Last Update : 13-August-2012, Monday

 

અંબાજીમાં ખાનગી ગેસ એજન્સીનો પરવાનો રદ્ કરાયો

સંચાલક વિરુધ્ધ થયેલ વ્યાપક ફરિયાદને પગલે આઈ.ઓ.સી.એ કાર્યવાહી કરી

અંબાજી, તા. ૧૨
યાત્રાધામ અંબાજીમાં છેલ્લા આઠ, દશ વર્ષોથી કાર્યરત એવી દેવેન્દ્ર ગેસ એજન્સીના સંચાલકની જોહુકમી અને મનસ્વી વહીવટના કારણે અહીંની પ્રજા તંગ આવી ગઈ હતી અને આ મુદ્દે સરકારમાં વારંવાર ફરિયાદો પણ કરવામાં આવી હતી. તેથી ના છુટકે આઈ.ઓ.સી. કંપનીને આ એજન્સીનો પરવાનો અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવ્યો છે તેવું પુરવઠા તંત્રના સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
અંબાજીની પ્રજાની ગેસ એજન્સી ફાળવવા માટેની વર્ષોની માગણી હતી. જેને લઈને કારગીલ યુધ્ધમાં શહીદ થયેલ જવાનના પરિવારને ભારત સરકારે આ એજન્સી જીવનનિર્વાહ માટે આપવામાં આવી હતી. પરંતુ આ એજન્સીની શરૃઆતથી જ તેના સંચાલકે મનસ્વીપણે વિતરણ કરવાનો વહીવટ પ્રજા સાથે તેના સ્ટાફનું વર્તન યોગ્ય ન હતું અને વારંવાર ચકમક ઝરતી હતી. જેના વિરોધમાં એકવાર અંબાજીની પ્રજાએ ધંધા, રોજગાર બંધ રાખી વિરોધ પણ કર્યો હતો અને ગ્રામ પંચાયતની ગ્રામસભામાં આ દેવેન્દ્ર ગેસ એજન્સી વિરુધ્ધ ભારે બહુમતીથી તેની સામે કડક કાર્યવાહી કરવાનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ શહીદ જવાનોના ક્વોટામાંથી આ એજન્સીની ફાળવણી થવાના કારણે તેને રદ ન કરી શકાય તેવું હોઈ આ મુદ્દે જ સંચાલક બેફામ બની ગયો હતો અને પ્રજા સાથે વારંવાર ઝઘડાઓ કરતો હતો અને કહેતો હતો કે તમારાથી થાય તે કરી લો. તેવી ખુલ્લી ધમકીઓ વારંવાર આપતો હતો. આવી વ્યાપક ફરિયાદોના પગલે કંપનીએ અચોક્કસ મુદત માટે પરવાનો સ્થગિત કરી પાલનપુરની એજન્સીને વિતરણ કરવા માટે કામચલાઉ ધોરણે આપવામાં આવેલ છે તેવું જિલ્લા પુરવઠા તંત્રના સુત્રો દ્વારા જાણવા મળેલ છે. પરંતુ પ્રજામાં ચર્ચાતી વાતો મુજબ આ સંચાલકે નિયમોના ઉપરવટ જઈ સંરક્ષણ મંત્રાલયના આદેશથી વિરુધ્ધ બારોબાર મોટી રકમની રોકડી કરી લીધી છે.
તેવું અંબાજીની પ્રજામાં ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે. આ વાતની સત્યતા ચકાસવા ભારત સરકારે તાત્કાલીક અસરથી તપાસ કરાવવી જોઈએ અને જો વાત સત્ય પુરવાર થાય તો ે છેતરપિંડી કરવા બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી ઉગ્ર માંગ પ્રજામાંથી ઉઠવા પામેલ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved