નિર્માતા સાથેની શરત હારી જતાં દીપિકા પદુકોણે રૃ.૧૦ લાખ ચૂકવ્યા

 

 

- 'કોકટેલ'નું ગીત 'દેશી દારૃ' હીટ નહીં થાય એમ તે માનતી

 

- દિનેશ વિજનને આ ગીત પર પૂરો વિશ્વાસ હતો

 

 

મુંબઈ, તા.૧૨

 

ઘણા મિત્રો શરત લગાડે છે પરંતુ, એ શરતનું માન ભાગ્યે જ રાખે છે. દીપિકા પદુકોણ આમાં અપવાદ છે. 'કોકટેલ'ના તેના નિર્માતા દિનેશ વિજન સાથે તેણે શરત લગાડી હતી કે 'કોકટેલ'નું એક ગીત સફળ નહીં થાય તેને લાગતું હતું કે 'દારૃ દેશી' ગીત સુપરહિટ નહીં બને પરંતુ, દિનેશને આ ગીત પર પૂરેપૂરો વિશ્વાસ હતો અને તેણે દીપિકા સાથે રૃ.૧૦ લાખની શરત લગાડી હતી.

 

આ ગીત હિટ થતાં જ દિનેશ દીપિકા પાસે પૈસાની માગણી કરતો હતો. પહેલા અભિનેત્રીએ આ ગીતની લોકપ્રિયતા વધુ નહોવાનું બહાનું કાઢયું હતું. પરંતુ લોકપ્રિયતાના ચાર્ટમાં આ ગીતનો સમાવેશ થયા પછી તે વધુ દલીલો કરી શકી નહોતી. પછી તેને લાગ્યું હતું કે તેનો નિર્માતા મિત્ર પૈસા માટે તેના પર દબાણ નહીં કરે પરંતુ, તેની અપેક્ષા વિરુધ્ધ દિનેશ અવારનવાર તેની પાસે પૈસાની માગણી કરવા લાગ્યો હતો અને થોડા સમય સુધી તેને ટાળ્યા પછી દીપિકાએ તાજેતરમાં તેને પોતાના ખિસ્સામાંથી રૃ.૧૦ લાખ ગણી આપ્યા હતા. સૂત્રે જણાવ્યા પ્રમાણે, 'આજે રૃ.૧૦ લાખ દીપિકા માટે મોટી રકમ નથી. 'કોકટેલ'એ તેને ઘણું મેળવી આપ્યું છે એમ તેન ેલાગે છે, તેના બદલામાં આ એક નજીવી રકમ છે.'

 

જોકે દીપિકા અત્યારસુધી આઘાતમાં છે કારણ કે, મજાકમાં લગાડેલી શરત માટે તેને ખરેખર પૈસા ચૂકવવાની ફરજ પડી હતી.