો તે વંદાનો થાય છે. તે માણસ દ્વારા લેવાતો ખોરાક ખાય છે અને તેની લાળ દ્વારા અને અગાર દ્વારા તેને ચેપગ્રસ્ત બનાવે છે. તે એવું તત્વ છોડે કે જેનાથી ચોક્કસ પ્રકારની વાસ આવ્યા કરે છે.
ખરેખર તો એવું છે કે વંદોએ સફાઈ કામદાર છે હકીકત તો એ છે કે જે શહેરમાં વંદો નથી ત્યાં સફાઈ પણ વ્યવસ્થિત થતી નથી. કેમ કે જે ગટરોમાં લોકો તેમની ગંદકી નાખે છે તેને તે સાફ કરે છે. જંગલોમાં વંદા નીચે પડેલા પાંદડા ખાય છે તેમજ અન્ય સડેલા પદાર્થો પણ ખાય છે ેજેના કારણે તે ઝાડના વિકાસમાં મદદરૃપ બને છે.
વંદા વિશે કેટલીક વાતો મને કરવા દો...
જો તમારા બાળકને ક્યારેય ચંદ્ર પર જવાનું મળે તો ત્યાં રહેતો એક માત્ર રહેવાસી વંદો તેને જોવા મળશે. જ્યારે એપોલો અવકાશયાન ચંદ્ર પર જવાનું હતું ત્યારે અંતરીક્ષયાત્રીઓએ તેમના અવકાશયાનમાં વંદો જોયો હતો. જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે અવકાશયાન બરાબર ચેક કરવામાં આવ્યું હતું પણ વંદો મળ્યો નહોતો. તેના કારણે 'માસા'ના વિજ્ઞાાનીઓ એમ જાણે છે કે વંદો તેની ગમે ત્યાં ઘૂસી જવાના સ્વાભાવ અનુસાર અવકાશયાનમાંથી બહાર નીકળી ગયો હશે. પરંતુ પ્રશ્ન એ છે કે એક વંદો આખા ગ્રહને કેવી રીતે બગાડી શકે ? આ ચમત્કાર પાછળની હકીકત એ છે કે કેટલીક ફીમેલ વંદાની જાત એકવાર મેલ સાથે ક્રોસ થયા પછી તેમની બાકીની જીંદગીમાં વારંવાર પ્રેગનન્ટ થયા કરે છે.
વંદા વિશેની ઘણી વસ્તુઓ આશ્ચર્યજનક છે.
સૌથી વધુ ઝડપી જીવાનું વંદો છે... તે કલાકના ત્રણ માઈલ જેટલું દોડી શકે છે.
તે ૪૦ મિનિટ સુધી પોતાના શ્વાસ રોકી શકે છે.
તે માથા વીના એક અઠવાડીયું જીવી શકે છે. તે માત્ર તરસના કારણે મૃત્યુ પામે છે કેમ કે તેને પાણી પીવા માટે મોંઢુ નથી હોતું.
૧.૬ મી.મી. જેટલી પાતળી તિરાડમાં તે ઘુસી શકે છે. તેની સરખામણી તમારી જાતને ફુટબોલમાં ફીટ કરી શકો તેની સાથે થઈ શકે...
તે ૦ ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાનમાં જીવી શકે છે, પરંતુ જ્યારે તેને ખૂબ ઠંડી લાગે છે ત્યારે માણસની કે કોઈ પશુના ગરમ શરીર સાથે રહે છે...
તે માત્ર સ્મેલ (સુગંધ)થી પોતાના કુટુંબને ઓળખી શકે છે. (તમે શું તમારા ભાઈને સ્મેલથી ઓળખી શકે છો.)
વંદાનું હૃદય એક ટયુબ જેવું હોય ચે જે લોહી મોકલે છે અને પાછું લાવે છે. અને તે ઈચ્છા પ્રમાણે લોહીને અટકાવી શકે છે.
વંદો ભાગી છુટવામાં નિષ્ણાત હોય છે કેમ કે તેને જોખમની ગંધ પારખવાની ક્ષમતા છે. તેને બીજા જંતુ દ્વારા હુમલા કે સાવરણાથી થતા હુમલાની ખબર પડી જાય છે. તે આવું કેવી રીતે જાણી શકે છે ? તેના શરીર પરના વાળથી તે જાણે છે. (છેલ્લે ક્યારે તમારા વાળે તમને કોઈ સંકેત આપ્યો છે ?) વંદાની પીઠપર નાના વાળ હોય છે જે આસાનીથી વળી જાય તે રીતના હોય છે. ઉદાહરણ તરીકે તમે તમારો બૂટ પાછળથી ઉંચો કરો ત્યારે થોડા ઘણા પણ ફેરફારની ગંધ તેના શરીર પરના વાળ તેને આપી દે છે. આ વાળ ત્યારે આગળની તરફ ધકેલાય છે. એટલે વંદો તરત જ બીજા દિશામાં જતો રહે છે. વંદાના પગપર નાના (અણીદાર) આકા હોય છે તે કોઈપણ દિવાસ ચઢી શકે છે અને કોઈ બારણાની તિરાડમાં છુપાઈ જવાની ક્ષમતા તો તેનામાં હોય છે જ !!
વિશ્વના અસ્તિત્વને ટકાવી રાખવામાં વંદની ભૂમિકા શું હોય છે ? તે સફાઈ કામદાર છે તે તમારી ગંદકી સાફ કરે છે તમે જે એંઠવાડો ઊભો કરે છે તે પણ ખાય છે. જો તમે ફેંકેલો ખોરાક સડવા દેવામાં આવે અને કોઈ સફાઈ ના થાય તો રોગચાળો કાબુમાં ના આવી શકે !! બીજા જીવાણુઓ વંદા ખાઈ જાય છે. જેમાં દેડકા, સાપ અને પક્ષીઓનો સમાવેશ થાય છે. જંગલના સડતા કચરાને સાફ કરવાની મહત્વની જવાબદારી પણ વંદો નીભાવે છે.
આનો અર્થ એ નથી કે વંદાને તમે પ્રોત્સાહન આપો પરંતુ એટલું તો સમજી લેવું જોઈએ કે વંદાનો રોલ વિશ્વમાં માણસ જાત કરતા વધુ મહત્વનો છે. વંદાએ ના-ગમતું જીવાણું છે. તેમને મારવા જે કંઈ જંતુનાશક દવાઓ બનાવાઈ છે તે માનવજાત માટે ઝેરી છે. કેમ કે આ જંતુનાશક દવાઓ પુખ્તવયના વંદાઓને મારે છે. આ દવાઓને અઠવાડીયામાં કેટલીક વાર છાંટવી પડે છે. જો કે ખોરાક ખાતા પહેલાં વંદો તે ચેક કરે છે, તે કેમીકલવાળી વસ્તુઓ ખાવાથી દૂર રહેતો થઈ ગયો છે. એટલે જ કેટલાક કેમીકલ વંદાનો ઉપદ્રવ લાંબો સમય નિયંત્રણમાં રાખી શકાતો નથી. એટલે જ કેટલાંક જંતુનાશક દવાઓ સિવાયના ઉપાયો અજમાવવામાં આવે છે. જેમાં ખોરાક, પાણી અને કુદરતી ગંધનો સમાવેશ થાય છે. આ પધ્ધતિ તેના કોમ્બીનેશન પર આધારીત હોય છે. વંદાઓ શાકભાજીમાં રહેલા કાર્બોહાઈડ્રેટ, માંસ, ચીકણા પદાર્થ, સ્ટાર્ચ, ત્રવવણ વગેરે ખાતા હોઈ આ પ્રકારના ફ્રુડનો વપરાશ ઓછો કરવો જોઈએ. અહીં કેટલાક બીન ઝેરી નુસખાં અપાયા છે જેનાથી તમારા ઘરમાં રહેલા વંદાનો ઉપદ્રવ અટકાવી શકાશે.
પાંચ લીટર પાણીમાં બે ઔંસ યુકેલીપ્ટસ ઓઈલ નાખીને પોતા કરો. પાંચ લીટર પાણીમાં બે ઔંસા પીપરમીન્ટ ઓઈલ પણ નાખી શકાય. ક્યાંથી વંદા નીકળે છે. તે જગ્યા તમે જાણીતા હોતો ત્યાં પોતા પર વધુ ધ્યાન આપો... પાંચ લીટર પાણીમાં ત્રણ ઔંસ રોઝમરી ઓઈલ પણ નાખી શકાય...
બીજો વિકલ્પ લસણના તેલનો છે જો કે તે તમને આકુળ-વ્યાકુળ બનાવી દેશે. તેમ છતાં તેને વાપરવું પડે તો વંદાગ્રસ્ત વિસ્તારમાં તેનો ઉપયોગ કરો. કાંચી-ભીંડી (ભીંડા) કાપેલા ભીંડા શીંક નીચે એક ડીશમાં મુકો..
કાકડીના ટુકડાનો ઉપયોગ કરો... કાકડીના ટુકડા એક કપમાં રાખી વંદા હોય તે જગ્યાએ મુકો...
વંદાને ભગાડવા બે ના પાંદડાનો ઉપયોગ થાય છે, તેને કબાટ અને ફ્રિઝમાં મુકી શકાય.
લોટ લો, પાણી લો, તેમાં દેવદાર, સેંડલવુડ અને પંચોલી ઓઈલના ટીપા ઉમેરો, તેના નાના ગોળા બનાઓ તેને માઈક્રોવેવ ઓવન, કબાટ, સીંક વગેરેમાં મુકી શકાય.
કપુર, ર્કરમ બીયા, થોડું લીમડાનું તેલ ગરટમાં છાટવામાં આવે તો પણ વંદાને દૂર રાખી શકાય છે.
ડાળીઓ બાંધીને ઘરની બહાર દરવાજા બહાર, ટેરેસ પર, બારી પર, લટકાવી રાખો. તુલસી, ર્કની પીપર, રોઝમરી, ખસખસના સૂકામૂળીયા પણ વંદા અટકાવે છે.
આ બધા કરતા સહેલું એ છે કે મરઘીને ઘરમાં છુટી મુકો તે ખોરાકમાં જીવાણું વધુ લે છે. મરઘી વિવિધ પ્રકારના જીવાણું ખાય છે જેમાં વંદા, કીડી, વગેરે ખાય છે એટલે જ તે જીવાતના નિયંત્રણમાં વપરાય છે. એટલે જ ગામડામાં મરઘીને કુદરતી રીતે જીવાત નિયંત્રણ કરનાર કહે છે.

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved