જ્હોન અબ્રાહમ અંડરવર્લ્ડ ઉપર આધારિત ફિલ્મ, સત્યા-૨ને પ્રોડ્યુસ કરશે

 

 

- રામ ગોપાલ વર્મા ફિલ્મના ડિરેક્ટર

 

 

- ૧૯૯૭માં આવેલી સત્યાની સિક્વલ

 

 

મુંબઇ, તા. ૧૩ ઑગસ્ટ, ૨૦૧૨

 

 

રામ ગોપાલ વર્માની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ફિલ્મ એટલે ૧૯૯૭માં આવેલી સત્યા. હવે વર્મા આ ફિલ્મનો બીજો ભાગ બનાવવા ઇચ્છે છે. આ ફિલ્મને જ્હોન અબ્રાહમ પ્રોડ્યુસ કરશે.

 

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, જ્હોન અબ્રાહમ અને વિક્કી ડોનરના કો-પ્રોડ્યુસર રામ મીરચંદાનીએ વર્મા સાથે મીટંિગ કરી હતી. વર્માએ જ્હોનને સત્યા-૨ની સ્ક્રિપ્ટ સંભળાવી હતી જેમાં જ્હોનને રસ પડ્યો હતો. બંને વચ્ચે અત્યારે પ્રાથમિક તબક્કાની વાતચીત ચાલી રહી છે.

 

સત્યા-૨ અંગે વર્માનું કહેવું છે, હું મારી જાતને કે બીજા કોઇને સાબિત કરવા માટે આ ફિલ્મ નથી બનાવી રહ્યો. કોઇપણ ફિલ્મ તેના વિષયવસ્તુને ઘ્યાનમાં રાખીને બનાવાતી હોય છે અને તો જ તે બનાવવાની મજા આવતી હોય છે. ૧૯૯૭માં હું મુંબઇમાં નવો હતો. અને એ સમયે જે ન્યુસન્સ હતું એ ફિલ્મમાં પ્રતિબંિબિત થયું હતું. જોકે હવે પરિચિત થયા બાદ હું મુંબઇને નવી નજરે જોઇ શકું છું.

 

સત્યા-૨ એક એવા માણસની વાત છે જે ૨૦૧૨માં મુંબઇમાં આવે છે અને સમય સંજોગોને ઊભા કરે છે અને અન્ડરવર્લ્ડ સાથે જોડાય છે.

 

ફિલ્મનું શૂટિંગ ૨૬/૧૧નું શૂટિંગ પૂરું થાય ત્યારબાદ શરૂ થશે. પણ સત્યા-૨ માટે એક્ટર્સના સિલેક્શનની પ્રક્રિયા ચાલુ છે. બાં જ ન્યુકમર છે. કેટલાક તો એવા છે જેમને થિયેટર, સ્ટેજ કે ટીવીનો અનુભવ પણ નથી. આ ઉપરાંત ક્રુ પણ નવું છે.