Last Update : 13-August-2012, Monday

 

તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ

આગ ચાંપવાના તથા જલદ પદાર્થોનો ઉફયોગ કરવાના કેસમાં ઓછામાં ઓછી દસ વર્ષની સજા થઈ શકે

મુંબઈ, તા.૧૨
મુંબઈ શહેરના કાયદાકીય નિષ્ણાતોએ શનિવારે કહ્યું હતું કે 'આઝાદ મેદાનમાં ૩ મીડિયા વાન, બેસ્ટની બસો તથા પોલીસ વાનોને નુકસાન પહોંચાડનારા તથા આઠ પોલીસ કર્મીઓ સહીત ૩૦ લોકોને ઘાયલ કરનારા તોફાની તત્વો સામે કડક પગલાં લેવા જોઇએ. તોફાની-તત્વોએ વાહનોને આગ ચાંપીને અનેક લોકોને ઇજાગ્રસ્ત કર્યા હોવાનું જો તપાસ દરમિયાન બહાર આવે તો તેમની સામે ગુનાહિત આગ, રમખાણ, ગુનાહિત ધાકધમકી અને ઘાતક શસ્ત્રો વડે લોકોને ઇજા પહોંચાડવાના ગુનાઓ દાખલ કરવા જોઇએ.'
આગ ચાંપવાના તથા જલદ પદાર્થોનો ઉપયોગ કરવાના કેસમાં દસ વર્ષથી માંડીને આજીવન કેદની સજા થઈ શકે છે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન આર. આર. પાટિલે આશ્વાસન આપ્યું છે કે પોલીસ વિભાગ આ મામલાની તપાસ કરશે ત્યારે શહેરના વકીલોનો મત છે કે પોલીસ વિભાગે રમખાણ કરનારા, ખાનગી તથા જાહેર મિલકતોને નુકસાન પહોંચાડનારા અને ગંભીર ઇજા પહોંચાડનારા લોકોને હીરાસતમાં લઇને તેમની સામે ગંભીર ગુનાઓ દાખલ કરવા જોઇએ.
એડ્વોકેટ માજીદ મેમણે કહ્યું હતું કે 'કોણે તોફાન શરૃ કર્યા એ જાણવા માટે પોલીસે પૂરી સફાઈથી તપાસ કરવી જોઇએ અને દોષિતોને દોષિતોની ધરપકડ કરવી જોઇએ. આસામ અને મ્યાનમારમાં થઈ રહેલી મુસ્લીમોની હત્યાના વિરોધમાં ધરણા કરવામાં આવ્યા હતા, પરંતુ આયોજકોએ આ ધરણા હિંસક આંદોલનમાં ન ફેરવાઈ જાય એ સુનિશ્ચિત કરવું જોઇતું હતું. પોલીસે ટોળું વિખેરવા માટે બળપ્રયોગ કરી કેટલાક દેખાવકારોને ઇજાગ્રસ્ત કર્યા હોવાનો પણ આક્ષેપ છે. જોકે કોઇપણ કારણ હોય, તેનો વિકલ્પ હિંસક આંદોલન તો ન જ હોઈ શકે.'
શ્રીકાંત ભાટ તથા બીજા કેટલાક વકીલોએ સખત ટીકા કરતા કહ્યું હતું કે 'પોલીસે ગુનાહિત તત્વો સામે રમખાણ તથા આગ ચાંપવાના ગુનાઓ દાખલ કરવા જોઇએ.'
એક સિનિયર લોયરે કહ્યું હતું કે 'આયોજકોએ હિંસા કરવા માટે અગાઉથી જ ષડયંત્ર ઘડયું હોવાના પુરાવા ન મળે ત્યાં સુધી તેમની ધરપકડ કરી શકાય નહીં.'
દેખાવકારો સામે ઇન્ડીયન પીનલ કોડની કલમ ૪૩૫, ૧૪૯, ૩૨૫, ૩૩૨, ૩૩૩, ૧૪૭ તથા જાહેર મિલકત નુકસાન વિરોધી કાનૂનની કલમ ૩ હેઠળ ગુનો દાખલ કરવામાં આવી શકે છે.

પોલીસે રેલીના આયોજકો અને તોફાનીઓ પર હત્યાની કલમ લગાડી
પોલીસ પાસેથી ઝુંટવી લેવાયેલા હથિયારો હજુ પાછા મેળવવાના બાકી
(પી.ટી.આઇ.) મુંબઇ તા.૧૨
અત્રેના આઝાદ મેદાનની રેલીની હિંસા સંબંધમાં પકડાયેલા ૨૩ જણ અને રેલીના આયોજકો પર હત્યાનો આરોપ લગાવાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
એમની વિરુધ્ધ ઇન્ડિયન પીનલ કોડ (આઇપીસી)ની કલમ ૩૦૨ (હત્યા) લાગુ કરાઇ છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મ્યાનમારમાં મુસ્લિમોની થતી કહેવાતી રંજાડ અને આસામના તાજેતરના કોમી રમખાણોના વિરોધમાં મુંબઇની રઝા એકેડેમી અને બીજા કેટલાક જૂથો દ્વારા શનિવારે આઝાદ મેદાનમાં રેલી યોજાઇ હતી.
રેલી દરમ્યાન અચાનક હિંસા ફાટી નીકળતા બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા હતા અને ૪૫ પોલીસો સહિત લગભગ ૫૫ જણા ઘવાયા હતા.
તોફાનો સંબંધમાં પકડાયેલા શખ્સોને આજે બપોરે કોર્ટમાં રજૂ કરાયા હતા, જેણે એમને ૧૯ ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં રિમાંડ પર રાખવાનો આદેશ આપ્યો હતો.
અદાલત પાસે આરોપીઓની કસ્ટડી માગતા પોલીસે જણાવ્યું હતું કે હિંસા પૂર્વ આયોજિત હતી કે નહિ એ અમે શોધી કાઢવા માગીએ છીએ.
હિંસક ટોળાએ પોલીસ કર્મચારીઓ પાસેથી આંચકી લીધેલા હથિયારો (ર સેલ્ફલોડિંગ રાયફલ્સ અને એક પિસ્તોલ) હજુ પાછા મેળવવાના બાકી છે. એમ પોલીસ કોર્ટને જણાવ્યું હતું.

મુંબઈમાં શાંતિ, પરંતુ કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે તંગદિલી
સભાના આયોજનકર્તાના સંબોધન તેમ જ રાજકીય નેતાની સંડોવણીની ચકાસણી થશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. ૧૨
આઝાદ મેદાનમાં ગઈ કાલે થયેલા તોફાન બાદ મુંબઈન્ચાું જનજીવન આજે શાંત હોવા છતાં વાતાવરણમાં તંગદિલી કાયમ છે. ગઈ કાલે બનેલી ઘટનાબાદ સફાળી જાગેલી પોલીસે શહેરમાં રેડ એલર્ટ જાહેર કર્યો છે.
સંવેદનશીલ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ સિવાય પોલીસ વેન સતત રાઉન્ડ પર તહેનાત છે.
મ્યાનમાર તથા આસામમાં મુસ્લિમો પર થઈ રહેલી હિંસાના વિરોધમાં ગઈ કાલે આઝાદ મેદાનમાં યોજાયેલું વિરોધ પ્રદર્શન અચાનક હિંસા બની જતાં બે જણનું મોત અને ૫૫ જેટલા જખમી થયા હતા. આ મામલે પોલીસે ૨૦ જેટલાની ધરપકડ કરી છે.
આસામમાં અને મ્યાનમારમાં મુસ્લિમો પર થતા અત્યાચારના વિરોધમાં ગઈ કાલે બપોરે આઝાદ મેદાન રઝા એકાદમીએ સભા બોલાવી હતી. આ સભામાં તો નેતાઓએ લોકોને ભડકાવે એવા સંબોધન કર્યા છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરશે. આ સિવાય એકાદ રાજકીય નેતાનો હાથ છે કે શું તેની પણ તપાસ હાથ ધરાઈ છે. આ સાથોસાથ ધાર્મિક સંગઠન અને રાજકીય નેતાની હિલચાલ પર પોલીસ જીણવટભરી નજર રાખી રહી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved