Last Update : 13-August-2012, Monday

 

વડોદરા શહેર પોલીસતંત્ર દ્વારા
હરણી એરપોર્ટ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઇ

બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ દ્વારા સઘન ચેકીંગ પોલીસ અધિકારીનું સતત મોનીટરીંગ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
વિમાન હાઇજેક થવાનું હોવાની શંકા વ્યક્ત કરતાં આઇબીના મેસેજના પગલે રાજ્યના તમામ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. વડોદરા એરપોર્ટ પર પણ કડક ચેકીંગ સ્થાનિક પોલીસ દ્વારા શરૃ કરી દેવાયું છે. બોબડીસ્પોઝલ સ્કવોડ દ્વારા પણ દિવસમાં ચારથી પાંચ વખત એરપોર્ટ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. અને ૧૫મી ઓગસ્ટ સુધી હજી સુરક્ષા વ્યવસ્થા સઘન રાખવામાં આવશે.
આ અંગેની મળતી માહિતી મુજબ ૧૫ ઓગસ્ટ સુધીમાં વિમાન હાઇ-જેક કરવાની દેશવિરોધી તત્વોની યોજના હોવાના મેસેજના પગલે તમામ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. હરણી એરપોર્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાઇ છે. શહેર પોલીસ કમિશ્નર એસ.કે. શર્માની સૂચના મુજબ એરપોર્ટ વિસ્તારમાં પોલીસ સ્ટાફ દ્વારા વધુ સતર્કતાં દાખવવામાં આવી રહી છે. પોલીસે એપોર્ટથી અંદર આવતાં તમામ વાહનોનું કડક ચેકીંગ શરૃ કર્યું છે. કોઇપણ ગાડી ચેકીંગ વિના એરપોર્ટ સંકુલમાં પ્રવેશવા દેવાતી નથી. વાહનોની સાથે સાથે તેમાં બેઠેલાં વ્યક્તિઓ પૈકી શકમંદ જણાતા લોકોનું પોલીસ દ્વારા પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારમાં પોલીસે સતત પેટ્રોલીંગ જારી રાખ્યું છે. જેથી કોઇ ભાંગફોડની પ્રવૃત્તિ થતા પૂર્વેજ અટકાવી શકાય.
પોલીસ સ્ટાફ દ્વારા વહેલી સવારથી રાત સુધી એરપોર્ટ પર ચેકીંગ જારી રાખવામાં આવ્યું હતું. તથા સીનીયર પોલીસ ઓફિસર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું હતું.
હરણી એરપોર્ટ પર બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ દ્વારા પણ સતત ચેકીંગ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે છ વાગ્યાથી લઇને રાતના આઠ-નવ વાગ્યા સુધી એટલે કે એરપોર્ટની પહેલી ફ્લાઇટથી માંડીને અંતિમ ફ્લાઇટ સુધીના સમય દરમિયાન મુસાફરોના વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ દ્વારા એરપોર્ટ સંકુલમાં મુસાફરોના શંકાસ્પદ જણાતાં સામાનનું પણ ચેકીંગ કરાયું હતું. સાથે સાથે એકસ્પોઝીવ સબસ્ટન્સની ગંધ પારખવાની ક્ષમતા ધરાવતાં સ્નીફર ડોગને પણ રાખી ચેકીંગ કરવામાં આવ્યું હતું. સવારના છ થી બપોરના બાર વાગ્યા સુધી. બે વખત અને સાંજના સમયે બે વખત ચેકીંગ કરવામાં આવ્યુ હતું. તદુપરાંત બેોમ્બ ડીસ્પોઝલ સ્કવોડને એરપોર્ટ ઉપરાંત સમગ્ર શહેરમાં કોઇપણ સ્થળે આકસ્મિક ચેકીંગ માટે પણ સૂચના આપવામાં આવી છે.
વધુમાં શહેર પોલીસ કમિશ્નર સતિષ શર્માએ શહેરના નાગરિકોને પણ સતર્કતાની ઝુંબેશમાં સહકાર આપવાની અપીલ કરી છે. શહેરીજનોને કોઇ સ્થળે શંકાસ્પદ વસ્તુ કે કોઇ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ જણાય તો તુર્તજ પોલીસને જાણ કરી સુરક્ષા પાર્ટ પોલીસને સહકાર આપવા જણાવ્યું છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved