Last Update : 13-August-2012, Monday

 

ઘાસચારાના અભાવે ખેડૂતો પશુધનને ત્યાગે છે

 

- છ ખેડૂતોએ આત્મહત્યા કરી

 

 

- ભૂખ્યા પશુઓની વેદના જોઇ શકાતી નથી

 

 

ગાંધીનગર, રવિવાર

 


મટનની નિકાસમાં સબસિડી આપીને કેન્દ્ર સરકાર ગુલાબી ક્રાંતિ કરવા તરફ હોવાનું છાશવારે ઉચ્ચારતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતે જ ગુજરાતમાં મોટાપાયે ગુલાબી ક્રાંતિ કરવા ભણી છે. દુષ્કાળની સ્થિતિમાં મોદી સરકારે સૌરાષ્ટ્રમાં ઘાસચારાની વ્યવસ્થા ન કરતાં ખેડૂતો તેમના પશુઓ રખડતાં કરી દેવા માંડયા છે. જેના કારણે ગૌવંશ મોટાપાયે કતલખાતે ધકેલાય તેવી સ્થિતિ પેદા થઈ છે.

 


કેન્દ્રને ભાંડવા માટે મુખ્યમંત્રી મોદીએ પિન્ક રીવોલ્યુશનનું નવું ગતકડું શોધી કાઢ્યું છે. પરંતુ હંમેશા એક આંગળી કોઈની તરફ ચિંધતા પહેલા એ ખ્યાલ હોવો જોઈએ કે બાકીની ત્રણ આંગળીઓ પોતાના તરફ હોય છે. મોદી આ વાત ભુલી ગયા છે અને અછતનો માર ભોગવી રહેલા સૌરાષ્ટ્રમાં પશુધન માટે હજુ સુધી ઘાસચારાની કોઈ જ મોટાપાયે વ્યવસ્થા કરી નથી. પરિણામે સ્થિતિ એ આવી છે કે સૌરાષ્ટ્રના ખેડૂતો ઘાસચારાના અભાવે પોતાના પશુઓને રખડતાં છુટા મુકી દેવા માંડયા છે. કારણ કે હાલમાં ઘાસચારાનો ભાવ પ્રતિ કિલો ૩ રૃા.થી પ રૃા. છે. આથી આ ભાવે ઘાસચારો ખરીદીને પશુઓને ખવડાવવો પોસાય તેમ નથી.

 


દુષ્કાળના વર્ષની શરૃઆત છે ત્યાં ખેડૂતો પોતાના ગામમાંથી જેટલા ગાય, ભેંસ, બળદો, વાછરડાં જેવા પશુઓને રખડતાં મુકી દેવા હોય તેનો ટ્રક ભરીને રાત્રિના સમયે પાંચ-સાત ગામ દૂર સીમ વિસ્તારમાં મુકી આવે છે. જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને જામનગર જિલ્લામાં આવા અનેક બનાવો બન્યા છે. જે ગામમાં આવા રખડતાં પશુઓ મુકી જવાયા હોય તે ગામના લોકો આ પશુઓને ફરી અન્ય કોઈ ગામમાં મુકી આવે છે. અંતે નધણિયાતા બનેલા આ પશુઓ માટે કતલખાનું જ છેલ્લો રસ્તો રહે છે.

 


જયારે કેટલાક ગામોમાં ખેડૂતો તેમના વસુકી ગયેલા ક થોડાં નબળાં પશુઓને કતલખાને ધકેલવા માંડયા છે. આમ મોદી સરકાર ઘાસચારાની વ્યવસ્થા ન કરીને ગુજરાતને ગુલાબી ક્રાંતિમાં અવ્વલ બનાવવા માંગતી હોય તેવો ઘાટ ઘડાયો છે.

 

 

પાક નિષ્ફળ જતાં સૌરાષ્ટ્રના છ ખેડૂતોએ આત્મહત્યા કરી

 

ગાંધીનગર, રવિવાર

 


માણસને ગમે તેટલી મોટી આફત આવે, પરંતુ જો આશાનું કિરણ દેખાતું હોય તો આફતને ભરી પી ને જીંદગી જીવાઈ જતી હોય છે. પરતુ ચાલુ વર્ષે અપુરતા વરસાદના લીધે દુષ્કાળના ઓળા ઉતર્યા છે ત્યારે આવી વિપદામાંથી ઉગારવા માટે મોદી સરકાર કોઈ નક્કર પગલાંઓ ભરવાના બદલે ઉત્સવો-મેળાઓ યોજયે રાખ્યે છે. આ સ્થિતિમાં સૌરાષ્ટ્રનો ધરતીપુત્ર હિંમત હારી રહ્યો છે. પરિણામે એક જ પખવાડિયામાં ૧૮ વર્ષથી લઈને ૮૦ વર્ષ સુધીના છ ખેડૂતોએ પાક નિષ્ફળ જવાથી આત્મહત્યા કરી લીધાના બનાવો બન્યા છે. બાપડા ખેડૂતને પોતાના પાકની અને પશુઓ માટે ઘાસચારાની ચિંતા કોરી ખાય છે ત્યારે મોદી સરકાર મતોની ચિંતા કરે છે. આવી સ્થિતિમાં આગળ ઉપર શું થશે તે સમય જ કહી શકશે. આત્મહત્યા કરનારા કમભાગી ખેડૂતોની વિગતો નીચે મુજબ છે.


બનાવની તારીખ

ખેડૂતનું નામ

ગામ

૧૧/૮/૧ર

વાલાભાઈ જીવાભાઈ મોઢ(ઉ.૮૦)

ખોરાણા, જિ.રાજકોટ

પ/૮/૧ર

જયપાલસિંહ બટુકસિંહ જાડેજા(ઉ.૪૪)

રાતૈયા, તા.લોધિકા

૧/૮/૧ર

નિખીલ ભગવાનજી રામોલિયા(ઉ.૧૮)

લાલપુર, જિ.જામનગર

રપ/૭/૧ર

કેશવ ભીખા વાઢેર (ઉ.૩૫)

સરવા, જિ.જૂનાગઢ

૧૪/૭/૧૨

બાબુ પુનાભાઇ પાઘડાળી(ઉ. ૪૫)

ઢુંઢીયા-પીપળીયા, અમરેલી

૬/૭/૧ર

હમીર રણછોડભાઈ કવાડ(ઉ.રપ)

રબારિકા, તા.સાવરકુંડલા

 

 

૭પ હજારની ભેંસ માત્ર રપ હજારમાં વેંચાઈ!
દુષ્કાળની વિપરિત અસર એવી છે કે સારામાં સારા દુધાળા પશુઓને નિભાવવાનું પણ ખેડૂતોને ભારે પડી રહ્યું છે. જૂનાગઢ જિલ્લાના એક ગામમાં રોજનું ર૦ લીટર દૂધ આપતી સારી ઓલાદની ભેંસ એક માસ પહેલા રૃા.૭પ હજારમાં મંગાઈ હતી. ત્યારે ખેડૂતે તે ન વેચી અને હવે ચાર દિવસ પહેલા તે ભેંસ માત્ર રૃા. રપ હજારમાં વેચાઈ હતી. આવી જ રીતે ગોંડલ તાલુકાના એક ગામમાં રૃા.૧ લાખની કિંમતની ભેંસ ખેડૂતે ૬૦ હજારમાં વેચી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

 

શેરડીનો પાક ઘાસચારા માટે વપરાવા માંડયો
સૌરાષ્ટ્રમાં વાવેતર થયેલી શેરડીન પીયત કરવા માટે પાણીની ખુબ તંગી છે. બીજી બાજુ પશુઓના ઘાસચારાની પણ એટલી જ તંગી છે. ત્યારે તેમાંથી વચલો રસ્તો કાઢી શેરડીનું વાવેતર કરનાર ખેડૂતો શેરડી પાકે તે પહેલા જ પ્રતિ ર૦ કિલો રૃા.૬૦થી રૃા.૭૦ના ભાવે ઘાસચારા માટે વેચવા માંડયા છે. પશુપાલકો તાલાળા-કોડિનાર પંથકમાંથી મોટાપાયે શેરડી લાવીને પશુઓને ખવડાવી રહ્યા છે. શેરડીનો પાક આ રીતે સાફ થઈ જતાં આગામી દિવસોમાં ખાંડ અને ગોળનું ઉત્પાદન ઘટશે અને તેની વિપરિત અસરના ભાગરૃપે ખાંડ-ગોળના ભાવો વધશે.

 

બન્ને કૃષિમંત્રી સૌરાષ્ટ્રના ખેડુતો છે છતાં બહેરા-મુંગા બનીને બેઠા છે
મોદી સરકારના બન્ને કૃષિમંત્રી દિલીપ સંઘાણી અને કનુ ભાલાળા ખેડૂતો છે અને બન્ને સૌરાષ્ટ્રના છે. આ બન્ને મંત્રીઓના જિલ્લામાં જ ઘાસચારાની અને પશુઓની વિકટ સમસ્યા છે. છતાં બન્ને મંત્રીઓ તેમના ખેડૂત ભાઈઓની કે પશુઓની સમસ્યાને સાચી રીતે મુલવવાના બદલે મોદી ભક્તિમાં લીન થઈ બહેરા-મુંગા બનીને બેસી રહ્યા છે. કદાચ તેઓ ઈચ્છતાં હોય કે પિન્ક રિવોલ્યુશનમાં કેન્દ્ર સરકારને પાછળ રાખી નરેન્દ્ર મોદીને નંબર ૧ બનાવવા માંગતા હશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ઓલિમ્પિકમાં ભારતની ઐતિહાસિક સફળતા

ઓલિમ્પિક મેડલ વિજેતા
ભારત ૨૦૨૦ના ઓલિમ્પિકમાં ૨૫ મેડલ જીતી શકેઃ માકેન
ઇજાની પરવા કર્યા વિના યોગેશ્વરે બહાદૂરીપૂર્વક સંઘર્ષ કરીને સફળતા મેળવી
બોલ્ટની ગોલ્ડન હેટ્રિકઃજમૈકાએ વર્લ્ડ રેકોર્ડ સાથે રિલે રેસ જીતી લીધી
તોફાની તત્ત્વો સામે ફોજદારી પગલાં લેવાની કાયદાશાસ્ત્રીઓની તરફેણ
આરટીઆઈની અરજી માટે સરકારે ૫૦૦ શબ્દોની મર્યાદા નક્કી કરી

તિવારીએ ધ્યાન દોરતા અડવાણીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું

ચરોતર પંથકમાં સાર્વત્રિક વરસાદ
જિલ્લામાં સાર્વત્રિક ધીમી ધારનો વરસાદ

ચેકની ઉઠાંતરી કર્યા બાદ છેકછાક કરીને રૃા. ૯.૩૪ લાખની ઠગાઈ

ઉમરાળાના રંઘોળા ડેમના કાંઠે ઝેરી ચણ ખાતા ૧૦૦ વધુ કબૂતરના મોત
રાજકોટના મેળામાં ચિક્કાર મેદની વરસાદી માહોલમાં મેળાનું સમાપન
ગીતિકાએ વારંવાર ગર્ભપાત કરાવ્યાના આક્ષેપો હળાહળ ખોટા ઃ ગીતિકાનો ભાઈ
ડુંગળી, બટાકા અને ટામેટાના વધતાં ભાવથી ગૃહિણીઓ ત્રસ્ત
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved