સંસદ માર્ચ કરતાં બાબા રામદેવની ધરપકડ કરવામાં આવી

 

 

- રણજીતસિંહ ફ્લાઇઓવર ખાતે રોક્યા

 

 

- ખુલ્લી જીપમાં સવાર હતા

 

 

નવી દિલ્હી, તા.12 ઓગસ્ટ, 2012

 

યોગગુરુ બાબા રામદેવ રામલીલા મેદાનથી સંસદ આગળ ધરણા-પ્રદર્શન કરવા માટે બપોરે 1 વાગ્યા પછી હાથ અને માથા ઉપર કાળી પટ્ટી બાંધી ખુલ્લી જીપમાં નીકળ્યા હતા. પોલીસે રણજીતસિંહ ફ્લાય ઓવર ખાતે રામદેવજીનાં કાફલાને રોકવામાં આવ્યા છે અને દિલ્હી પોલીસનાં એક અધિકારીએ આવી તેમની ધરપકડ કરી છે.

 

ધરપકડ પૂર્વે રામદેવે જણાવ્યું હતું કે સંસદ સુધી જવું હતું પરંતુ કેન્દ્ર સરકાર સાંભળતી નથી ત્યારે સંસદ બહાર ધરણા કરી, દેશની અવાજ સરકાર સુધી પહોંચાડીશું. આંદોલનકારી શાંતિપૂર્ણ માર્ચ કરી રહ્યાં છે. અમારો ઇરાદો હિંસાનો નથી. પોલીસ અમને રોકી રહી છે, અમે પોલીસનો વિરોધ નથી કરતાં પરંતુ અમે કાનૂનનું સન્માન કરીએ છીએ. દિલ્હી પોલીસ કેન્દ્ર સરકારની કઠપૂતળી છે. કોંગ્રેસનો હાથ અમારી સાથે નથી માટે પોલીસનો હાથ પકડી જઇ રહ્યો છું.

 

બીજી તરફ પોલીસે રામદેવને સંદેશો પાઠવ્યો હતો કે તમને આગળ નહીં જવા દેવામાં આવે માટે તમે જીપમાંથી ઉતરો અને સ્વયં ધરપકડ વહોરી લો.

 

ઉલ્લેખનીય છે રામલીલા મેદાન ખાતે રામદેવે જણાવ્યું કે સરકાર બહેરી થઇ ગઇ છે અને દેશની જનતાની અવાજ સંભળાતી નથી ત્યારે આવી ભ્રષ્ટ સરકારને હટાવ્યા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.