Last Update : 13-August-2012, Monday

 

નવસારીમાં ભંગારના ગોડાઉનમાં આગ ઃ ૪ કાચા મકાન,કાર સ્વાહા

પ્રાપ્ત માહિતી મુજબ નવસારી અને વિજલપોર નગરપાલિકા વિસ્તારમાંથી દરરોજ નીકળતો ટનબંધી ઘન કચરો

શનિવારે મધ્યરાત્રીએ અચાનક આગ લાગતા દોડધામ ઃ પાંચ કલાકે આગ કાબુમાં આવી ઃ શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાની શક્યતા
નવસારી, રવિવાર
નવસારી વિજલપોર પાલિકાનાં ઘનકચરાનાં નિકાલની બંદરરોડ સ્થિત સાઇટ પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં ગત મધ્યરાત્રિનાં સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. આગે રૌદ્ર સ્વરૃપ ધારણ કરતાં ગોડાઉનની બાજુમાં આવેલા ચાર કાચા મકાનો અને એક કાર આગમાં બળીને ભસ્મભૂત થઇ ગઇ હતી. ફાયરફાયટરોની પાંચ કલાકની જહેમત બાદ માંડ માંડ આગ કાબુમાં આવી હતી. આગના કારણે લાખ્ખો રૃપિયાનું નુકશાન થયુ છે. પરંતુ આગનું કારણ હજી સુધી જાણવા મળ્યુ નથી.
જ્યાં નિકાલ કરવામાં આવે તે બંદરરોડ પૂર્ણાનદીનાં કિનારે નરસિંહભાઇ પ્રજાપતિ નામનાં વ્યક્તિનું ભંગારનું મોટું ગોડાઉન આવેલું છે. જેમાં પ્લાસ્ટીકની થેલી બાટલી કાગળ તેમજ ૫૦ ટન જેટલો કોટનનો વેસ્ટ સંગ્રહ કરવામાં આવેલો હતો. ગઇકાલે મધ્યરાત્રિનાં લગભગ ૧-૩૦ વાગ્યાનાં સુમારે ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે રૌદ્રસ્વરૃપ ધારણ કરતા ભંગારનું ગોડાઉન ભડભડ સળગવા માંડયું હતું. જેને પગલે આસપાસમાં રહેતા લોકોમાં દોડધામ મચી જવા સાથે ગભરાટ ફેલાયો હતો.
ગોડાઉનની બાજુમાં બનાવેલા ચાર કાચા મકાનો પણ આગમાં બળીને ખાખ થઇ ગયા હતા. ભંગારના ગોડાઉનની બહાર મુકેલી હુંડઇ વર્નાકાર પણ આગની લપેટમાં આવી જતા બે મહિના અગાઉ નવી ખરીદેલીકાર બળીને ભસ્મ થઇ ગઇ હતી. આ બનાવની જાણ આજુબાજુનાં સ્થાનિક રહીશે નવસારી નગર પાલિકાનાં ફાયરબ્રિગેડને કરતાં નવસારી ફાયરબ્રિગેડ ઘનશ્યામભાઇ પટેલ તથા તેમની ટીમ ઘટનાસ્થળે ઘસી જઇ આગને કાબુમાં લેવા માટે કામગીરી શરૃ કરી હતી. આગે રૌદ્ર સ્વરૃપ ધારણ કરેલું હોય વિજલપોર પાલિકાનાં ફાયરબ્રિગેડે પણ કમર કસી હતી. લગભગ પાંચ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. આગથી સમગ્ર ભંગારનું ગોડાઉન કાર તથા ચાર કાચા મકાનો ભસ્મીભૂત થઇ ગયા હતા. સદ્ભાગ્યે કોઇ જાનહાનિ થઇ ન હતી. પરંતુ લાખ્ખોરૃપિયાનો ભંગારનો માલ-સામાન આગમાં મળીને ખાખ થઇ ગયો હતો. પ્રાથમિક તપાસ દરમ્યાન ભંગારના ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાની સંભાવના વર્તાવાઇ રહી છે.
હાલમાં જ આ બંદરરોડ પર કચરો નાંખવાનો સ્થાનિકો દ્વારાં વિરોધ કરવામાં આવ્યો હતો. તથા નવસારી વિજલપોર નગરપાલિકાની કચરાગાડીઓમાં ચક્કજામ કરવામાં આવ્યા હતા. બાદમાં કચરો સળગાવામાં પણ આવતો હતો. સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવે તો ચોકવનારા તથ્યો બહાર આવવાની શક્યતાઓ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved