Last Update : 13-August-2012, Monday

 

વડાપ્રધાનના આર્થિક સલાહકાર રંગરાજનનો મત
સોનાની ભારે આયાત અને પેટ્રો પેદાશો પર સબસિડીથી કરન્ટ એકાઉન્ટ ખાધ વધી

કરન્ટ એકાઉન્ટ ખાધ છેલ્લાં ૩૦ વર્ષમાં સૌથી વધુ ઃ જીડીપીના ૪.૨ ટકા જેટલું પ્રમાણ
હૈદ્રાબાદ, તા. ૧૨
ગત વર્ષે ભારતે ૪૦ અબજ રૃા.નું સોનું આયાત કર્યું હતું તેના કારણે દેશના અર્થતંત્રના ચાલુ ખાતામાં ભારે ખોટ જોવા મળી હતી. તે પ્રમાણે જ પેટ્રો-પેદાશોમાં આપવામાં આવતી સબસીડીએ પણ ભારતીય અર્થતંત્રની સમતુલાને અસમતોલ બનાવી છે. સબસીડીને કારણે દેશની વર્તમાન આર્થિક સ્થિતિ પર ભારે વિપરીત અસર પડી રહી છે. તેમ વડાપ્રધાન કાર્યાલયના મુખ્ય આર્થિક સલાહકાર સી. રંગરાજને એક સમારોહમાં જણાવ્યું હતું.
રંગરાજને આર્થિક અસમતુલા ઉભી થવાનું કારણ આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે (વર્ષ ૨૦૧૦-૧૧ દરમ્યાન) દેશમાં સોનાની આયાત ૪૦ અબજ રૃપીયાની થઈ હતી. જે સામાન્ય કરતા બેગણી હતી. દેશમાં સામાન્ય રીતે ૨૦ અબજ રૃા.નું સોનું આયાત થતું હોય છે. જે ૨૦ અબજ રૃા.નું વધારે સોનું વર્ષ ૨૦૧૦-૧૧ દરમ્યાન આયાત કરાયું તેણે દેશના આર્થિક વાતાવરણને અસમતોલ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
તેના કારણે અર્થતંત્રના ચાલુ ખાતામાં રાજકોષીય ખાધમાં વધારો થવા પામ્યો હતો. રંગરાજન હૈદ્રાબાદ મેનેજમેન્ટ એસોસીએશનના સ્થાપના દિવસ નિમીત્તે 'ઈન્ડિયન ઈકોનીમી ઃ ધ વે અહેડ' પ્રવચન શ્રેણીમાં બોલી રહ્યા હતા.
રગંરાજને ઉમેર્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ (વર્ષ ૨૦૧૧-૧૨) દરમ્યાન 'કરંટ એકાઉન્ટ ડેફીસીટ (કેડ) છેલ્લા ૩૦ વર્ષમાં સૌથી ઉંચી, જીડીપીના ૪.૨ ટકા છે. જ્યારે દેશની આયાત અને વસ્તુઓ લાવવાની પ્રક્રિયા દેશમાંથી થતી નિકાસ અને સ્થાનાંતર કરતા ઉંચી હોય ત્યારે કેડમાં ખોટ સર્જાય છે. જોકે તેમણે આશ્વાસન આપ્યું હતું કે કદાચ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ખોટ ઓછી થાય તેવી શક્યતા છે. રીઝર્વ બેંકના ગવર્નર ડી. સુબ્બારાવે પણ ચાલુ વર્ષે કરંટ એકાઉન્ટ ડેફીસીટ ઘટશે તેવો સંકેત આપ્યો હતો.
રંગરાજને ઉમેર્યું હતું કે ગત વર્ષની સોનાની આયાતની જેમ ચાલુ વર્ષે પેટ્રોપેદાશોમાં સબસીડી સતત રાજકોષીય ખાધને વધારી રહી છે.
તેના કારણે ઉંચો વિકાસદર જાળવી રાખવો મુશ્કેલ બને છે. તેના કારણે ભારતીય અર્થતંત્ર પર 'કાળા વાદળ' ઘેરાઈ રહ્યા છે. બીજા પણ ઘણા એવા પરીબળો છે જે ભારતમાં મૂડી રોકાણને ઘટાડી રહ્યા છે. રોકાણકારો ખાસ કરીને વિદેશી રોકાણકારો અચકાઈ રહ્યા છે.
રંગરાજને ઉમેર્યું હતું કે ગરીબોની વપરાશમાં આવતાં કેરોસીન પર સબસીડી આપવામાં આવે તેને યોગ્ય ગણી શકાય પણ ડીઝલ અને એલ.પી.જી.ને પણ તેજ વર્ગમાં મુકવા વ્યાજબી નથી અન્યથા જી.ડી.પી. ફરી ૯ ટકા પર લાવવો કે ખાધને ૫.૧ ટકા પરથી નીચે ધકેલવી મુશ્કેલ બની રહેશે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved