Last Update : 13-August-2012, Monday

 

સ્લજનો જથ્થો હજી સંપૂર્ણપણે હટાવાયો નથી ત્યારે
કરવડમાં જોખમી કેમિકલ વેસ્ટનો બે ટન જથ્થો કોઇક ઠાલવી ગયું

વેસ્ટનો જથ્થો ફોસ્ફરસ છેઃ જીપીસીબીએ સેમ્પલો લીધાઃ ડમ્પીંગ સાઇટ બંધ થતાં કંપની સંચાલકો ગમે ત્યાં વેસ્ટનો નિકાલ કરે છે

વાપી, રવિવાર
વાપી નજીકના કરવડ ગામની સીમમાં મુખ્ય માર્ગને અડીને આવેલી ખુલ્લી જગ્યામાંથી આજે સવારે અત્યંત જોખમી કેમીકલ વેસ્ટનો લગભગ બે ટન જથ્થો મળી આવતાં ચકચાર મચી છે. ગામના સરપંચ સહિત ગામ લોકોએ એકત્રિત થઇ વેસ્ટ જથ્થો ઠાલવવાની પ્રવૃત્તિ સામે ભારે વિરોધ સાથે આક્રોશ ઠાલવ્યો હતો. ઘટનાને પગલે જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી સેમ્પલો લઇ કાર્યવાહી હાથ ધરી છે. ખુલ્લી જગ્યામાં ઠલવાયેલો વેસ્ટ ફોસ્ફરસ હોવાનું બહાર આવ્યું છે.
વાપી વેસ્ટ એન્ડ એફલ્યુઅન્ટ મેનેજમેન્ટ કંપનીની વેસ્ટ ડમ્પીંગ સાઇટ ઉપર બનેલી માનવ સર્જીત દુર્ઘટના બાદ નજીકના કરવડ-ડુંગરી ફળિયા અને ખેતીલાયક જમીન મળી સાત એકર વિસ્તારમાં અત્યંત જોખમી સ્લજનો જથ્થો ફરી વળ્યો હતો. જેને કારણે કરવડ ગામ લોકોની હાલત ખૂબ જ દયનીય બની છે. ઘટનાના ૨૭ દિવસ બાદ પણ કંપની દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સ્લજના જથ્થાને સંપૂર્ણપણે ઉઠાવવામાં આવ્યો નથી. ત્યારે ગામલોકો ઉપર વધુ એક મુશ્કેલી આવી પડી છે.
કરવડ ગામે મુખ્ય માર્ગને અડીને આવેલી ખુલ્લી જગ્યામાં આજે સવારે અત્યંત જોખમી અને દુર્ગંધયુક્ત કેમીકલ વેસ્ટનો લગભગ બે ટન જેટલો જથ્થો કોઇક ઠાલવી ગયું હતું. ગામના પંચાયતના સરપંચ સહિત ગામલોકો એકત્રિત થઇ ગયા હતા. સરપંચ દેવેન્દ્ર પટેલે જીપીસીબીને જાણ કરતાં અધિકારી જી.વી. પટેલ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યા બાદ વેસ્ટના જથ્થના સેમ્પલો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જીપીસીબીએ આ કૃત્ય કઇ કંપની દ્વારા કરાયું છે તે અંગે તપાસ શરૃ કરી છે.
કરવડ ગામે ખુલ્લી જગ્યામાં ઠલવાયેલો વેસ્ટ જથ્થો ફોસ્ફરસ હોવાનું બહાર આવ્યું છે. સરપંચ સહિત ગામલોકોએ આ કૃત્ય સામે ભારે વિરોધ સાથે આક્રોશ ઠાલવ્યો હતો. વેસ્ટ ડમ્પીંગ સાઇટ ઉપર સ્લજ સ્વીકારવા ઉપર પ્રતિબંધ મુકાયા બાદ કેટલીક કંપની સંચાલકો અતિજોખમી ઘનકચરો નદી કિનારે ખનકીમાં કે ખુલ્લી જગ્યામાં ઠાલવી રહ્યાની ફરિયાદો ઉઠી છે. ત્યારે જીપીસીબી પણ લોકોના આરોગ્ય સાથે ખેલ કરનારાઓ સામે કડક પગલાં ભરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved