Last Update : 13-August-2012, Monday

 
કોળિયાકમાં નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસનો મેળો ભરાશે

પ્રતિવર્ષ પરંપરાગત રીતે ભરાતા મેળામાં લાખો ભાવિકો ઉમટતા હોઇ બે જાહેરનામા પ્રસિધ્ધ

 
ભાવનગર, રવિવાર
ભાવનગરથી ૨૩ કિલોમીટર અંતરે આવેલ કોળિયાકમાં સમુદ્ર કિનારે બિરાજતાં ભગવાન નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આગામી તા.૧૬ અને ૧૭ ઓગસ્ટના રોજ ભાદરવી અમાસનો પરંપરાગત મેળો ભરાશે.
મેળામાં મોટી સંખ્યામાં યાત્રીકોની અવર-જવર રહેતી હોવાથી એસ.ટી. બસો ઉપરાંત આશરે ૨૦૦૦ થી વધુ ખાનગી વાહનો દ્વારા યાત્રીકોની નિષ્કલંક મહાદેવ ખાતે દરિયા સ્નાન કરવા માટે હેરફેર થાય છે. જેને લક્ષમાં લેતા આ યાત્રાળુઓને કોઇ મુશ્કેલી ન થાય અને વાહન વ્યવહાર સ્થગિત ન થાય તેમજ અકસ્માત નિવારી શકાય તે માટે ટ્રાફિક નિયમન કરવાનું જરૃરી જણાય છે. આથી મુંબઇ પોલીસ અધિનિયમ અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે તા.૧૬-૮ તથા તા.૧૭-૮ સુધી બે દિવસ માટે ટ્રાફિક નિયમન સારૃં જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામું બે પૈડાવાળા વાહનોને પણ લાગુ પડશે.
નિષ્કલંક મહાદેવ મંદિરે ભરાતા આ મેળામાં લોકો વિશાળ સંખ્યામાં આવતા હોઇ અને ભૂતકાળમાં ડૂબી જવાના બનાવ બનતા હોઇ સબબ જાનમાલની સલામતી ખાતર મુંબઇ પોલીસ અધિનિયમ અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે તા.૧૬-૮ તથા તા.૧૭-૮ આ બન્ને દિવસોએ કોળીયાકના નિષ્કલંક મહાદેવના દરિયામાં દરીયાનું પાણી નિષ્કલંક મહાદેવના ઓટાથી ઉતરી જાય ત્યારપછી જ પોલીસની અનુમતી બાદ તેમના માર્ગદર્શન અને તેમના નિયંત્રણ હેઠળ તથા કરવામાં આવેલ વ્યવસ્થાને અનુસરીને જ કોઇપણ યાત્રાળુઓએ સ્નાન કરવા જવું અને ત્યાં સુધી દરિયામાં સ્નાન કરવા કોઇએ જવું નહીં. આ હુકમનું ઉલ્લંઘન કરનારને સદર અધિનિયમની કલમ ૧૩૧ મુજબ શિક્ષા થશે. આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામાં આવેલ છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved