Last Update : 13-August-2012, Monday

 
ટોય ટ્રેનની ટ્રાયલ રન સફળ થતાં હવે માથેરાનમાં મોન્સૂન માણી શકાશે

માથેરાન રેલવેને આદમજી પીરભોયનું નામ આપવા એમના વંશજો અદાલતમાં ગયા

મુંબઈ, તા.૧૨
મધ્ય રેલવે દ્વારા શનિવારે અમન લોજ અને માથેરાન વચ્ચે હાથ ધરાયેલી ટોય ટ્રેન સર્વિસીસની ટ્રાયલ રન સફળ પુરવાર થઈ હતી. પર્યટકો હવે આ રૃટ પર ચોમાસા દરમ્યાન ટ્રેન પ્રવાસ કરવાની આશા રાખી શકશે. ચોમાસાના મહિનાઓ દરમ્યાન સુરક્ષિત પ્રવાસની ખાતરી કરવા માટે ટ્રેનના કોચિસની સંખ્યા અને ટ્રેનની ઝડપ નક્કી કરવા આ ટ્રાયલ રન્સ હાથ ધરાઈ હતી.
'અમારે માથેરાનની ટ્રેન સેવાઓની ઝડપ સાથે કદાચ સમાધાન કરવું પડશે. કલાકના ૧૬ કિમીની ઈચ્છનીય ઝડપને બદલે કલાકના ૧૨થી ૧૩ કિમીની ઝડપ જાળવવી પડશે. ટ્રેન સેવાઓ ચલાવવી કે નહિ એવો અંતિમ નિર્ણય રેલવે સેફટી કમિશનર લેશે', એમ રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું.
રેલવે સેફટી કમિશનર, સેન્ટ્રલ સર્કલ ચેતન બક્ષી આવતા અઠવાડિયે આ સેકશનની મુલાકાતે આવવાની ધારણા રખાય છે.
માથેરાનની પર્યટકોમાં બહુ લોકપ્રિય ટોય ટ્રેન ચોમાસામાં દોડતી થશે તો હિલ સ્ટેશનના અર્થતંત્રને લાભ થશે. અહીં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવાથી ચોમાસા દરમ્યાન જીવનજરૃરી જણસોનું ટ્રાન્સપોર્ટેશન ખોરવાઈ જાય છે.
દરમિયાન, માથેરાન રેલવેના સ્થાપક સર આદમજી પીરભોયના વંશજોએ રેલવેને એમનું નામ આપવા બોમ્બે હાઈકોર્ટમાં ધા નાખી હોવાથી ભારત સરકારે ૧૦૫ વરસ જુની ટોય ટ્રેનને હેરિટેજ સ્ટેટસ આપવા યુનેસ્કો સમક્ષ મૂકેલો પ્રસ્તાવ વિવાદમાં સપડાયો છે.
કેસમાં હજુ દલીલો શરૃ થઈ ન હોવા છતાં હાઈકોર્ટે પિટીશનની સુનાવણી ઝડપભેર ચલાવવાનું નક્કી કર્યુ છે એમ અરજદાર અને માથેરાન રેલવેના સ્થાપકના પ્રપૌત્ર અલી અકબર આદમજી પીરભોયે જણાવ્યું હતું. સોમવારે સર આદમજી પીરભોયની ૧૬૭મી જન્મતિથિ છે.
પિટીશનમાં એવી દલીલ કરાઈ છે કે માથેરાન રેલવે સ્ટેશનને એના સ્થાપકનું નામ આપવાની મહારાષ્ટ્ર સરકાર દ્વારા ભલામણ કરાઈ હોવા છતાં કેન્દ્ર સરકારે આ પ્રશ્ને વિચાર કર્યા વિના પ્રસ્તાવ ફગાવી દીધો છે.
ન્યા. ડી.ડી. સિંહા અને ન્યા. વી.કે. તાહિલારમાનીએ વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કરતા તાજેતરમાં એવો આદેશ આપ્યો હતો કે પિટીશનની સુનાવણીની ઝડપ વધારવી, જેથી કોઈ અંતિમ નિર્ણય પર આવી શકાય.
ગઈ સદીમાં નેરળથી માથેરાન જવા માટે પાલખી ટ્રાન્સપોર્ટનું એકમાત્ર સાધન હતું ત્યારે સર આદમજી પીરભોય અને એમના પુત્ર અબ્દુલ હુસૈન આદમજીએ ૧૯૦૭માં રૃ.૧૬ લાખના ખર્ચે માથેરાન રેલવે સ્થાપી હતી. રેલવે લાઈન નાખવા ચાર એન્જિન અને નાના ટ્રેકસ (પાટા) જર્મનીથી આયાત કરાયા હતા.
આઝાદી બાદ રેલવે ખાતાએ પીરભોય પરિવાર પાસેથી માથેરાન રેલવે લઈ એમને રોયલ્ટી ચૂકવવાનું વચન આપ્યું હતું. જોકે, રોયલ્ટીની રકમ આજ સુધી ચૂકવાઈ નથી એવો દાવો પરિવારે એક નોખી પિટીશનમાં કર્યો છે. એ પિટીશનમાં એમણે ભારત સરકાર પાસેથી રોયલ્ટી રૃપે રૃ.૧૦૦ કરોડ માગ્યા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved