Last Update : 13-August-2012, Monday
|
|
|
|
|
|
|
|
પાક. અધિકૃત કાશ્મીરમાં હાઈડ્રો પાવર પ્લાન્ટનું કામ ખોરંભે ચડયું |
ખરાબ આર્થિક સ્થિતિ હોઈ પાક. ચીનના કોન્ટ્રાક્ટરને ૭.૮ અબજ ડોલર ચુકવી ન શક્યું |
ઈસ્લામાબાદ, તા. ૧૨
પાકિસ્તાન તેના અધિકાર તળેના કાશ્મીરમાં વિકાસ કરવા ધમપછાડા તો કરે છે પણ તેની આર્થિક બેહાલી અડચણરૃપ બને છે. ભારતમાંથી પાકિસ્તાન (પીઓકે)માં વહેતી નિલમ-ઝેલમ નદી પર જળવિદ્યુત યોજનાનો કોન્ટ્રાક્ટ તેમણે ચીનને આપ્યો હતો. પણ પાકિસ્તાન કોન્ટ્રાક્ટરને ૭.૮ અબજ રૃપીયા ચુકવવામાં નિષ્ફળ જતા યોજના ખોરંભે પડી છે.
એક અખબારી અહેવાલ અનુસાર પાકિસ્તાન કંપનીએ આપેલી આખરી મહેતલે પણ નાણા જમા કરાવવામાં નિષ્ફળ ગયું હતું. સમાચારમાં જણાવાયું છે કે કામ અટકાવી દેવાથી આ યોજનાને ભારે ઝટકો પહોંચ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૯૬૯ મેગાવોટની મહત્વાકાંક્ષી અને આ વિસ્તારની વિજળી માંગ માટે જીવાદોરી સમાન યોજનામાં ચીની કોન્ટ્રાક્ટરે પાકિસ્તાન નાણા ચુકવતું નહોવાથી બે દિવસ પહેલા (૧૦ ઓગસ્ટે) કામ ચાલુ રાખવામાં અશક્તિ જાહેર કરી હતી. કોન્ટ્રાક્ટરે આ અંગેની જાણકારી પાકિસ્તાનના વિજ-મંત્રાલયને આપી દીધી છે.
અધિકારીએ ગુપ્તતાની શરતે જણાવ્યું હતું કે આ યોજના અટકાવવી એ પાકિસ્તાન માટે બહુ મોટો આંચકો છે કેમ કે આ યોજનામાં ઉપયોગમાં લેવાતું ટનલ બોરીંગ મશીન વાપરવું હવે અસંભવીત બની રહ્યું છે. આ યંત્રનું ઉદ્દઘાટન એક સપ્તાહ (૬ ઓગસ્ટે) વડાપ્રધાન રઝા પરવેઝ અશરફે કર્યું હતું. પણ નાણા ન ચુકવાતા કંપનીએ તેના યંત્રોનો ઉપયોગ જ બંધ કરી દીધો છે. આ યંત્રના ઉપયોગથી યોજના નિર્માણ સમયમાં ૧૮ માસનો જ્યારે ખર્ચમાં ૬૦ અબજ રૃપીયાનો બચાવ થાય તેમ હતો. પાકિસ્તાનનો હેતુ ભારતની કિશનગંગા યોજના પહેલા આ યોજના પૂર્ણ કરવાનો હતો. પણ હવે તે યોજના સામે જ પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે.
આ યોજનાના મુખ્ય અધિકારી મોહમ્મગ ઝુબેરે જણાવ્યું હતું કે ટનલ મશીન ૧૯.૫ અબજના ખર્ચે ખરીદાયા છે. પણ નાણા મંત્રાલય નાણા ચુકવવામાં અખાડા કરતું હોવાથી યોજના વિલંબીત થઈ રહી છે. |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|