ઘંઉ પલળી ગયા ઃ ગરીબોને સસ્તા ભાવે આપવાનાં અનાજની બરાબર કાળજી નહીં લેવાતા લાખો કિલો અનાજ સડી જાય છે, ચોરી થઇ જાય છે અથવા તો ઉંદરો ખાયજાય છે. વડોદરામાં રેલવે ગોદીમાં ખુલ્લામાં લાખો કિલો ઘંઉની ગુણો પડી રહી હતી. ખુલ્લામાં પડી રહેલુ અનાજ આખરે વરસાદમાં પલળી ગયું. છતાં તેને યોગ્ય સ્થળે ખસેડ્વા માટે કોઇ અધિકારી ફરક્યું ન હતું. ગરીબોનું અનાજ ભલે સડે અથવા પલળી જાય પણ કોને પડી છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને રાજકીય પક્ષો અંદરોઅંદરની લડાઈની અંગ કસરતો ન કરે અને સમયસર, વિવેકબુદ્ધિ વાપરીને ૩૦ લાખ કિલો ઘઉં પલળી ગયા છે તે ભલે માણસોને ખાવાલાયક નથી રહ્યા. પરંતુ પશુઓને ખાવાલાયક રહે ત્યાં સુધીમાં આયોજન કરી પશુપાલકોને પહોંચાડે તો અછતની સ્થિતિમાં ઉપકારક બની રહેશે. ઝડપભેર પગલાં ન લેવાય તો પલળી ગયેલા ઘઉં પશુઓ પણ મોંએ નહીં અડાડે. (તસવીર ઃ કીર્તિ પડિયા)