Last Update : 13-August-2012, Monday

 

૨૫૦ લાભાર્થીઓને બદલે
ઉમરાળાના વિકલાંગ સાધન સહાય કેમ્પમાં માત્ર ૪૮ અરજદારોએ માંડ લાભ લીધો

તહેવારોના દિવસે યોગ્ય જાહેરાતના અભાવ વચ્ચે યોજાયેલ કેમ્પમાં યોજનાના લાખો રૃપિયાનું પાણી

 
ભાવનગર, રવિવાર
સરકારી વિવિધ યોજનાઓ લોકો માટે આશિર્વાદરૃપ છે. પરંતુ યોગ્ય આયોજનના અભાવે આ યોજનાઓનો લાભ લાભાલય સુધી પહોંચતો નથી. અને લાભ આપનારાજ લાભ લઇ જતા હોય છે. હાલમાં જ ઉમરાળા ખાતે યોજાયેલ વિકલાંગ સાધન સહાય કેમ્પમાં યોગ્ય આયોજનના અભાવે ૨૫૦ લાભાર્થીમાંથી માત્ર ૪૮ લાભાર્થીએ યોજનાનો લાભ લીધો હતો.
સરકારી તંત્રની અણઆવડત અને મનસુબી પ્રમાણે સહાય આપવાની કાર્યવાહી હાલ ભારે ટીકાસ્પદ બની છે. કોઇપણ યોજના હોય લાભાર્થીને લાભ થાય તે પહેલા અરજદાર અડદો થઇ ગયો હોય છે. અરે યોજનાનો લાભ લેવા પણ સરકારી બાબુઓના ખીસ્સા ગરમ કરવા પડે છે. તો ક્યાંક વળી આયોજનના અભાવે યોગ્ય લાભાર્થી યોગ્ય સમયે લાભથી વંચીત રહી જાય છે.
સરકાર દ્વારા વિકલાંગોને સાધન સહાય આપવાની યોજના છે. જેમાં સર્વશિક્ષા અભિયાન દ્વારા વિવિધ તાલકા મથકોએ કેમ્પ યોજી લાભાર્થીઓને લાભ આપવાનું આયોજન કરાય છે. તાજેતરમાં શિતળા સાતમના તહેવારના દિવસે ઉમરાળા બી.આર.સી. ભવનમાં ગઢડા, ઉમરાળા, બોટાદ, સિહોર, તાલુકાના વિકલાંગો માટે સાધનસહાય કેમ્પનું અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટારગેટ ૨૫૦ થી ૩૦૦ લાભાર્થીઓને લાભ આપવાનું આયોજન હતું. પરંતુ તહેવારોને અનુલક્ષીને મેળા સહિતના ઉત્સવોમાં વ્યસ્ત વિકલાંગો તેમજ વાલીઓ યોગ્ય સ્થલે યોગ્ય સમયે પહોંચી શક્યા ન હતા. જેની પાછળ યોગ્ય જાહેરાતનો અભાવ પણ દેખાતો હતો.
તહેવારોના દિવસે વિકલાંગોને લઇ કેમ્પ સ્થળ પર પહોચવું કપરૃ જણાતુ હતું. જેથી કેટલાક વિકલાંગો અને તેમના વાલીઓએ કેમ્પ સ્થળ તેમજ તારીખમાં ફેરફાર કરવા જણાવ્યું હતું. પરંતુ સરકારી તિજોરીને વેડફવા જ જાણે યોજના ઘડાઇ હોય તેવું ભાસી રહ્યું છે. જેથી ૨૫૦ના સ્થાને ૪૮ જેટલા સામાન્ય ઉમેદવારોએ માંડ લાભ મેળવ્યો છે. ત્યારેઆ આયોજનનો યોગ્ય સમયે અને લાભાર્થીઓને સાનુકુળ પરિસ્થિતિમાં યોજાય તેવું આયોજન કરવું જરૃરી બન્યું છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved