Last Update : 13-August-2012, Monday

 

શાનદાર પૂર્ણાહુતિ ઃ ભારતને ભાગે છ વિવિધ મેડલો
ઓલિમ્પિકમાં સિલ્વર જીતી સુશીલે ઇતિહાસ સર્જ્યો

સુશીલ પર કરોડોનાં ઇનામોની વર્ષા ઃ અમેરિકા ૪૬ ગોલ્ડ સહિત કુલ ૧૦૪ મેડલ સાથે પ્રથમ, ચીન ૩૮ ગોલ્ડ અને કુલ ૮૭ મેડલ જીતી બીજા ક્રમે

લંડન,તા.૧૨
ભારતીય કુસ્તીબાજ સુશીલ કુમારે ૬૬ કિગ્રા વજન વર્ગની ફ્રિસ્ટાઇલ કુસ્તીમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. આ સફળતા સાથે સુશીલ સતત બે ઓલિમ્પિકમાં બે વ્યક્તિગત ઇવેન્ટમાં મેડલ જીતનારો સૌપ્રથમ ભારતીય ખેલાડી બની ગયો હતો. સુશીલની સિધ્ધિ સાથે ભારતે ઓલિમ્પિકમાં રેકોર્ડ ૬ઠ્ઠો મેડલ જીત્યો હતો.આખરી દિવસે સિલ્વર જીતતા ભારત માટે લંડન ઓલિમ્પિકની પૂર્ણાહુતિ યાદગાર બની હતી. ભારતે આ સાથે તેના ઓલિમ્પિક ઇતિહાસમાં સૌથી વધુ મેડલ છ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. અગાઉ ૨૦૦૮ના બેઇજિંગ ઓલિમ્પિકમાં ભારત એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ જીત્યું હતુ.
બેઇજિંગ ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડાલીસ્ટ સુશીલે પ્રભુત્વ સાથેની જીત સાથે ફાઇનલમાં પ્રવેશીને ગોલ્ડ મેડલ જીતવાની આશા જન્માવી હતી. જો કે ફાઇનલ અગાઉ તેને ઉલ્ટી થતા તેની રમત પર અસર થઇ હતી અને જાપાનના તાત્સુહીરો યોનેમીત્સુએ તેને ૩-૧થી પરાજય આપ્યો હતો. હાર છતાં સિલ્વર જીતવા જેવી ઐતિહાસિક સફળતા બાદ તેના પર ઇનામોની વર્ષા શરૃ થઇ ગઇ હતી. દિલ્હી સરકારે સુશીલને એક કરોડ રૃપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. જ્યારે હરિયાણા સરકાર તેને ૧.૫ કરોડ રૃપિયા અને જમીન આપશે. રેલવેએ તેને રૃપિયા ૭૫ લાખ આપવાની જાહેરાત કરી હતી.
લંડનના ઓલિમ્પિક પાર્ક સ્ટેડિયમમાં ભારે રંગારંગ અને સંગીતમય સમારંભ સાથે રમતોના ૩૦માં મહાકુંભનું સમાપન થયું હતું. બ્રિટીશ પોપ સંગીતના જોશ અને ઉત્સાહ વચ્ચે કલાકારોએ મનમોહક અને રંગબેરંગી નયનરમ્ય દ્રશ્યો સર્જીને ઉપસ્થિત ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સ્ટેડિયમમાં ૮૦,૦૦૦ કરતાં વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વિશ્વભરમાં આશરે ૭૫ કરોડ લોકોએ સમાપન સમારંભને નિહાળ્યો હતો. ઓલિમ્પિકની પરંપરા પ્રમાણે એથ્લીટોએ એકસાથે માર્ચ-પાસ્ટમાં ભાગ લીધો હતો. ઓલિમ્પિકના ઉદ્ઘાટન સાથે પ્રજ્જવલિત કરવામાં આવેલી જ્યોતને બુઝાવી દેવામાં આવી હતી અને ઓલિમ્પિકનો ફ્લેગ પણ ઉતારીને આગામી ઓલિમ્પિકના યજમાનને સોંપવામાં આવ્યો હતો.
હવે ૨૦૧૬માં બ્રાઝિલના રિયો ડી જેનેરો શહેરમાં ઓલિમ્પિક યોજાશે. 'ગુડબાય લંડન અને સી યુ ઇન રિયો'ના સંદેશ સાથે ઓલિમ્પિકનું સમાપન થયું હતુ. બ્રાઝિલને પણ તેની સંસ્કૃતિની ઝલક દર્શાવવાની તક મળી હતી.૨૭મી જુલાઇથી શરૃ થયેલા ઓલિમ્પિકમાં ૨૦૫ દેશોના ૧૦,૫૦૦થી વધુ ખેલાડીઓએ ૨૬ રમતોમાં ૩૦૨ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. અમેરિકાએ ૪૫ ગોલ્ડ, ૨૯ સિલ્વર અને ૨૯ બ્રોન્ઝ જીતીને કુલ ૧૦૩ મેડલ સાથે ટોચનો ક્રમ મેળવ્યો હતો. જ્યારે ગત ઓલિમ્પિકમાં પ્રભુત્વ જમાવનારૃ ચીન ૩૮ ગોલ્ડ, ૨૭ સિલ્વર અને ૨૨ બ્રોન્ઝ સાથે ૮૭ મેડલ જીતીને બીજા ક્રમે રહ્યું હતુ. મેડલ ટેલીમાં ભારત બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ સાથે ૫૫માં ક્રમે રહ્યું હતુ.
લંડન ઓલિમ્પિકમાં ફેલ્પ્સે કારકિર્દીનો ૧૮મો ઓલિમ્પિક ગોલ્ડ અને કુલ મળીને ૨૨મો મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. જ્યારે જમૈકાના એથ્લીટ યુસૈન બોલ્ટે સતત બીજા ઓલિમ્પિકમાં ૧૦૦, ૨૦૦ મીટર તેમજ ચાર બાય ૧૦૦ મીટરની રિલેમાં ગોલ્ડ જીતીને રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું હતું.

સુશીલ કુમારની
સિલ્વર-સફર
કુસ્તી, ૬૬ કિગ્રા ફ્રિસ્ટાઇલ
પ્રિ-ક્વાર્ટર ઃ ઇરાનના શાહીન રમઝાને ૩-૧થી હરાવ્યો
ક્વાર્ટર ફાઇનલ ઃ ઉઝબેકિસ્તાનના ઇખ્તીયોર નેવુ્રઝોવને ૩-૧થી હરાવ્યો
સેમિ ફાઇનલ ઃ કઝાકિસ્તાનના એઝુરેક તાનાત્રોવને ૩-૧થી હરાવ્યો.
ફાઇનલ ઃ જાપાનના તાત્સુહીરો યોનેમીત્સુ સામે ૧-૩થી હાર્યો

લંડન ગેમ્સમાં
ભારતના મેડલ
સુશીલ કુમાર (કુસ્તી) સિલ્વર
વિજય કુમાર (શુટિંગ) સિલ્વર
ગગન નારંગ (શુટિંગ) બ્રોન્ઝ
સાયના નેહવાલ (બેડમિંટન) બ્રોન્ઝ
મેરી કોમ (બોક્સિંગ) બ્રોન્ઝ
યોગેશ્વર દત્ત (કુસ્તી) બ્રોન્ઝ

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved