Last Update : 13-August-2012, Monday

 

ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ મંત્રીઓ કરતાં પણ
બળાત્કારની ઘટનાને મિડીયા વધુ મહત્ત્વ આપે છે ઃ કિરણ બેદી

ટ્વિટર ઉપર પ્રશંસકોની નારાજગી બેદી માટેનું માન ઘટી ગયુ છે

નવી દિલ્હી, તા. ૧૨
અણ્ણા હઝારેના નિકટના સહયોગી કિરણ બેદી એક નવા વિવાદમાં સપડાયા છે. કિરણ બેદીએ એવી ટકોર કરી હતી કે અણ્ણા ટીમ જે ૧૫ મંત્રીઓ વિરૃધ્ધ ભ્રષ્ટાચારની તપાસ કરવા દબાણ કરતી હતી તે સમાચાર કરતા બળાત્કારની ક્ષુદ્ર ઘટનાઓને વધારે ટીવી કવરેજ આપવામાં આવે છે. કિરણ બેદીની આ ટિપ્પણીથી ભારે હોબાળો મચી ગયો હતો.
કિરણ બેદીએ રામલીલા મેદાન ખાતે પત્રકારોને જણાવ્યું હતું સમાચાર માધ્યમોએ કથિત ભ્રષ્ટાચારી મંત્રીઓ વિરુદ્ધના આક્ષેપો બાબતે કદી કોઇ જ ચર્ચા કરી નથી. કોઇ પોલીસ અધિકારી કે સરકારી અધિકારી બળાત્કાર જેવો ક્ષુદ્ર ગુનો કરે ત્યારે તમે લોકો (સમાચાર માધ્યમો) તેને કેટલું મોટું સ્વરૃપ આપો છો. પરંતુ સમાચાર માધ્યમની કોઇ એક વ્યક્તિ પણ ૧૫માંથી એક પણ મંત્રી વિરુદ્ધના ભ્રષ્ટાચારના આરોપોની ચર્ચા કરતી નથી.''
વિદેશથી કાળા નાણાં પરત લાવવા અને મજબૂત લોકપાલ બિલ દાખલ કરવા રામલીલા મેદાન ખાતે છેલ્લા ચાર દિવસથી ધરણા કરી રહેલા બાબા રામદેવના મંચ પર કિરણ બેદીએ હાજરી આપી હતી. એ દરમિયાન તેમણે પત્રકારો સમક્ષ આ ઉચ્ચારણો કર્યા હતા. ટ્વિટર ઉપર પ્રશંસકોએ નારાજગી વ્યકત કરતાં લખ્યું હતું કે, કિરણ બેદી અમારા રોલ મોડલ હતા પણ હવે તેમના માટેનું માન ઘટી ગયુ છે
દરમિયાનમાં ભ્રષ્ટાચારના મુદ્દે સહયોગની શોધમાં કિરણ બેદીએ આજે બાબા રામદેવના મંચ પર હાજરી આપી હતી. અણ્ણાના આંદોલનમાં સાથ આપનાર સેનાના ભૂતપૂર્વ વડા વી.કે. સિંહ પણ રામદેવના રામલીલા મેદાન ખાતેના ધરણામાં હાજર રહ્યા હતા. જોકે ભૂતપૂર્વ અણ્ણા ટીમના અન્ય સભ્યો ભ્રષ્ટાચાર અને લોકપાલના મુદ્દે રામદેવથી અળગા રહ્યાં હતાં.
રામલીલા મેદાન ખાતે હાજર રહેલા ચળવળકારોને સંબોધતા કિરણ બેદીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંયુક્ત મોરચો રચવાની અને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ સંગઠિત થવાની હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હું કે ''જાગૃત રહ્યા વિના, સરકારની નીતિઓ સમજ્યા વિના અને ચકાસણી કર્યા વિના આપણે હંમેશા છેતરાતા રહીશું.'' તેમણે દાવો કર્યો હતો કે કરચોરોને સજા અપાવવા લોકપાલ જેવી સંસ્થાની દેશને તાતી જરૃરિયાત છે.
કિરણ બેદીએ કાળા નાણાં અંગેનો કાયદો લાવવાની માંગ કરતા જણાવ્યું હતું કે જો લોકપાલ હશે તો ભારતમાં કાળા નાણાંની સમસ્યા આપોઆપ ઓછી થશે તેમણે કહ્યું હતું ''લોકપાલ અને કાળા નાણાં વિરોધી કાયદો એ એક જ સિક્કાની બે બાજુઓ છે. આપણે પ્રામાણિક લોકોની મત બેંકની જરૃર છે.''
બીજી બાજુ અણ્ણા ટીમના જંતરમંતર ખાતેના ધરણામાં અંતિમ દિવસે હાજર રહેનાર વી.કે. સિંહે લોકોને સંબોધતા કહ્યું હતું કે ૧૯૯૫થી દેશભરમાં બે લાખથી યે વધુ ખેડૂતોએ આપઘાત કર્યા છે અને સરકાર વિકાસના નામે તેમની જમીન પચાવી પાડે છે તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર પ્રોપર્ટી ડિલર તરીકે કામ કરી રહી છે.
સેનાના ભૂતપૂર્વ વડાએ આક્ષેપ કર્યો હતો કે રોજ કોઈને કોઈ નવું કૌભાંડ બહાર આવે છે અને દર વખતે નવું કૌભાંડ આગલા કૌભાંડો કરતા મોટું હોય છે. તેમણે જણાવ્યું હતું ''આઝાદી પછી પીઝા તો અર્ધા કલાકમાં મળી જાય છે પણ બે કલાક પછીયે એમ્બ્યુલન્સ આવતી નથી. પંદર રૃપિયામાં પાણીની બોટલ મળી જાય છે પણ નળમાં પીવાનું સ્વચ્છ પાણી આવતું નથી.'' તેમણે ઉમેર્યું હતું કે વિકાસનો લાભ દેશની ૫ થી ૭ ટકા જનતાને જ મળે છે અને બાકીના પાછળ રહી જાય છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved