બંધુબેલડી પૂ. આચાર્ય શ્રી જિનચંદ્રસાગર સુરિશ્વરજી મ.સા. તથા પૂ. આચાર્ય શ્રી હેમચંદ્રસાગર સુરિશ્વરજી મ.સા. (અયોધ્યાપુરમ્)ની પ્રેરણાથી શ્રી પરિમલ જૈન સંઘ દ્વારા સંસ્કાર કેન્દ્ર, પાલડી, અમદાવાદ ખાતે ૩૬ લાખ મહામંત્ર આલેખન અનુષ્ઠાન આજે યોજાયું હતું. ૫૦૦૦ ઉપરાંત સાધકો વિધિપૂર્વક મંત્ર દીક્ષાથી આલેખન પોથીમાં ઘૂંટી હતી. સતત ૧૦૦ દિવસ સુધી જૈન-જૈનેતર શ્રાવકો દરરોજ નવકાર મંત્ર ઘૂંટી આલેખન કરશે અને ત્યારબાદ આ પોથી શ્રી અયોધ્યાપુરમ તીર્થ નવકાર શક્તિપીઠમાં પધરાવવામાં આવશે. (તસ્વીર ઃ ગૌતમ મહેતા)