ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ ભારતીય રમત મંત્રી

 

- અજય માકેન ખેલાડીઓના દેખાવથી ઉત્સાહિત

 

- અત્યાર સુધી ઓલિમ્પિકમાં ભારતનો શ્રેષ્ઠ દેખાવ

 

નવી દિલ્હી,તા.૧૨

 

લંડન ઓલિમ્પિકમાં ભારતે કુલ છ મેડલ જીતતા ઇતિહાસ રચી દીધો હતો. આ સાથે ભારતે ઓલિમ્પિકમાં તેના ઇતિહાસમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. ભારતીય એથ્લીટોનો દેખાવથી ઉત્સાહિત રમત મંત્રી અજય માકેને કહ્યુ હતુ કે, ભારતીય ખેલાડીઓનો હાલનો દેખાવ જોતાં લાગે છે કે આપણે ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ જેટલા મેડલ જીતી શકીએ તેમ છીએ. ભારતે ચાર વર્ષ અગાઉ બેઇજિંગ ઓલિમ્પિકમાં એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ એમ પાંચ મેડલ જીત્યા હતા. જે અત્યાર સુધી ઓલિમ્પિકમાં ભારતનો શ્રેષ્ઠ દેખાવ હતો. જોક ે લંડન ગેમ્સમાં ભારતે શ્રેષ્ટતમ દેખાવ કરતાં બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.