Last Update : 13-August-2012, Monday

 

મહાદેવપુરામાં નાણાંની લેતીદેતી મુદ્દે યુવકની હત્યા

પાંચ શખ્સો સામે વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

 

મહેસાણા, તા. ૧૨
વિજાપુર તાલુકાના મહાદેવપુરા (ડાભલા) ગામે રહેતા એક ઈસમને પાનના ગલ્લે પૈસાની લેતી દેતીમાં તે જ ગામના પાંચ ઈસમોએ ભેગા મળી એક ઈસમને તેના જ પરિવારની સામે હૃદય ઉપર કાતર મારી મોત નીપજાવતા જન્માષ્ટમીના દિવસે જ બનેલી આ ઘટનાથી મૃતકના પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ અંગે મરનાર ઈસમની પત્નીએ વસાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વિજાપુર તાલુકાના મહાદેવપુરા (ડાભલા) ગામે રહેતા પટેલ જગદીશભાઈ સોમાભાઈ જન્માષ્ટમીના દિવસે રાત્રીના સુમારે ગામમાં આવેલ રામજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારી કરી રહ્યા હતા તે દરમ્યાન જગદીશભાઈ બે બાળકો તથા તેમની પત્ની ભારતીબેનને લઈ ત્યાં જતા હતા ત્યારે પાનના ગલ્લા ઉપર પોતાના નાના ભાઈનું ઉધાર ખાતું ચાલતું હતું. જેનો હિસાબ કરવા ગયા ત્યારે તેમણે ગલ્લાના માલિક પટેલ કનુભાઈ ઉર્ફે કમલેશભાઈ ગાંડાભાઈને કહ્યું કે મારા ભાઈને આગળથી વધુ ઉધાર નહીં આપવા માટે ઠપકો આપતાં બન્ને વચ્ચે તકરાર થઈ હતી. આ તકરારે મોટું સ્વરૃપ લઈ લેતાં દુકાન માલિક કનુ તેમજ ત્યાં ઉભેલા તેના અન્ય ચાર મિત્રો પટેલ જિગ્નેશ, પટેલ પરેશ ઉર્ફે લાલો, પટેલ પ્રકાશભાઈ તેમજ પટેલ મહેશભાઈ જગદીશ સાથે તકરાર કરવા લાગ્યા હતા. તેમાંના કોઈ એક ઈસમે દુકાનમાં પડેલ કાતર લઈ હૃદય ઉપર મારતાં તે થોડે દુર જઈ પટકાઈ પડતાં ગામના લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. ત્યારે તેને ગાડીમાં નજીકમાં આવેલ કુકરવાડા ખાતે દવાખાને લઈ જવાયો હતો. ઘા વધુ ઘાતક હોઈ શરીરમાંથ ીલોહી વધુ નીકળી જવાથી રસ્તામાં જ તેનું કરુણ મોત થવા પામ્યું હતું. આ અંગે જગદીશભાઈની પત્ની પટેલ ભારતીબેને પટેલ પ્રકાશ, પટેલ જિગ્નેશ, પટેલ પરેશ, પટેલ કનુ તથા પટેલ મહેશના વિરુધ્ધમાં વસાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved